આમની કંપની દેશ સૌથી મોટી કંપનીઓ માની એક છે છતા પણ સામાન્ય ઇનોવા કારમાં ફરે છે

0
1562

ચાલો આજે જાણીએ 7 fortune 500 કંપનીમાની એક કંપની અને તેના માલિક વિશે જેનું ટર્ન ઓવર છે ૨ લાખ કરોડ. ફોર્ચ્યુન 500 મા દુનિયાની સૌથી મોટી કંપનીઓ આવે છે જેમા ભારત ની ફક્ત ૭ કંપની છે. આમની કંપની ભારત નાં લોકો વર્ષે જેટલું સોનું ખરીદે છે તેનાથી વધુ પ્રોસેસ કરે છે. આ આર્ટીકલ માં જાણો તેમની દંગ કરી દે તેવી વાતો વિષે.

આજે અમે તમને એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો પરિચય ખૂબ જરૂરી છે. તમને ખબર છે આપણા દેશમાં માત્ર 7 ફોર્ચ્યુન 500 કંપની છે જેમાં એક કંપની છે રાજેશ એક્ષપોર્ટ. જો તમે શેયર માર્કેટ માં રોકાણ કરતા હશો તો તમે આ નામ થી પરિચિત હશો. આ કંપનીએ તેના શેર હોલ્ડરસને છેલ્લા પાંચ વર્ષમાં 6 ગણી કમાણી અને છેલ્લા ૨૦ વર્ષમાં ૨૦૦ ગણા પૈસા કમાવી આપ્યા છે અને આજે કુલ ૨ લાખ કરોડનું ટર્ન ઓવર આખા ગ્રુપનું છે.

કોણ છે આ કંપનીના માલિક :દુનિયાનું સૌથી મોટું એક્ષપોર્ટ નું કામ કરતી આ રાજેશ એક્સપોર્ટ કંપનીના માલિક છે રાજેશ મહેતા. તેઓ બેગ્લોર માં રહે છે અને મૂળ ગુજરાત ના છે અને છેલ્લા ૩૦ વર્ષથી તેઓ સોનાના ધંધામાં જોડાયેલા છે.

આ કંપની કયું કામ કરે છે?

આ કંપની માઇનિંગ એટલે કે સોનાનું ખોદકામ થી માંડી ને રિટેલિંગનું બધું જ કામ કરે છે. ખાણ માંથી સોનાને નીકાળવું, તેને પ્રોસેસ કરવું, સરખો આકાર આપવો, પછી તે સોનાને સાફ કરવું, ડિઝાઇન કરવું અને સોનાને તૈયાર કરવું પછી બધા સુધી પહોંચાડવું અને રિટેઇલ સેલ્સ સુધી વેચી દેવાની આખી ચૈન છે અને આ કંપનીનું આ સોનાના ધંધામાં ૨ લાખ કરોડનું આખા ગ્રૂપનું ટર્ન ઓવર છે આટલું જ નહીં આ કંપનીએ યુરોપમાં ૫૦૦ યુરોપિયનોને નોકરીએ રાખ્યા છે.

ભારતની ૭ મોટી કંપનીઓમાની એક છે આ કંપની

છેલ્લા ત્રીસ વર્ષથી રાજેશ મહેતા આ ધંધામાં કામ કરી રહ્યા છે. આ કંપનીનું ૪૦-૫૦ દેશમાં કામ થઈ રહ્યું છે. ફોર્ચ્યુન 500 માં ભારતની ૭ મોટી કંપની છે જેમાં રિલાયન્સ , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ,હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, ટાટા મોટર્સ અને રાજેશ એક્ષપોર્ટ નો સમાવેશ થાય છે.

આમ આ કંપની ભારત ની ૭ મોટી કંપનીઓમાની એક છે.

દુનિયાની સૌથી મોટી સોનાની રિફાઇનરી છે આ માલિકના નામે

દુનિયાની સૌથી મોટી સોનાની રિફાઈનરી સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલી છે જેનું નામ છે વલકામ્બી. આ રિફાઈનરી રાજેશ એક્ષપોર્ટના નામે છે. વલકામ્બી બ્રાન્ડ સોનાની એક કરન્સી છે એનો સિક્કો એવો છે કે એ લાગે એટલે એનુ ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. ઇંગ્લેન્ડ ની બેન્ક પણ આને ટેસ્ટીંગ વિના લઈલે એવી એની શાખ છે. તે દુનિયાની બધી સરકારોને સોનાનો સપ્લાય કરે છે અને બુલિયન બેંકને પણ સોનુ આપે છે.

