નાહ્યાં પછી વાંચો રામાયણની આ ચોપાઈઓ, સફળતા ચૂમશે તમારા પગ

0
4155

હંમેશા સ્નાન કર્યા પછી વાંચો રામાયણની આ ચોપાઈઓ, સફળતા તમારા પગ ચૂમશે.

આજના સમયમાં સફળ થવા માટે લોકો દરેક પ્રયત્ન કરે છે, પરંતુ તેમ છતાંપણ કયારેક ક્યારેક એવું લાગે છે કે સફળતા આપણી નજીક હોવા છતાં પણ મળતી નથી, અથવા મળતા મળતા રહી જાય છે. ઘણા લોકોને મહેનત કરવા છતાં પણ કંઈ નથી મળતું, અને અમુક લોકોને કંઈ ન કરવા છતાં પણ ઘણું બધું મળી જાય છે. એટલે કે જીવનમાં સફળ થવા માટે મહેનતની સાથે નસીબ પર પણ નિર્ભર રહેવું પડે છે. તો આજે અમે તમને કંઈક એવું જણાવીશું જેનાથી તમારી મહેનતની સાથે તમારા નસીબ પણ ચમકી ઉઠશે.

એ વાત તો તમે જાણો છો કે હિંદુ ધર્મમાં મુખ્યત્વે બે ગ્રંથ માનવામાં આવે છે. અને તે બે ગ્રંથો માંથી એક રામાયણની અંદર જીવનનું એક અલગ વર્ણન જોવા મળે છે. રામાયણ એ વાતને દર્શાવે છે કે કેવી રીતે છેલ્લે અસત્ય પર સત્યનો જ વિજય થાય છે. ખાસ કરીને રામાયણ એક રાજ પરિવાર અને રાજવંશની વાત છે. જે પતિ પત્ની, ભાઈ અને પરિવારના બીજા સભ્યોના એક બીજા સાથેના સંબંધોના આદર્શ ઉપર આધારિત છે.

હિંદુ ધર્મને માનવા વાળા દરેક પરિવાર પોતાના બાળકોને આ ગ્રંથ વિષે જરૂરથી જાણકારી આપતા હોય છે, અને ટીવી ઉપર રામાયણ (સીરીયલ) જરૂર જોતા હશે. હિંદુ સંસ્કૃતિમાં ન માત્ર રામાયણને માને છે, પણ રામાયણમાં જે સીખનું વર્ણન કરવામાં આવ્યું છે તે તમામને જીવનમાં પણ ઉતારવાની હોય છે. રામાયણ માણસના જીવનનો સાર દર્શાવે છે, તેની સાથે જ એ ઘણા બધા મહત્વને પણ દર્શાવે છે. જેને જો આપણે આપણા જીવનમાં અપનાવી એ તો આપણું જીવન સફળ અને સ્થિર થઇ જશે. જણાવી દઈએ કે રામાયણમાં જે પણ વાતો દર્શાવવામાં આવી છે, તે બધી જ મનુષ્યના જીવનમાં જીવનની કળા અને તેની સાથે જ માન મર્યાદા અને આદર્શને પણ દર્શાવે છે. જો તમે રામાયણના દોહા, ચોપાઈ અને છંદ વિષે જાણો છો, તો તમને ખબર પડશે કે તે આપણા જીવન ઉપરથી જ લખવામાં આવી છે.

તો મિત્રો આજે અમે તમને રામાયણની એક એવી ચોપાઈ વિષે જણાવીશું, જેનો તમારે સ્નાન કર્યા પછી 5 વખત જાપ કરવાનો છે. આમ કરવાથી તમારું જીવન સફળ થઇ જશે. જો તમને એનું સપનું આવી જાય તો તમારા જીવનના તમામ દુ:ખ દુર થઇ જાય છે, અને આનાથી તમારો વિવેક અને ઈમાનદારી હંમેશા જળવાયેલી રહે છે.

ચોપાઈ :-

जो प्रभु दीनदयाला कहावा। आरति हरन बेद जस गाबा।।

जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी।।

दीनदयाल बिरद संभारी।हरहु नाथ मम संकट भारी।।

ઉપર જે ચોપાઈ જણાવવામાં આવી છે, એ ચોપાઈ એવી છે કે જેને તમે સ્નાન કર્યા પછી 5 વખત બોલશો તો તમારું નસીબ ખુલી જશે. એનાથી ધનની દેવી લક્ષ્મી માતા હંમેશા તમારી સાથે નિવાસ કરશે અને તેની સાથે જ તમારી વિવેક અને બુદ્ધી હંમેશા જળવાયેલી રહેશે. આ ચોપાઈથી તમારો ખરાબ સમય દુર થશે અને તમારા જીવનમાં હંમેશા શુભ સમય જળવાયેલો રહેશે, તમે કયારેય પણ ખોટા રસ્તે નહિ જાવ, તમે હંમેશા ઈમાનદારીનો સાથ આપશો તમારું મન કાર્યોમાં લાગેલું રહેશે, અને સફળતા તમારી પાછળ દોડી આવશે.

તમને જણાવતા જઈએ કે રામાયણ મનુષ્યના જીવનની સાચી રીત દર્શાવે છે, રામાયણની સૌથી મોટી શીખ એ છે કે હંમેશા સત્યની જીત જ થાય છે અને અસત્યની હંમેશા હાર થાય છે. તેમજ આ ગ્રંથમાં આપણને સારી સંગતનું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે, તેની સાથે જ તેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે પોતાના આરાધ્યના ચરણોમાં કોઈપણ પ્રકારના સંદેહ વગર પોતાના કામને સમર્પિત કરી દેવું જોઈએ.

એમાં જણાવ્યા અનુસાર જો આપણે તેમના ચરણોમાં સમર્પિત થઇ જઈશું, તો આપણને મોક્ષની પ્રાપ્તિ થશે અને જન્મ-મરણના ફેરા માંથી છુટકારો મળશે. એક સારું આચરણ અને નાના તેમજ મોટાનું સન્માન કરવું રામાયણની અંદર દર્શાવવામાં આવ્યું છે, એમાં સૌની સાથે એક સમાન વ્યવહાર કરવાની સીખ પણ આપવામાં આવી છે.