63 વર્ષના થયા ‘રામાયણ’ ના રામ એટલે કે અરુણ ગોવિલ, ઓડિશનમાં થયા હતા રિજેક્ટ પછી એક ફોને બદલ્યું જીવન

0
74

અરુણ ગોવિલ રામાયણના ઓડિશનમાં થયા હતા રિજેક્ટ, પછી આ રીતે એક ફોને બદલી નાખ્યું તેમનું જીવન. રામાયણ ઉપર આમ તો ઘણી સિરિયલ અને ફિલ્મો બની ચુકી છે, પણ રામાનંદ સાગરની રામાયણ આજે પણ લોકોને બેસ્ટ લાગે છે. તેમાં કામ કરવાવાળા દરેક પાત્ર પણ ફેમસ થઈ ગયા હતા. તેમાં રામનું પાત્ર ભજવવાવાળા એક્ટર અરુણ ગોવિલ પણ શામેલ છે. 12 જાન્યુઆરી 1958 ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલા અરુણ હવે 63 વર્ષના થઈ ગયા છે.

રામાયણમાં રામનું પાત્ર ભજવીને તેમણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અહીં સુધી કે લોકો તેમને રામ જેવી ઈજ્જત અને માન સન્માનની દૃષ્ટિથી જોવા લાગ્યા. આ વાતમાં કોઈ શંકા નથી કે અરુણે રામાયણમાં રામનું પાત્ર ઘણી સારી રીતે ભજવ્યું હતું. જોકે આ રોલ પ્રાપ્ત કરવો તેમના માટે સરળ ન હતો. ઓડિશન આપ્યા પછી તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા, જોકે પછીથી એક ફોન કોલે બધું બદલી નાખ્યું.

અરુણ ગોવિલે એક ઇન્ટરવ્યૂમાં પોતાની સ્ટોરી સંભળાવતા જણાવ્યું હતું કે, તે રામાનંદ સાગરના શો વિક્રમ અને વેતાલમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ખબર પડી કે રામાનંદ સાગર રામાયણ બનાવવા જઈ રહ્યા છે. એવામાં તેમણે વિચાર્યું કે મારે તેમાં રામનો રોલ ભજવવો જોઈએ. આ વાત તેમણે રામાનંદ સાગરને કહી, તો અરુણના મોં માંથી આ વાત સાંભળીને તે ચકિત થઈને તેમને જોવા લાગ્યા. તેમને એવી આશા નહતી કે અરુણ તેમની પાસે રામનો રોલ માંગશે.

રામાનંદ સાગરે અરુણને કહ્યું કે, સમય આવવા પર તેમને તેની સૂચના આપવામાં આવે છે. પછી અમુક મહિના પછી તેમને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા. ત્યાં રામના રોલ માટે ઘણા લોકો આવ્યા હતા. અરુણે ઓડિશન આપ્યું પણ તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા. તેમને પોતાના રિજેક્ટ થવાનું કારણ ખબર ન હતું. તેમની જગ્યાએ કોઈ અન્ય એક્ટરને લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ રામાયણના શૂટિંગની તારીખ પણ સામે આવી ગઈ. ઘણા મહિના પસાર થઈ ગયા. પછી એક દિવસ અચાનક રામાનંદ સાગરે કોલ કરીને અરુણને મળવા માટે બોલાવ્યા. જયારે તે ત્યાં ગયા તો તેમને કહેવામાં આવ્યું કે, સિલેક્શન કમિટીએ તમને રામના રોલ માટે પસંદ કરી લીધા છે. તેમની ઈચ્છા છે કે, તમે જ રામનું પાત્ર ભજવો. આ વાત સાંભળીને અરુણ ખુશીથી ઝૂમી ઉઠ્યા.

રામાયણ સિરિયલમાં રામના રોલે તેમને ખ્યાતિ જરૂર અપાવી પણ તે લોકપ્રિયતા તેમના કરિયરને ભારે પડી ગઈ. તેમના પર રામની છબી એવી રીતે હાવી થઈ ગઈ કે, તેમને બીજા કોઈ રોલ મળ્યા નહિ. લોકો તેમને રામ સિવાય કોઈ અન્ય પાત્રમાં જોઈ શકતા ન હતા. રામાયણ પહેલા તેમણે ઘણી સિરિયલ કરી હતી, પણ રામાયણ પછી તેમને કામ મળવાનું જાણે કે બંધ જ થઈ ગયું.

કરિયર દાવ પર લાગી ગયું તો તે બંગાળી અને ઓડિયા જેવી ફિલ્મોમાં કામ કરવા માટે પણ મજબૂર થઈ ગયા. અરુણ ગોવિલને આપણે વિક્રમ વેતાલ, રામાયણ સિવાય ‘બસેરા’, ‘એહસાસ – કહાની એક ઘર કી’, ‘કેસે કહું’, ‘અપરાજિતા’, ‘અંતરા’, ‘સાંઝી’ જેવા શો માં પણ જોઈ ચુક્યા છીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.