રક્ષાબંધન 2019 : જાણો કયું છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને ઇતિહાસ

0
2802

હુંદુ ધર્મમાં ઘણા તહેવાર આવે છે, અને દરેક તહેવારનું પોતાનું આગવું મહત્વ હોય છે. અને દરેક તહેવારને લોકો ખુબ જ ઉત્સાહથી મનાવે છે. આવો જ એક તહેવાર છે રક્ષાબંધન, જેના વિષે આજે આપણે જાણીશું. રક્ષા બંધન એક એવો તહેવાર છે, જેની રાહ દરેક ભાઈ બહેનને ઘણી આતુરતાથી હોય છે. રક્ષા બંધનનો તહેવાર ભાઈ-બહેનનો પર્વ હોય છે.

આ ખાસ દિવસે બહેન ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની કામના કરે છે. અને ભાઈ બહેનને વચન આપે છે કે, તે તેનું જીવનભર રક્ષણ કરશે. આ તહેવારને મોટાભાગે હિદુ ધર્મના લોકો ઉત્સાહપૂર્વક મનાવે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ વખતે રક્ષાબંધન ક્યારે મનાવવામાં આવશે અને રક્ષાસૂત્ર બાંધવાના શુભ મુહુર્ત ક્યા છે.

રક્ષાબંધનનો તહેવાર આ વખતે ૧૫ ઓગસ્ટના રોજ ગુરુવારના દિવસે મનાવવામાં આવશે. શ્રાવણ મહિનામાં ઘણા લાંબા સમય પછી ૧૫ ઓગસ્ટના દિવસે ચંદ્ર પ્રધાન શ્રાવણ નક્ષત્રમાં સ્વતંત્રતા દિવસ અને રક્ષા બંધનના સંયોગ ઉભા થઇ રહ્યા છે. રક્ષાબંધન ઉપર આ વખતે રાખડી બાંધવાનું ઘણું લાંબુ મુહુર્ત છે. સવારે 5 વાગીને 49 મિનિટથી લઈને સાંજે 6 વાગીને 1 મિનીટ સુધીનું શુભ મુહુર્ત છે.

રક્ષાબંધન પંચાંગ :

રક્ષાબંધન ૨૦૧૯ – ૧૫ ઓગસ્ટ.

રક્ષાબંધન અનુષ્ઠાનનો સમય – ૦૫.૫૩ થી ૧૭.૫૮ (05:53 am થી 5:58 pm).

અપરાહન મુહુર્ત – ૧૩.૪૩ થી ૧૬.૨૦ (1:43 pm થી 4:20 pm).

પુનમ તિથી શરૂઆત – ૧૫.૪૫ (3:45 pm 14 ઓગસ્ટ).

પુનમ તિથી સમાપ્ત – ૧૭.૫૮ (5:58 pm 15 ઓગસ્ટ).

ભદ્રા સમાપ્ત – સૂર્યોદય પહેલા.

રક્ષાબંધનનો ઈતિહાસ :

એક વખત ભગવાન કૃષ્ણએ રાજા શિશુપાલને માર્યો હતો. તે દરમિયાન કૃષ્ણને ડાબા હાથની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. તે જોઇને દ્રૌપદી ઘણી જ દુઃખી થઇ ગઈ અને તેમણે પોતાની સાડીનો ટુકડો ફાડીને કૃષ્ણની આંગળી ઉપર બાંધી દીધો, જેથી લોહી વહેવાનું બંધ થઇ ગયું. ત્યારથી કૃષ્ણએ દ્રૌપદીને પોતાની બહેન માની લીધી હતી.

વર્ષો પછી જયારે પાંડવ દ્રૌપદીને જુગારમાં હારી ગયા હતા અને ભરી સભામાં તેમનું ચીરહરણ થઇ રહ્યું હતું, ત્યારે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવી હતી. ત્યારથી રક્ષાબંધનની શરુઆત થઇ ગઈ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.