રજાના દિવસોમાં વોટર પાર્કમાં મજા કરવા જાઓ, તે પહેલા જાણી લેજો આ બાબતો, જોજો તમારે પસ્તાવું ના પડે.

0
8174

મિત્રો, જો તમે રજાના દિવસોમાં વોટર પાર્કમાં જઈને મજા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એક વાર એની સાથે જોડાયેલી થોડી માહિતી જરૂર મેળવી લેજો, નહિ તો એવું ન થાય કે તમારે પસ્તાવું પડે. જાણકારી માટે જણાવી દઈએ કે, એક સંશોધન મુજબ ૮ લાખ લીટર પાણીની ક્ષમતા વાળા સ્વીમીંગ પુલમાં ૭૫ લીટર પેશાબનું પ્રમાણ રહેલું હોય છે. અને આ સ્વીમીંગ પુલ ઓલમ્પિક પુલોના ત્રીજા ભાગની સાઈઝ જેટલા હોય છે.

શા માટે સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં ન્હાઈને આવ્યા પછી લાલ થઇ જાય છે આંખો?

જાણકારી માટે જણાવી દઈએ કે, સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં મસ્તી કર્યા પછી હંમેશા તમારી સ્કીન ઉપર ઇન્ફેકશન થઇ જાય છે. તેમજ તમારી આંખ પણ લાલ થઇ જાય છે. અને જો તમારી સાથે આવું થયું છે અને તમે ડોક્ટર પાસે એનો ઈલાજ કરાવી ચુક્યા છો, પણ તમારી તકલીફ દુર થયેલ નથી, તો આ સમાચાર તમારા કામના છે.

કેનેડાના વેજ્ઞાનિકોના આ સંશોધન તમારી આ સમસ્યાનું કારણ જણાવી શકે છે. ખાસ કરીને કેનેડાના અલબર્તા યુનીવર્સીટીના વેજ્ઞાનિકોએ સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં પાણી ઉપરાંત તેમાં રહેલ બીજી બધી વસ્તુ ઉપર સંશોધન કરેલું છે, એ સંશોધનથી જાણવા મળ્યું છે કે, સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં પાણી ઉપરાંત મોટા પ્રમાણમાં પેશાબ પણ રહેલો હોય છે, અને પેશાબ તમારા સ્કીન ઇન્ફેકશનનું કારણ હોઈ શકે છે.

આ સંશોધન કરવાં માટે કેનેડાના વેજ્ઞાનિકોએ, 2 શહેરોમાં આવેલા 31 સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાંથી પાણીના 250 નમુના લીધા. પછી એમણે એની ચકાસણી કરવાની શરુ કરી. અને તેના જે પરિણામ આવ્યા તે જાણીને, તમે આ ગરમીમાં સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં રીલેક્ષ થવા માટેના તમારા વિચાર ઉપર ફરી વખત વિચાર કરવા માટે મજબુર બની શકો છો.

મિત્રો જણાવી દઈએ કે, આ સંશોધન મુજબ ૮ લાખ લીટર પાણીની ક્ષમતા વાળા સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં ૭૫ લીટર પેશાબનું પ્રમાણ રહેલું હોય છે. આ સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં ઓલમ્પિકમાં રહેલ સ્વીમીંગ પુલના ત્રીજા ભાગની સાઈઝના હોય છે. જ્યારે તેનાથી થોડા નાના પુલમાં ૩૦ લીટર સુધી પેશાબનું પ્રમાણ રહેલું હોય છે.

અને આ સત્ય સામે આવ્યા પછી કેનેડાના વેજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં પેશાબનું આ પ્રમાણ પબ્લિક હેલ્થ માટે એક ચિંતાનો વિષય છે. કારણ કે પેશાબ સ્વીમીંગ પુલ કે વોટર પાર્કના પાણીમાં રહેલા બીજા કેમિકલ્સ સાથે પ્રતિક્રિયા કરીને તરવા વાળાની સ્કીન અને આંખોને નુકશાન પહોંચાડી શકે છે.

તેથી હવે પછી જો સ્વીમીંગ પુલ કે વોટર પાર્કથી આવ્યા પછી તમારી આંખો લાલ થઇ જાય, કે પછી સ્કીન ઉપર ઇન્ફેકશન થઇ જાય તો સમજી લો કે જે પુલમાં તમે ન્હાવા જઈ રહેલ છો ત્યાં લોકોએ પેશાબ કર્યો છે. ખાસ કરીને પેશાબમાં રહેલ તત્વ નાઈટ્રોજન ક્લોરીન સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરામાઈન બનાવે છે, અને આ ક્લોરામાઈન તમારી આંખોને લાલ કરી દે છે.

આ માહિતી જાણ્યા પછી તમે સ્વીમીંગ પુલ કે વોટર પાર્કના પાણીને ન્હાતા સમયે મોઢામાં ક્યારે પણ ન લેશો. આ સમયે જો તમે ગરમીમાં તમારો વિચાર સ્વીમીંગ પુલ કે વોટર પાર્કમાં ડૂબકી મારવાનો છે, તો આ વસ્તુની તપાસ પહેલા જરૂર કરી લેવી.