જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

0
685

ભગવાન રામ મોટા કે તેમનું નામ? જાણો હનુમાનજી ને ભગવાન રામ મારવા તૈયાર થાય ત્યારે શું થયું?

હનુમાનજીને ભગવાન રામના સૌથી પ્રિય ભક્ત માનવામાં આવે છે. હનુમાનજી શ્રીરામને અત્યંત પ્રેમ કરે છે. હનુમાનજી શ્રીરામની કોઈ પણ વાત ટાળતા ન હતા. હનુમાનજી દિવસ રાત પોતાના ભગવાનની સેવામાં લાગ્યા રહેતા હતા. એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. તે દરબારમાં બધા વરિષ્ઠ ગુરુ અને દેવતાગણ હાજર હતા.

અહીં એક વાત પર ચર્ચા ચાલી રહી હતી. તે વાત એ હતી કે રામ વધારે શક્તિશાળી છે કે પછી રામનું નામ. આ વાત પર બધાના પોતપોતાના મત હતા. જ્યાં બધા લોકો રામને વધારે શક્તિશાળી ગણાવી રહ્યા હતા, ત્યાં નારદ મુનિનો મત બધાથી એકદમ અલગ હતો. નારદ મુનિનું કહેવું હતું કે, રામ નામ વધારે શક્તિશાળી છે. આ દરમિયાન હનુમાનજી એકદમ ચૂપ બેઠા હતા. નારદ મુનિનો મત કોઈ સાંભળી રહ્યું ન હતું.

જયારે તે સભા પુરી થઈ ત્યારે નારદ મુનિએ હનુમાનજીને કહ્યું કે, તે ઋષિ વિશ્વામિત્રને છોડીને બધા ઋષિ મુનિઓને નમસ્કાર કરે. હનુમાનજીને સમજ ના પડી એટલે તેમણે નારદ મુનિને પૂછ્યું કે, તે ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કેમ ન કરે? આ સવાલનો જવાબ આપતા નારદ મુનિએ કહ્યું કે, તેમને ઋષિઓમાં ગણવા નહિ કારણે કે તે પહેલા રાજા હતા.

હનુમાનજીએ નારદ મુનિની વાત માની લીધી. તેમણે દરેક ઋષિઓને નમસ્કાર કર્યા, પણ વિશ્વામિત્રને નમસ્કાર ના કર્યા. આ જોઈને વિશ્વામિત્ર ઘણા ગુસ્સે થઈ ગયા. તેના પર વિશ્વામિત્રએ શ્રીરામને હનુમાનજીની ભૂલ માટે સજા આપવાનું કહ્યું. તેમણે કહ્યું કે, હનુમાનજીને મૃત્યુ દંડ આપવામાં આવે. વિશ્વામિત્ર શ્રીરામના ગુરુ હતા અને શ્રીરામ તેમની વાત ટાળી શકતા ન હતા. એવામાં શ્રીરામે હનુમાનજીને મારવાનો નિશ્વય કર્યો.

બીજી તરફ હનુમાનજીએ નારદ મુનિને આ સમસ્યાનું સમાધાન પૂછ્યું. તો નારદ મુનિએ કહ્યું કે, તમે રામ નામ જપવાનું શરૂ કરી દો. હનુમાનજીએ રામ નામ જપવાનું શરૂ કરી દીધું. શ્રીરામે હનુમાનજી પર પોતાનું ધનુષ બાણ સાધ્યું અને તિર છોડ્યું. પણ તે તિર હનુમાનજીને કોઈ નુકશાન નહિ પહોંચાડી શક્યું. પછી તેમણે હનુમાનજી પર બ્રહ્માંડના સૌથી શક્તિશાળી શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પણ હનુમાનજી સતત રામ નામ જપતા રહ્યા. એવામાં તેમના પર બ્રહ્માસ્ત્રનો પણ કોઈ પ્રભાવ નહિ પડ્યો. એટલે એ વાત સાબિત થઈ કે રામ નામ પણ શક્તિશાળી છે.

વાત બગડતા જોઈએ નારદ મુનિએ હનુમાનજીને વિશ્વામિત્રની માફી માંગવા કહ્યું. પછી હનુમાનજીએ વિશ્વામિત્રની માફી માંગી અને ત્યારે જઈને વિશ્વામિત્રએ હનુમાનજીને માફ કર્યા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.