ફિલ્મ “રામ તેરી ગંગા મૈલી” ની આ સુંદર હિરોઈન હવે દેખાવા લાગી છે આવી, જેણે ફિલ્મ જોઈ હોય તે ખાસ જુએ.

0
4483

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવું જેટલું દેખાય છે એટલું સરળ નથી હોતું. અને અહિયાં પણ ઘણી વધારે સ્પર્ધા જોવા મળે છે. આ ઇન્ડસ્ટ્રીમાં નવા નવા લોકો આવતા જ રહે છે, જેમાંથી ઘણા સફળ ન થવા પર ઇન્ડસ્ટ્રી છોડીને ચાલ્યા પણ જાય છે. તો કેટલાક લોકો તો પોતાનું આખું જીવન લગાવી દે છે, પરંતુ સફળતા મેળવી શકતા નથી. અહીંયા કેટલાક ચહેરા એવા પણ છે, જે રાતો રાત દુનિયા ભરમાં ખુબ નામ કમાવી ચુક્યા છે. અને આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિષે જાણવવાના છીએ.

આજે અમે તમને એક એવી સુંદર અભિનેત્રી વિષે જણાવીશું, જેમણે પોતાની પહેલી ફિલ્મથી જ લોકોના દિલ પર રાજ કરવાનું શરુ કરી દીધું હતું. એમણે પોતાની પહેલી ફિલ્મથી એટલી લોકપ્રિયતા મેળવી હતી કે તેને દરેક લોકો ઓળખવા લાગ્યા. પરંતુ નવાઈની વાત એ છે કે, આટલી બધી લોકપ્રિયતા મેળવ્યા પછી તે ધીરે ધીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી ગાયબ થવા લાગી.

મિત્રો, જણાવી દઈએ કે જે અભિનેત્રીની અમે વાત કરી રહ્યા છીએ, તે 80 ના દશકની ટોચની હિરોઈન હતી. અને એમના ચર્ચામાં આવવાનું કારણ એ હતું કે, 80 ના દશકમાં પોતાની પહેલી ફિલ્મમાં જ તે બોલ્ડ સીન આપવા માટે તૈયાર થઈ ગઈ હતી. પરંતુ આજે વર્ષો પછી આ એક્ટ્રેસ એવી દેખાવા લાગી કે ઓળખાણમાં પણ નથી આવતી.

હવે તમે સમજી ગયા હશો કે, અમે વાત કરી રહ્યા છીએ વર્ષ 1985 માં રિલીઝ થયેલ ફિલ્મ “રામ તેરી ગંગા મૈલી” ની અભિનેત્રી યાસ્મિન જોસેફ ઉર્ફ મંદાકિનીની. એમણે આ ફિલ્મમાં ગંગાની ભૂમિકા ભજવી હતી. તે સમયે આ ફિલ્મમાં મંદાકિની સાથે રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂર પણ હતા. અને મંદાકિનીની આ પહેલી ફિલ્મ હતી, જે જબરજસ્ત રીતે હિટ પણ થઇ હતી.

અને આ ફિલ્મ હિટ થયા પછી એમની પાસે ફિલ્મોની ઓફર્સની લાઈન તો લાગી ગયી હતી. એ પછી મંદાકિનીએ ઘણી અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. પરંતુ પોતાની પહેલી ફિલ્મની જેમ જલવો તે બીજી વખત કરી શકી નહિ.

ફિલ્મથી આખા દેશમાં પ્રખ્યાત થવાના થોડા સમય પછી મંદાકિની ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ. પણ આ વખતે કારણ બીજું હતું. આ વખતે મંદાકિની પોતાના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધને કારણે હેડલાઈનમાં આવી હતી. દેશમાં એ સમાચાર આગની જેમ ફેલાવા લાગ્યા કે, મંદાકિની દાઉદની ગર્લફ્રેન્ડ છે. તેમજ એમના દાઉદ સાથેના ઘણા બધા ફોટા પણ સામે આવ્યા હતા. એ સમયે જ્યારે મંદાકિનીને આ વિષે સવાલ કરવામાં આવ્યો, તો તેમને જણાવ્યું કે અમે ફક્ત સારા મિત્ર છીએ.

એ પછી એવું જાણવામાં આવ્યું હતું કે, મંદાકિનીને ઘણી ફિલ્મોમાં દાઉદના ડરને કારણે કામ આપવામાં આવ્યું હતું. મંદાકિનીએ મિથુન ચક્રવતીની સાથે ‘ડાન્સ ડાન્સ’, આદિત્ય પંચોલી સાથે ‘કહાં હૈ કાનૂન’ અને ગોવિંદાની સાથે ‘પ્યાર કરકે દેખો’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

પણ પછી વિવાદોમાં આવવાના કારણે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઈ, અને થોડા સમય પછી એક પૂર્વ બૌદ્ધ ભિક્ષુ ડૉ. કાગીર ટી. રિનપોચે ઠાકુર સાથે લગ્ન કરી લીધા. હવે આ બંનેને એક છોકરો અને એક છોકરી પણ છે. મંદાકિની હવે તિબ્બતમાં ઔષધિ માટે એક કેન્દ્ર ચલાવે છે. અને તેની સાથે સાથે લોકોને યોગ પણ શીખવે છે.