આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના લીધે આપણને દરેક બાબતની સારી જાણકારી મળતી હોય છે. આ બધા કિસ્સાઓમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે. અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે.
આજે અમે તમારી સમક્ષ એક એવો કિસ્સો રજુ કરવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. અને તેને જાણ્યા પછી તમે એ વ્યક્તિની શ્રદ્ધાને સલામ કરશો. આવો જાણીએ તે ઘટના વિષે વિસ્તારથી. આ વાત જોડાયેલી છે અયોધ્યાના કેસ અંગે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે. જણાવી દઈએ કે, આ નિર્ણયને લઈને એક મહિલાએ ૨૭ વર્ષ સુધી વ્રત રાખ્યું હતું, જે હવે જઈને તોડ્યું છે. આ કિસ્સો છે તેમના અતુટ વિશ્વાસનો.
અયોધ્યા કેસ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જબલપુર શહેરની ૮૧ વર્ષની મહિલાએ ૨૭ વર્ષ પછી અન્ન ગ્રહણ કરશે. આટલા વર્ષોથી તે માત્ર દૂધ અને ફળાહાર ઉપર હતી. રામ જન્મભૂમિ વિવાદનું સમાધાન થવા સુધી મહિલાએ અન્ન ગ્રહણ ન કરવાનો સંકલ્પ લીધો હતો.
મહિલાના કુટુંબના સભ્યોએ જણાવ્યું કે, અયોધ્યા કેસ ઉપર શનિવારે કોર્ટનો નિર્ણય આવ્યા પછી અયોધ્યામાં રામ મંદિર બનવાનો રસ્તો ખુલો થઇ ગયો છે. હવે તેમના ઉપવાસ તોડ્યા પછી જ એક ઉદ્યાપન (વ્રત વગેરેની સમાપ્તિ ઉપર કરવામાં આવતા ધાર્મિક કર્મ) કરવામાં આવશે. ઉપવાસ કરી રહેલી મહિલા ઉર્મિલા ચતુર્વેદીના દીકરા વિવેક ચતુર્વેદીએ રવિવારે દાવો કર્યો કે, મારી માં છેલ્લા ૨૭ વર્ષથી ફળાહાર અને દુધના આહાર ઉપર હતી. અયોધ્યા કેસમાં વડી કોર્ટનો નિર્ણય સાંભળીને તે ઘણી ખુશ છે.
વિવેકે જણાવ્યું, મારી માં ભગવાન રામની મોટી ભક્ત છે અને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સમાધાનની રાહ જોઈ રહી હતી. તે અયોધ્યામાં ૬ ડીસેમ્બર, ૧૯૯૨ની ઘટના પછી શરુ થયેલી હિંસાને લઈને ઘણી દુઃખી છે. આ વુદ્ધ મહિલાના ફોટા મોટા પ્રમાણમાં લોકો સોશિયલ મીડિયા ઉપર શેયર કરી રહ્યા છે અને આ કામ માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.