દુનિયામાં સૌથી સસ્તા સોનાના ઘરેણાં બનાવી રહ્યા છે

હા આ કંપની કોસ્ટ ઈફેક્ટીવ એટલેકે સસ્તા દરે સોનાના ઘરેણાં બનાવી રહી છે. આ વિશે જણાવતા રાજેશ મહેતા કહે છે કે, પહેલા તેઓ બધી વસ્તુ બહારથી ખરીદતા હતા પછી તેમણે એ બધી વસ્તુ જાતે બનાવાનું શરૂ કર્યું અને cost effective administration એવી રીતે કર્યું કે ઓછામાં ઓછો વ્યય કે ખર્ચ કરીને વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકાય તે જોયું અને ઉત્પાદન કર્યું. તેમણે પ્રોડક્ટની પુરી જાણકારી મેળવી આથી તેમને ખ્યાલ આવ્યો કે કેવી રીતે ભાવ ઘટાડી શકાય. હવે તેઓ ભાવ ઘટાડી એ પરિસ્થિતિ પર પહોંચી ગયા છે કે દુનિયાનો કોઈ પણ દેશ તેમની સાથે હરીફાઈ કરી શકે તેમ નથી. ચીન પણ હરીફાઈ કરી શકે તેમ નથી.

દુનિયાની સૌથી વધુ ઘરેણાંની ડિઝાઇન આ કંપની પાસે છે

આ કંપની પાસે ૨૯૦૦ ડિઝાઇનનો એક્ટિવ પોર્ટફોલિયો છે. આ કંપનીએ ૩૦ વર્ષમાં ૧૦ થી ૧૨ લાખ ડિઝાઇન બનાવી છે અને હાલમાં ૨૯૦૦ ડિઝાઇન તેના પોર્ટફોલિયોમાં છે જે વિશ્વમાં સૌથી વધુ ડિઝાઇન ધરાવતો પોર્ટફોલિયો છે.

કરોડોનું ટર્ન ઓવર છતાં સાદગીથી રહે છે આ ગુજરાતી માલિક

આ કંપનીના માલિક રાજેશ મહેતા પોતાના પ્રાઇવેટ પ્લેન કે હેલિકોપ્ટર માં ફરી શકે તેવા સક્ષમ છે જો તે ધારે તો પોતાના હવાઈ જહાજમાં બધે મુસાફરી કરી શકે પણ તેઓ સામાન્ય ટોયોટા ઈનોવા માં ફરે છે અને સાદગી થી રહે છે. આ પાછળ નું કારણ જણાવતા રાજેશ મહેતા કહે છે કે જે સફળતા છે તે કંપનીની સફળતા છે પણ આપણે જમીન સાથે જ જોડાયેલા રહેવું જોઈએ તો જ જીવન જીવવામાં મજા આવે.

આ એકજ કંપની દુનિયાનું સૌથી વધુ સોનુ પ્રોસેસ કરે છે

દુનિયાનું સૌથી વધુ ૩૫% સોનુ આ એક જ કંપની પ્રોસેસ કરે છે. આ કંપનીના ભારત, દુબઇ, સ્વિટ્ઝર્લેન્ડ બધે જ યુનિટ આવેલા છે બધા જ યુનિટે કુલ મળીને ૯૫૦ ટન સોનુ પ્રોસેસ કર્યું છે. આખું ભારત વર્ષે ૯૦૦ ટન સોનુ ખરીદે છે તેના કરતાં વધુ સોનુ આ કંપની પ્રોસેસ કરે છે. આખી દુનિયામાં ૩૫૦૦-૩૬૦૦ ટન સોનુ પ્રોસેસ થાય છે તેમાંથી આશરે ૧૦૦૦ ટન સોનુ આમની કંપની પ્રોસેસ કરે છે.

કેવી રીતે અને કયારે લિસ્ટ ઇન થઈ આ કંપની

૧૯૯૫ માં આ કંપની લિસ્ટ ઇન થઈ ત્યારે તેમણે ૧૦ કરોડ રૂપિયા માર્કેટ માંથી લીધા હતા, ૧૦ રૂપિયાના શેયર આશરે ૫૦ રૂપિયામાં લિસ્ટ કર્યો હતો. આજે એ જ શેર ૩૦૦ ઘણો વધી ગયો છે. જે લોકો એ ૯૫ ની સાલ માં રોકાણ કર્યું હતું અને ૧૦૦ રૂપિયા રોક્યા  હતા તેના અત્યારે ૩ લાખ રૂપિયા થયા છે

શુ છે આ કંપનીનું સપનું?

આ કંપની શુભ જવેલર્સ નામના ૮૦ શો રૂમ દક્ષિણ ભારતમાં ધરાવે છે અને હવે તેઓ આ શુભ જ્વેલર્સ ને દુનિયામાં લઈ જવા જઈ રહ્યા છે. તેઓ ૩૫૦૦ જેટલા શોરૂમ આખા વિશ્વમાં ખોલશે જેમાંથી ૨૦૦૦ જેટલા શો રૂમ ભારતમાં અને બાકીના ૧૫૦૦ જેટલા શો રૂમ બીજા દેશોમાં ખોલશે. તેમનો આ ધ્યેય ૧૦-૧૫ વર્ષમાં પૂરો થઈ જશે.

debt free એટલેકે સંપૂર્ણ દેવા મુક્ત છે આ કંપની

આ કંપનીના માથે એક પણ રૂપિયાનું દેવું નથી. પહેલેથી જ આ કંપનીએ એક પણ રૂપિયો કોઈ પાસે ઉછીનો લીધો નથી. આથી આ કંપની હાલ માં સંપૂર્ણ દેવા મુક્ત છે. તેઓ જ કમાય છે તે જ ધંધામાં રોકાણ કરે છે.