શાલ વેચવાવાળા રાજ કુંદ્રા આવી રીતે બની ગયા કરોડોના માલિક, જાણો તેમના કારોબાર વિષે.

0
271

શિલ્પા શેટ્ટીના પતિ અલગ અલગ બિઝનેસ કરીને બન્યા છે કરોડપતિ, શાલ વેચવાથી કરી હતી સફરની શરૂઆત પછી…

રાજ કુંદ્રાનું નામ આજે ભલે મોટા બિઝનેસમેનની યાદીમાં આવતું હોય, પણ તેમણે પશ્મીના શાલ વેચીને બિઝનેસની શરૂઆત કરી હતી. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમ સોમવારે રાજ કુંદ્રાને પોતાની સાથે લઇ ગઈ હતી. તે પછી શિલ્પા શેટ્ટી પણ સુપર ડાંસર શો પર ગઈ નથી. હાલમાં રાજ કુંદ્રાને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે અને પછી કોર્ટમાં લઈ જવામાં આવશે.

જણાવી દઈએ કે વર્ષ 2009 માં રાજ કુંદ્રાએ પોતાની પહેલી પત્ની કવિતાને છૂટાછેડા આપી દીધા હતા. અને પછી શિલ્પા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેમણે શિલ્પા શેટ્ટીના નામથી એક ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત પણ કરી હતી. રાજ અલગ અલગ પ્રકારના બિઝનેસ કરી ચુક્યા છે અને રોકાણમાં પણ તે કોઈનાથી પાછળ નથી રહેતા.

લંડનમાં થયો હતો જન્મ :

રાજ કુંદ્રાના પિતા લુધિયાણાના રહેવાસી હતા અને તે લંડન શિફ્ટ થઈ ગયા હતા. રાજનો જન્મ લંડનમાં જ થયો છે અને ત્યાં તેમનો ઉછેર થયો છે. જયારે તેમના પિતા લંડન ગયા હતા તો તે ત્યાં બસ કંડકટરનું કામ કરતા હતા અને તેમની માં એક દુકાનમાં કામ કરતી હતી. પછી તેમના પિતાએ નાનકડો બિઝનેસ શરુ કર્યો હતો.

પશ્મીના શાલનો કર્યો બિઝનેસ :

રાજ કુંદ્રા જયારે 18 વર્ષના થયા તો તે દુબઈ જતા રહ્યા અને ત્યાંથી નેપાળ ગયા. પહેલા બિઝનેસના રૂપમાં તેમણે બ્રિટેનના મોટા ફેશન હાઉસમાં પશ્મીના શાલ વેચી. રાજે દુબઈમાં અજેંશિયલ જનરલ ટ્રેડિંગ કંપની સ્થાપિત કરી. જયારે તે કંપની સારી રીતે ચાલવા લાગી તો તેમણે બોલીવુડ ફિલ્મોના પ્રોડક્શનમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.

અક્ષય કુમાર સાથે કામ :

આજથી લગભગ 6 વર્ષ પહેલા રાજ એક હોમ શોપિંગ ચેનલના પ્રમોટર બની ગયા. જેમાં અક્ષય કુમાર પણ તેમની સાથે હતા. ત્યારબાદ તેમણે લાઈવ સ્ટ્રીમિંગ મીડિયા એપ ‘જલ્દી લાઈવ સ્ટ્રીમ એપ’ શરૂ કરી. આ એપથી પ્રમોટર્સના કન્ટેન્ટ લાઈવ સ્ટ્રીમ થતા હતા.

પશ્મીના શાલથી બિઝનેસની શરૂઆત કરવાવાળા રાજ કુંદ્રા પાસે આજે અબજો રૂપિયા છે. સતયુગ ગોલ્ડ, સુપર ફાસ્ટ લીગ અને બૈસિયન હોસ્પિટાલિટી રેસ્ટોરેન્ટ ચેનમાં તેમણે રોકાણ કર્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.