રામાયણ સીરીયલના રામના ભાઈ લક્ષ્મણની હાલત હમણાં એવી થઇ ગઈ છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

0
3262

ટીવી પર આવતી સિરિયલો લોકો સાથે એ રીતે જોડાય જાય છે કે, જો કોઈ સિરિયલ પૂરી પણ થઇ જાય તો લોકોના મનમાં એમાં આવતા વિવિધ પાત્રો જીવિત રહે છે. અને હાલમાં તો સિરિયલો સમાજનો અભિન્ન ભાગ બની ગઈ છે. અને આ સિરિયલો સમાજના દરેક વર્ગ માટે બનાવવામાં આવે છે.

પણ જો સિરિયલ ધાર્મિકતા પર આધારિત હોય તો તેને લઈને લોકોનો ઉત્સાહ ખુબ વધી જાય છે. અને આજે અમે તમારી સાથે ‘રામાયણ’ સિરિયલમાં આવતા રામના ભાઈ લક્ષ્મણનો રોલ નિભાવવા વાળા વ્યક્તિનો પરિચય કરાવવાના છીએ. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં શું ખાસ છે?

સીરીયલની દુનિયામાં રામાનન્દ એક જાણીતું નામ છે. તે એવા સિરિયલ મેકર છે, જે હંમેશા સાચી ઘટનાઓ પર આધારિત સિરિયલ જ બનાવે છે. તેવામાં તેમની એક સિરિયલ ‘રામાયણ’ દર્શકો વચ્ચે ખુબ જ વધારે હિટ રહી હતી. લોકો આજે પણ રામાયણ સીરિયલને ભૂલી શક્યા નથી.

જયારે પણ રામાયણની વાત થતી હોય છે, તો લોકોના મનમાં રામાયણ સિરિયલનો ફોટો દેખાઈ આવે છે. એવામાં રામાનન્દે લોકોના મન અને દિલમાં રામ-સીતાના એ રોલ કંઈક એવા મુક્યા છે કે, ઘણા લોકો તેમને જ અસલીમાં રામ અને સીતા માને છે.

અને એમની આ સિરિયલ રામાયણના રામ-સીતાની સાથે સાથે લક્ષ્મણની લોકપ્રિયતા પણ લોકો વચ્ચે ખુબ વધારે જોવા મળેલી. હા, લક્ષ્મણનો રોલ ભજવવા વાળા વ્યક્તિને પણ લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ સીરિયલને જોઈને લોકો હસતા પણ હતા અને તેના કરતા વધારે રડતા પણ હતા.

સીતાના દુઃખથી તો રામની પીડાની સાથે લોકોનો ભાવ પણ બદલાતો હતો. હકીકતમાં સિરિયલ લોકોના મનમાં ઊંડે વસી ગઈ હતી. એટલું જ નહિ આજે પણ લોકો આ પાત્રોને રામ-સીતાના રૂપમાં જુએ છે, એક સમય એવો હતો કે કેટલાક લોકો તો તેમની પૂજા કરવા લગતા હતા.

આ રામાયણ સીરીયલમાં રામના ભાઈ લક્ષ્મણનો રોલ ભજવવા વાળા વ્યક્તિ હમણાં પણ લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ અત્યારે તમે પહેલી નજરે એમને ઓળખી શકશો નહિ. જણાવી દઈએ કે, રામાયણમાં રામનો રોલ અરુણ ગોવિલ અને લક્ષ્મણનો રોલ સુનિલ લહરીએ ભજવ્યો હતો. સુનિલ લહરી પોતાના રોલને ખુબ મહેનતથી ભજવતા હતા.

રામાનન્દની સિરિયલ :

રામાનન્દની સિરિયલની એજ ખાસિયત હોય છે કે, તેમની સિરિયલનું ઝુનુન લોકોના માથા ઉપર ચડીને બોલતું હતું. હા, આના પાછળથી સૌથી મોટું કારણ એ છે કે, રામાનન્દ સાચી ઘટનાઓ પર આધારિત સિરિયલ જ બનાવે છે. જે લોકોના દિલમાં વસી જાય છે. પછી વાત હોય રામાયણની સિરિયલની કે પછી ક્રિષ્ણની. આમતો આની પાછળ એક કારણ એ પણ છે કે, ભારતમાં ઘર્મનું મોટું મહત્વ છે. દરેક ધાર્મિક ભાવનાઓથી ઓત પ્રોત હોય છે. એવામાં ધાર્મિકતાથી જોડાયેલ કોઈ પણ વસ્તુ તેને પોતાની તરફ ખેંચે છે.

લક્ષ્મણનો અભિનય કરવા વાળા સુનિલ લહરીએ પોતાને નાના પર્દાથી દુર કરી લીધા છે.

મિત્રો, જાણકારી માટે જણાવી દઈએ કે, રામાયણમાં લક્ષ્મણનો અભિનય કરનારા સુનિલ લહરીએ પોતાને નાના પર્દાથી દુર કરી લીધા છે. એવામાં તે પોતાના પરિવાર સાથે જીવન પસાર કરી રહ્યા છે. એના કારણે જ આજે તેમને કોઈ ઓળખી શકતું નથી. તમને જણાવી દઈએ કે સુનિલ ખુબ ઓછી સીરિયલમાં દેખાયા છે. સિરિયલ રામાયણ પછી આમને સિરિયલ વિક્રમ અને બેતાલમાં કામ કર્યુ હતું. પરંતુ તે સીરિયલમાં પણ લોકો તેમને લક્ષ્મણના રૂપમાં જ જોતા હતા. આજે કોઈ એમને ઓળખે છે તો ફક્ત લક્ષ્મણના રૂપમાં જ.