રમકડા જેવું દેખાય છે મહીન્દ્રાનું આ ટ્રેક્ટર, રીમોટથી થાય છે કંટ્રોલ, જાણો એની ખાસિયત.

0
5315

ભારત એક ખેતી પ્રધાન દેશ છે. પહેલાના જમાનામાં લોકો બળદ અને બીજા પશુઓની મદદથી ખેતી કરતા હતા, અને ખેતીનું દરેક કામ લોકો જાતે જ કરતા હતા, ત્યાર પછી ખેતી માટે અવનવી શોધો થતી રહી અને ખેતી માટે નવા નવા સાધનો પણ આવવા લાગ્યા અને ખેતીનું કામ સરળ થવા લાગ્યું, પછી તો વિજ્ઞાન એટલું આગળ વધી ગયું કે ખેતી માટેના દરેક કામ વૈજ્ઞાનિક સાધનો વડે થવા લાગ્યા, જે કામ ઘણા બધા મજૂરો સાથે ઘણા બધા દિવસે થઇ શકતા હતા તે કામ આ સાધનોની મદદથી કલાકોમાં પુરા થઇ જાય છે, અને તે પણ ઘણા ચોકસાઈ ભરેલા.

પરંતુ એક વાત નક્કી છે કે ભારત ઘણી વસ્તી ધરાવતો દેશ છે અને આવા આધુનિક સાધનો આવવાથી કામ તો ઝડપી થઇ રહ્યા છે, પરંતુ લોકો બેકાર થઇ રહ્યા છે. જોઈએ ક્યા જઈને અટકશે આ બધું, અત્યારે તો સારૂ લાગે છે. હાલમાં જ એક ખેતી માટે એક એવું નવું મોડલ બહાર પડ્યું છે. જેના વિષે આજે આપણે જાણીશું.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હવે માર્કેટમાં ટ્રેક્ટરનું નવું મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એ વાતની જાણકારી પોતે આનંદ મહેન્દ્રાએ ટ્વીટ કરીને આપી છે. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે એક અમે એક નવા ટ્રેક્ટરનું મોડલ લાવી રહ્યા છીએ, જે વાસ્તવમાં એટલું નાનું હશે કે તમે વિચાર્યું પણ નહિ હોય. નવું ટ્રેક્ટર યુવાન ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે અને તે રીમોન્ટ કંટ્રોલ સાથે ચાલશે.

મહિન્દ્ર જે નવા ટ્રેક્ટરને લાવી રહ્યું છે, તેનું નામ NOVO Tractor રહેશે. જો કે સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે અને તેને રીમોન્ટ દ્વારા કન્ટ્રોલ કરી શકાશે. તે 12V નું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર રહેશે અને તેમાં ૩ ગીયર અને એક રીવર્સ ગીયર લાગેલા હશે. તેમાં સ્પીડ લોક ફંક્શનને પણ જોડવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે આ ટ્રેક્ટરની મદદથી ખેતી કરવી ઘણી સરળ બની જશે. હાલમાં તેની કિંમત વિષે કોઈ જાણકારી મળી નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.