રામ-સીતા અને રાવણ-મંદોદરીના સંબંધમાં હતું એક મોટું અંતર, સીતા-રામની જોડી આ કારણે છે આદર્શ

0
830

રામ-સીતા અને રાવણ-મંદોદરીના સંબંધોમાં હતું ઘણું અંતર, સીતા-રામની જોડી તે કારણે જ છે આદર્શ

આજે મોટાભાગના લોકોના લગ્ન જીવનમાં આંતરિક તાલમેલનો અભાવ આવી ગયો છે. તે કારણે પતિ અને પત્ની માનસિક તનાવ અને મુશ્કેલીઓનો સામનો કરે છે. એવી સ્થિતિમાં જીવન બોજ લાગવા લાગે છે અને નિરાશા છવાઈ જાય છે. આ પરિસ્થિતિઓથી બચવા માટે પતિ અને પત્ની, બંને અહિયાં જણાવવામાં આવેલી ત્રણ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

ખરાબ સમયમાં ન છોડવો એકબીજાનો સાથ

પતિ પત્નીએ સમજવી જોઈએ એક બીજાના મનની વાત

ખોટા કામ કરવાથી અટકાવવા જોઈએ.

જયારે શ્રીરામને વનવાસ મળ્યો તો સીતાએ આપ્યો સાથ

રામાયણમાં જયારે કૈકયીએ રાજા દશરથ પાસે બે વચનમાં ભરત માટે રાજ્યાભિષેક અને શ્રીરામ માટે ચૌદ વર્ષનો વનવાસ માંગ્યો અને દશરથને તે બંને વાતો માનવી પડી હતી. ત્યારે શ્રીરામ વનવાસ જવા માટે તૈયાર થઇ ગયા. તે સમયે લક્ષમણ સાથે જ સીતા પણ શ્રીરામ સાથે વનવાસ જવા માટે તૈયાર થઇ ગયા. સીતા સુકોમળ રાજકુમારી હતી. તે કારણે બધાએ તેને વનવાસ ઉપર ન જવા માટે રોકવા માગ્યા હતા. વનમાં ઉઘાડા પગે ચાલવું, ખુલ્લા વાતાવરણમાં રહેવું.

સીતા માટે શક્ય ન હતું. છતાંપણ સીતાએ પોતાના પતિવ્રત ધર્મનું પાલન કરતા શ્રીરામના દુઃખોમાં પણ સાથ આપવા માટે વનવાસ ઉપર ગઈ. તે સમયમાં શ્રીરામ અને સીતાએ ઘણા દુઃખોનો સામનો સાથે સાથે કર્યો.

આજે પણ પતિ-પત્નીના સંબંધોમાં તે વાત હોવી જરૂરી છે. સુખના દિવસોમાં તો બધા સાથ આપે છે, પરંતુ દુઃખના દિવસોમાં પતિ પત્નીના સાચા પ્રેમ અને સમર્પણની પરીક્ષા હોય છે. આ પરીક્ષામાં સફળ થયા પછી લગ્નજીવન સુઃખદ અને આનંદથી ભરપુર બની જાય છે.

જયારે સીતાએ સમજી લીધી હતી શ્રીરામના મનની વાત

વનવાસ ઉપર જતી વખતે શ્રીરામ, લક્ષ્મણ અને સીતા સાથે જ નિષાદરાજના કેવટે પોતાની નાવડીથી ગંગા નદી પર કરાવી હતી. જ્યારે કેવટે તેને ગંગા નદીના બીજા કાંઠા ઉપર પહોચાડ્યા ત્યારે શ્રીરામના કહેવા પહેલા જ તેમના મનની સ્થિતિ સમજીને વીંટી ઉતારીને કેવટને ભેંટ આપવા માટે આગળ ધરી દીધી હતી.

આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પતિ પત્ની વચ્ચે એવો તાલમેલ હોવો જોઈએ કે કહ્યા વગર જ એક બીજાની મનની વાત સમજી શકે. જે દંપતી તે વાત ધ્યાનમાં રાખે છે, તેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, તેમનું લગ્નજીવન સુખમય જ રહે છે.

મંદોદરીએ રાવણને સમજાવ્યો હતો શ્રીરામ સાથે દુશ્મની ન કરે

જયારે શ્રીરામ પોતાની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી લંકા પહોચ્યા ત્યારે મંદોદરી સમજી ગઈ હતી કે લંકાપતિ રાવણની હાર નિશ્ચિત છે. તે કારણે મંદોદરીએ રાવણને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે તે શ્રીરામ સાથે યુદ્ધ ન કરે. સીતાને પાછી આપી દે. શ્રીરામ સ્વયં ભગવાનનો અવતાર છે. મંદોદરીએ ઘણી વખત રાવણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે શ્રીરામ સાથે યુદ્ધ કરવાથી કલ્યાણ નહિ થાય, પરંતુ રાવણ ન માન્યો. શ્રીરામ સાથે યુદ્ધ કર્યું અને પોતાના તમામ પુત્રો અને કુંભકર્ણ સાથે સ્વયં પણ મૃત્યુને પ્રાપ્ત થયો.

પતિ-પત્નીના જીવનમાં એ વાત મહત્વની છે કે એક બીજાને ખોટા કામ કરવાથી અટકાવવા જોઈએ. ખોટા કામનું ખરાબ પરિણામ જ આવે છે. સાચા-ખોટાને સમજીને એક બીજાને સાચી સલાહ આપવી જોઈએ. સાથે જ બંનેએ જ એક બીજાની સાચી સલાહ માનવી પણ જોઈએ. પતિ પત્ની જ એક બીજાના સાચા સલાહકાર હોય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.