જુઓ આવી થઈ ગઈ છે રમૈયા વસ્તાવૈયા ફિલ્મના હીરોની હાલત, જોઈને તમે ચકિત થઇ જશો

0
4598

બોલીવુડ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે. આમાં ઘણા બધા કલાકારો આવે છે, એમાંથી અમુક સફળ થાય છે અને અમુક નિષ્ફળ થઈ જાય છે. અને જેવું કે આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રી આખી દુનિયામાં સૌથી વધારે નામ કમાઈ ચુકી છે. અને એ જ કારણ છે કે દરેક પોતાની ઓળખ બોલીવુડમાં બનાવવા માંગે છે. કારણ કે બોલીવુડમાં કલાકારોને જેટલી પોપ્યુલારિટી મળે છે એટલી બીજે કશે નથી મળતી.

અને આજકાલ બોલીવુડમાં આપણને દરરોજ નવા ચહેરા જોવા મળે છે. જેમાંથી અમુક જ એવા સ્ટાર્સ હોય છે જે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થાય છે. બાકી એવા ઘણા બધા કલાકાર છે જે બોલીવુડમાં એક-બે ફિલ્મો કર્યા પછી સફળતા ન મળે તો એનાથી અંતર બનાવી લે છે. ઘણા એવા કલાકારો પણ આ ઇન્ડસ્ટ્રીમાં રહ્યા છે જે પહેલી ફિલ્મમાં સફળ રહ્યા પણ પછી ગાયબ થઈ ગયા.

મિત્રો આજે અમે તમને એવા જ એક કલાકાર વિષે જણાવવાના છીએ, જેણે બોલીવુડમાં ધમાકેદાર ડેબ્યુ કર્યુ હતું, અને પોતાની પહેલી ફિલ્મથી દર્શકોનું દિલ જીતી લીધું. પરંતુ આજે તે લાઈમલાઈટથી દૂર છે. તો આવો જાણીએ કોણ છે એ કલાકાર. તમને બધાને 2013 માં આવેલી ફિલ્મ ‘રમૈયા વસ્તાવૈયા’ તો યાદ જ હશે. જેને ડાન્સર પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સુંદર અભિનેત્રી શ્રુતિ હસન અને સોનુ સુદ જેવા કલાકારે અભિનય કર્યો હતો.

રમૈયા વસ્તાવૈયા એક રોમાન્ટિક ફિલ્મ હતી અને સાથે જ આ ફિલ્મથી એક નવા કલાકારે બોલીવુડમાં ડેબ્યુ પણ કર્યુ હતું, અને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હા, અમે વાત કરી રહ્યા છીએ અભિનેતા ગિરીશ કુમારની. જેમણે પોતાની પહેલી ફિલ્મથી દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.

પ્રભુ દેવા જે આ ફિલ્મના ડાયરેક્ટર હતા એમણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગિરીશ કુમાર પર એમને ભરોષો હતો માટે એમણે ગિરીશને આ ફિલ્મ માટે લીધો હતો. પ્રભુદેવાએ એ પણ કહ્યું હતું કે બોલીવુડમાં ન્યુ કમર્સને પોતાની ફિલ્મો દ્વારા બ્રેક આપવા માટે હંમેશા તૈયાર રહે છે અને એટલે તેમણે ગિરીશને આ ફિલ્મ માટે પસંદ કર્યો હતો.

જે ન જાણતા હોય એમને જણાવી દઈએ કે ગિરીશ કુમારનો જન્મ 30 જાન્યુઆરી 1989 ના રોજ મુંબઈમાં થયો હતો. અને એમના પિતા રમેશ તૌરાની એક પ્રોડયુસર છે અને ટિપ્સ કંપનીના મેનેજર પણ છે. ગિરીશ તૌરાનીએ પોતાના બાળપણની મિત્ર કૃષ્ણા સાથે લગ્ન કર્યા છે.

અને કૃષ્ણા વિષે ગિરીશનું કહેવું છે કે ટીનએજમાં જ તેમણે એકબીજાને ડેટ કરવાનું શરુ કરી દીધું હતું. પછી 2007માં એ અનુભવ થયો કે તે સીરિયસ છે અને અમે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ગિરીશ કુમારની પહેલી ફિલ્મ હતી ‘રમૈયા વસ્તાવૈયા’ જે 2013 માં આવી હતી. જેને ડાંસર, ડાયરેક્ટર અને એક્ટર પ્રભુદેવાએ બનાવી હતી.

આ ફિલ્મ પછી ગિરીશ સીધા 2016 માં આવેલી ફિલ્મ ‘લવશુદા’ માં દેખાયા હતા. પણ આ ફિલ્મ કંઈ કમાલ ન કરી શકી. અને ત્યારબાદ પછી તે કોઈ પણ ફિલ્મમાં દેખાયા નથી. ફિલ્મ લવશુદા ફ્લોપ જતા ગિરીશને મોટો ઝાટકો લાગ્યો હતો. એ પછી તે ઘણા લાંબા સમય સુધી લાઈમલાઈટથી દૂર ચાલ્યા ગયા હતા. પરંતુ હવે તે નવા લુક સાથે પાછા આવી ગયા છે.

ગિરીશનો નવો લુક જોઈને તમે પણ ચકિત થઈ જશો. પોતાના નવા લુકમાં ગિરીશ ઘણા ડેશિંગ દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે જો એ ફિલ્મ કરે તો એમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કેટલી ધમાલ મચાવે છે.