જોક્સ : રામુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે સાપે તેના પગમાં ડંખ માર્યો, રામુ ગુસ્સામાં : લે ફરીથી ડંખ માર, અને સાપે…

0
520

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

એક પાર્ટીમાં એક સુંદર છોકરી એક છોકરા પાસે ગઈ,

છોકરી : એક્સક્યુઝ મી, મારા એક હાથમાં પ્લેટ છે અને બીજા હાથમાં ગ્લાસ,

તમે પ્લીઝ મારા ચહેરા પરથી એક વસ્તુ હટાવી દેશો.

છોકરો : હા હા કેમ નહિ. કઈ વસ્તુ હટાવવી છે.

છોકરી : તમારી કુતરા જેવી નજર.

જોક્સ 2 :

રામુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે સાપે તેના પગમાં ડંખ માર્યો.

રામુ ગુસ્સામાં : લે ફરીથી ડંખ માર અને જેટલા ડંખ મારવા હોય એટલા માર.

સાપે ફરીથી ત્રણ-ચાર વખત ડંખ માર્યા અને થાકીને બોલ્યો, તું માણસ છે કે ભૂત?

રામુ : હું તો માણસ જ છું પણ મારો પગ નકલી છે.

જોક્સ 3 :

છોકરી : મને ગીત ગાવું ઘણું પસંદ છે.

છોકરો : એટલે તમે સિંગર છો એમ?

છોકરી (શરમાઈને) : ના હું તો બસ બાથરૂમ સિંગર છું.

છોકરો : તો ક્યારેક અમને પણ બોલાવો,

તમારું ગીત લાઈવ સાંભળવું છે.

જોક્સ 4 :

છોકરો : તમારી પાસે આટલી મોટી કાર છે.

છોકરી : હા અમે અમીર છીએ ને એટલે.

છોકરો : અરે આટલો મોંઘો મોબાઈલ પણ છે.

છોકરી : હા અમે અમીર છીએ ને એટલે.

છોકરો : આટલો મોંઘો સોનાનો હાર પણ છે,

છોકરી : હા, અમે અમીર છીએ ને એટલે.

છોકરો : ચાલો અમારી સાથે ગાડીમાં બેસો.

છોકરી : કેમ?

છોકરો : અમે ચોર છીએ ને એટલે.

જોક્સ 5 :

પત્ની : હે રામ, તમારા માથામાંથી લોહી કેમ નીકળી રહ્યું છે?

પતિ : અરે મારા મિત્રએ ઈંટ મારી દીધી.

પત્ની : તમારે પણ મારવું જોઈએ ને,

તમારા હાથમાં કાંઈજ નહોતું?

પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો.

પતિ હજી ભાનમાં આવ્યો નથી.

જોક્સ 6 :

એક કવિના લગ્ન થયા,

પહેલી મુલાકાતમાં વરરાજાએ પોતાની સાહિત્ય ભાષામાં પોતાની દુલ્હન સાથે વાતચીતની શરૂઆત કઈંક આ રીતે કરી,

પ્રિયે, આજથી તું જ મારી કવિતા છે, અભિલાષા છે, ભાવના છે, કામના છે.

દુલ્હને આ સાંભળીને તેને કહ્યું,

મારા માટે પણ આજથી તું જ મારો મુકેશ છે, મિતેશ છે, રાજેશ છે, રમેશ છે.

જોક્સ 7 :

રાજુ 10-15 મિનિટથી પોતાના રૂમમાં કાંઈક શોધી રહ્યો હતો,

પરેશાન થઈને તેની પત્ની બોલી,

તું ક્યારનો શું શોધી રહ્યો છે?

રાજુ : હિડન કેમેરો.

પત્ની : તને એવું કેમ લાગી રહ્યું છે કે, આ રૂમમાં હિડન કેમેરો લાગેલો છે?

રાજુ : જો અહીં હિડન કેમેરો નથી,

તો ટીવીમાં દેખાઈ રહેલા માણસને કઈ રીતે ખબર પડી કે,

આપણે સ્ટાર પ્લસ જોઈ રહ્યા છીએ.

જોક્સ 8 :

છોકરો નજીક આવતા જ છોકરી તેને ભેટી પડી.

છોકરો : આજે ઘણો પ્રેમ આવી રહ્યો છે.

છોકરી : જાનુ, તું આજે મને એક વાયદો કર.

છોકરો : કેવો વાયદો?

છોકરી : વાયદો કર કે, તું મને ગિફ્ટ આપીશ.

છોકરો : સારું બેબી, જો સામે પેલી લાલ રંગની કાર ઉભી છે એ દેખાય છે.

છોકરી : હા.. હા… જાનુ, તું મને એવી કાર ગિફ્ટમાં આપશે એમ.

છોકરો : હું તને એવા જ લાલ રંગની લિપસ્ટિક આપીશ.

જોક્સ 9 :

એક મહિલાની બહેનપણી : અરે ત્યાં જો,

પેલી છોકરી ક્યારની તારા પતિને જ જોઈ રહી છે.

મહિલા : મને ખબર છે, હું એ જોવા માંગુ છું કે,

મારો પતિ કેટલી વાર સુધી પોતાનું પેટ અંદર રાખીને ઉભો રહી શકે છે.

જોક્સ 10 :

પત્નીને ઉદાસ જોઈને પતિએ પૂછ્યું : તું આટલી ઉદાસ કેમ દેખાઈ રહી છે?

ગુમસુમ બેઠી છે, શું વિચારી રહી છે?

પત્ની : ના એવી કોઈ વાત નથી,

બસ મને થોડા દિવસોથી એ જ ચિંતા થઈ રહી હતી કે,

છેવટે એવી કઈ કસર રહી ગઈ મારા પ્રયત્નોમાં

કે લગ્નના આટલા વર્ષો પછી પણ તમે હંમેશા ખુશ અને હસતા રહો છો.