રાજા અને તેના દીકરાઓની પ્રેરક વાર્તા : જીવનમાં સફળ થવા માટે યાદ રાખો આ ત્રણ વાતો

0
1334

એક રાજાને ત્રણ પુત્રો હતા અને રાજા પોતાના દીકરાને ખુબ પ્રેમ કરતા હતા. એક દિવસ રાજા પોતાના ત્રણે પુત્રોને રાજ દરબારમાં બોલાવે છે અને તેને કહે છે કે આપણા રાજ્યમાં માત્ર એક જ જામફળનું ઝાડ છે જે પણ જંગલમાં છે અને અહિયાથી ઘણું દુર છે. મેં મારા જીવનમાં જામફળનું ઝાડ ક્યારેય નથી જોયું. મારી ઈચ્છા છે કે તમે ત્રણે વારા ફરતી ચાર મહિનાના અંતરે આ ઝાડને જોઇને આવો અને પછી મને બતાવો કે ખરેખર જામફળનું ઝાડ કેવું દેખાય છે.

રાજાની વાતને માનીને રાજાના ત્રણે પુત્ર વારા ફરતી ચાર મહિનાના અંતર દરમિયાન જંગલમાં જાય છે અને જામફળના ઝાડને જોઇને આવે છે. જામફળનું ઝાડ જોયા પછી ત્રણે દીકરાઓ રાજાને મળે છે અને રાજાને કહે છે કે પિતાજી અમે ત્રણેએ વારા ફરતી જઈને જામફળનું ઝાડ જોઈ લીધું છે.

રાજા પોતાના દીકરાઓને જામફળના ઝાડનું વર્ણન કરવાનું કહે છે. રજાનો પહેલો પુત્ર કહે છે, ઝાડ તો એકદમ સુકાયેલું હતું. ત્યારે રાજાનો બીજો પુત્ર કહે છે, નહિ ભાઈ ઝાડ સુકાયેલું ન હતું તે લીલુછમ જેવું હતું પરંતુ તેમાં ફળ ન હતા.

તે વાત સાંભળીને રાજાના ત્રીજા પુત્ર કહે છે, ફળ લાગેલા છે તમે બન્નેએ કોઈ ખોટા ઝાડને જોઈ લીધું છે કેમ કે જે ઝાડ હું જોઇને આવ્યો છું તે તો લીલુછમ હતું અને તેની ઉપર ઘણા બધા જામફળ પણ ઉગેલા હતા. રાજાના આ ત્રણે દીકરા પોતાની વાતને ઉંચી રાખવામાં લાગી જાય છે.

ત્યારે રાજાએ ત્રણે દીકરાઓને શાંત કરાવે છે અને કહે છે કે તમે ત્રણેએ ઝાડનું વર્ણન સાચી રીતે જ કર્યું છે. મેં તમને ત્રણેને જુદી જુદી ઋતુમાં જામફળનું ઝાડ જોવા માટે મોકલ્યા હતા અને તમે જે ઝાડનું વર્ણન કરી રહ્યા છો તે ઋતુ મુજબ છે.

વર્ણન કરી રહ્યા છો તે ઋતુ મુજબ છે.

રાજાના ત્રણે પુત્ર તેમને પૂછે છે કે તમે એવું કેમ કર્યું? રાજા પોતાના દીકરાઓને કહે છે કે મારા પછી તમારે જ આ રાજ્ય સંભાળવાનું છે અને હું તમને ત્રણેને જીવનમાં સફળ થવાની સીખ આપવા માગું છું. હવે જે જ્ઞાન આપવા જઈ રહ્યો છું, તમે તેને સારી રીતે યાદ રાખી લો.

રાજા તેમના દીકરાઓને કહે છે.

પહેલું જ્ઞાન – વિષય, વસ્તુ, કે માણસ વિષે પોતાનો અભિપ્રાય બનાવતા પહેલા તેને લાંબા સમય સુધી જાણો.

બીજું જ્ઞાન – જેવી રીતે ઋતુ એક સરખી નથી રહેતી. એવી રીતે માણસના જીવનમાં સમય પણ એક સરખો નથી રહેતો અને જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે. જીવનમાં ખરાબ સમય ક્યારેક ને ક્યારેક આવે છે અને તે પસાર પણ થઇ જાય છે. બસ ધીરજ જાળવી રાખો. પહેલા જામફળનું ઝાડ સુકાઈ જાય છે પરંતુ પછી તેમાં પાંદડા આવે છે પછી ફળ આવે. એવી રીતે જ જીવનમાં તકલીફો આવે છે, થોડા સમય માટે રહે છે અને પછી જતી રહે છે.

ત્રીજું જ્ઞાન – તમે ત્રણે પોતાની વાત ઉપર વળગી રહ્યા અને તેને કારણે જ તમે જામફળના ઝાડનું સારી રીતે વર્ણન ન કરી શક્યા. એટલા માટે જીવનમાં ક્યારે પણ પોતાની વાત ઉપર વળગ્યા ન રહો અને કોઈપણ વસ્તુ વિષે કોઈ નિર્ણય લેતા પહેલા બીજાની સલાહ પણ લો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.