જાણી લો રાજકોટની પ્રખ્યાત ચટણી બનાવવાની સરળ રીત, એવી સ્વાદિષ્ટ ચટણી બનશે કે લોકો પ્લેટ સાફ કરી દેશે
નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ સ્પેશિયલ લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે સમયાંતરે અલગ અલગ વાનગીઓ બનાવવાના માટેની રેસિપી લઈને આવતા રહીએ છીએ. અને આજે પણ અમે એક ખાસ રેસિપી લઈને આવ્યા છીએ. એ રેસિપી છે રાજકોટની પ્રખ્યાત ચટણી બનાવવાની રેસિપી.
આ ચટણી વિષે એવું કહેવાય છે કે, જો કોઈ રાજકોટની ચટણીને એકવાર ચાખી લે, તો તેનો સ્વાદ એની જીભ પરથી જતો નથી. રાજકોટમાં જેના સંબંધીઓ કે મિત્રો રહેતા હોય છે, તે લોકો તો રાજકોટથી સ્પેશિયલ આ ચટણી મંગાવી લેતા હોય છે અને ફ્રીઝમાં સ્ટોર કરીને રોજ ખાતા હોય છે. પણ જો તમને એ બનાવતા આવડી જાય, તો પછી રાજકોટ મંગાવાની રાહ નહિ જોવી પડે.
એટલા માટે આજે અમે આ ચટણીની રેસિપી લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે આને તમે એકદમ સહેલાઇથી બનાવી શકો છો. આ ચટણી ખાવાની ખુબ જ મજા આવે છે, અને ખાવા વાળા એની ખુબ પ્રશંસા કરે છે. તો આવો તમને જણાવી દઈએ, રાજકોટની ફેમસ ચટણી બનાવવા માટેની સામગ્રીની યાદી અને એને બનાવવાની રીત.
ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી :
આખા સીંગદાણા : 1 કપ,
લીંબુના ફૂલ : 1/2 ચમચી,
લીલા મરચા (સમારેલા) : 5 નંગ,
હળદર : 1 ચમચી,
મીઠું : 1/4 ચમચી.
ચટણી બનાવવાની રીત :
ચટણી બનાવવા માટે સૌથી પહેલા તો સિંગદાણાને ૪ થી ૫ કલાક માટે પલાળી રાખો. પછી મિક્સરના જગમાં એ પલાળેલા સીંગદાણા, સમારેલા લીલા મરચાં, લીંબુના ફુલ, હળદર અને મીઠું ઉમેરો. ત્યારબાદ મિક્સરમાં એને સારી રીતે પીસી લો. બસ તૈયાર થઇ ગઈ તમારી રાજકોટની પ્રખ્યાત ચટણી. આ ચટણીને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને થોડા દિવસ સુધી રાખી શકો છો. તમે વેફર, ફ્રેન્ચ ફ્રાઈસ, ભજીયા, સમોસા, ચેવડો, થેપલા, રોટલી તથા અન્ય વાનગીઓ સાથે પણ ખાઈ શકો છો.
જાણકારી માટે જણાવી દઈએ કે, આ ચટણીને સુકી જ ૪ થી ૫ મહીના સુધી ફ્રિઝમાં સાચવી શકાય છે. પણ ધ્યાન રહે કે એને પીસતી વખતે એમાં જરા પણ પાણી નાખવાનું નથી. એને સુકી જ વાપરી શકાય છે. અથવા જયારે જેટલી વાપરવી હોય તેટલામાં પાણી કે દહીં ઉમેરીને ગમે ત્યારે વાપરી શકાય છે.
મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.