ફિલ્મના રિલીઝ પહેલા ગુરુદ્વારા પહોંચી રકુલ પ્રીત, માથું ટેકવીને ભગવાનને રીઝવવા પ્રયત્ન કર્યો

0
564

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી રફુલ પ્રીત સિંહ આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મને કારણે સમાચારોમાં છવાયેલી છે. ફિલ્મ ‘મરજાવાં’ ની રિલીઝ પહેલા રફુલ પ્રીત સિંહ જોરદાર પ્રમોશન કરતી જોવા મળી છે. તે દરમિયાન તે ન માત્ર મીડિયા સામે આવી હતી, પરંતુ ભગવાનના દરબારમાં ફિલ્મ હીટ કરવાની પ્રાર્થના કરતા પણ જોવા મળી ચુકી છે.

આ કડીમાં રફુલ પ્રીત સિંહને ગુરુદ્વારામાં જોઈ, જ્યાં તે માથું ટેકવતી જોવા મળી હતી. રફુલ પ્રીત સિંહ ફિલ્મ રીલીઝ પહેલા ભગવાનને રીઝવતી જોવા મળી હતી, જેના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી રફૂલ પ્રીત સિંહે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ઢગલાબંધ હીટ ફિલ્મો આપી છે. પરંતુ તેને એક એવી ફિલ્મની રાહ છે, જેના માટે લોકો તેને વર્ષો પછી પણ યાદ કરે. તેવામાં તે પોતાની આગામી ફિલ્મ મરજાવાંને હીટ નહિ પણ સુપરહિટ કરાવવા માટે ગુરુદ્વારા પહોંચી હતી, જ્યાં તે માથું ટેકવતી જોવા મળી હતી. તે સમયના તેના ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે, જેને તેના ફેંસ ખુબ જ વધુ પસંદ કરી રહ્યા છે.

ટ્રેડીશનલ લુકમાં જોવા મળી :

આમ તો દરેક ફિલ્મ અભિનેત્રી ઘણા જ વધુ શણગાર સાથે જોવા મળી રહે છે, પરંતુ જયારે વાત ભગવાનની હોય છે તો તેઓ તેમની સામે સાદા અને ટ્રેડીશનલ લુકમાં જ જવાનું પસંદ કરે છે. તે કડીમાં રફુલ પ્રીત સિંહ ટ્રેડીશનલ લુકમાં જોવા મળી. તે દરમિયાન તેમણે સફેદ કુર્તી સાથે પીળો દુપટ્ટો લગાવેલો હતો. જેમાં તે ઘણી વધુ સુંદર લાગી રહી છે. પરંપરઓ મુજબ, તેમણે પોતાના માથા ઉપર દુપટ્ટો ઓઢયો હતો, જેને કારણે જ તેના આ ફોટા ઘણા વધુ વાયરલ થઈ રહ્યા છે.

ચપ્પલ વગર જોવા મળી :

તે દરમિયાન રફુલ પ્રીત સિંહના પગ ઉપર પણ બધાની નજર પડી, તો સૌ તેને જોતા જ રહી ગયા. ખાસ કરીને આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ રફુલ પ્રીત સિંહે પોતાના પગમાં ચપ્પલ પહેર્યા ન હતા, અને તે ગુરુના ધામમાં ચપ્પલ વગર માથું ટેકવા પહોંચી હતી. આ કારણે લોકો તેને પસંદ કરવા લાગ્યા. એવું ઘણું ઓછું જોવા મળે છે, પરંતુ રફુલ પ્રીત સિંહ જમીન સાથે જોડાયેલી અભિનેત્રી માનવામાં આવે છે, જેને કારણે જ તેનામાં પરંપરા ઘણી વધુ જોવા મળે છે.

ફિલ્મના ટ્રેલરને ઘણું પસંદ કરવામાં આવ્યું :

સિદ્ધાર્થ મલ્હોત્રા, રીતેશ દેશમુખ, તારા સુતરીયા અને રફુલ પ્રીત સિંહની ફિલ્મ ‘મરજાવાં’ ૧૫ નવેમ્બરના રોજ પડદા ઉપર રીલીઝ થઇ છે, જેના માટે કલાકારોએ જોરદાર મહેનત કરી હતી. હાલમાં જ મરજાવાંની આખી ટીમ કપિલ શર્માના શો ઉપર પણ આવી હતી, જ્યાં ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે કરવામાં આવ્યું. તે દરમિયાન દરેકને તેની ફિલ્મ મરજાવાં જોવાની અપીલ કરવામાં આવી. આ ફિલ્મ માટે દર્શક પણ ઘણા ઉત્સાહિત છે. અને હોય જ ને, કેમ નહિ, તેમાં રફુલ પ્રીત જેવી સુંદર અભિનેત્રી જો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.