બિહારમાં આકાશમાંથી થયો ‘ચાંદીનો વરસાદ’, નજારો જોઈને લોકો લૂંટવા લાગ્યા

0
610

આમ તો દરેક જગ્યાએ વરસાદ તો થતો રહે છે. પરંતુ અમે કહીએ કે આકાશમાંથી ચાંદીનો વરસાદ થયો છે, તો કદાચ તમને વિશ્વાસ નહિ આવે. હાલના દિવસોમાં બિહારની સીતામઢીના સુરસંડમાં આકાશમાંથી ચાંદીનો વરસાદ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ, લોકો આ ચાંદીને લૂટવા માટે અફરા તફરી મચાવી રહ્યા છે. આમ તો આ સમાચારમાં કેટલું સત્ય છે અને કેટલું નથી, તેના વિષે તો અત્યારે કોઈ વાત નથી કરી શકાતી. પરંતુ લોકો વચ્ચે ચાંદીનો વરસાદ જોવાનો ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બિહારના સીતામઢીના સુરસંડમાં હાલના દિવસોમાં ચાંદીની જ વાત થઇ રહી છે. લોકો ચાંદી લૂટવા માટે રોડ ઉપર નીકળી પડ્યા છે. એટલું જ નહિ વાટકો લઈને પણ લોકો ચાંદી વીણી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, અહિયાં રોડ ઉપર મોટા પ્રમાણમાં ચાંદી છે, જેને કારણે જ લોકો તેને વીણીને ઘરે લઈ જઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે, લોકો એવું કહે છે કે આ ચાંદી સંપૂર્ણ રીતે શુદ્ધ છે, અને તે એકદમ નાના નાના આકારમાં પડી રહેલું જોવા મળી રહ્યું છે. લોકોએ આ આખી ઘટનાની જાણકારી પોલીસને આપી, ત્યાર પછી તેની તપાસ કરવામાં આવી રહી છે.

બિહારના રોડ ઉપર ચાંદી જ ચાંદી :

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર બિહારના રોડ ઉપર હાલના દિવસોમાં ચાંદી જ ચાંદી જોવા મળી રહ્યું છે. ચાંદી એટલું વધુ છે કે, લોકો તેને વીણીને પોતાના ઘરે પણ લઇ જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ક્યાં તો તે આકાશમાંથી પડી રહ્યું છે, અથવા તો પછી કોઈ ચોરે આ ચાંદી ફેંકી દીધું છે. પરંતુ ચોર અહિયાં ચાંદી કેમ ફેંકે? આમ તો આ બાબત ઘણા પ્રકારના પ્રશ્ન ઉભા કરી રહી છે, પરંતુ લોકો ચાંદીને લઈને ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. હાલમાં પોલીસ આ બાબતની તપાસમાં લાગી ગઈ છે.

ચોરીની પણ હોઈ શકે ઘટના :

આમ તો બિહાર સાથે નેપાળ જોડાયેલું છે, તેવામાં ચોરીની બાબતોને પણ નકારી નથી શકાતી. એવું અનુમાન છે કે, ચાંદીની હેરાફેરી થઇ રહી છે અને ચોરી ખુલ્લી પડવાને કારણે રોડ ઉપર ચાંદી ફેંકી દેવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં આ બાબતમાં કાંઈ પણ કહી શકાતું નથી, પરંતુ કોઈ પણ સંભાવનાને નકારી પણ નથી શકાતી. એટલું જ નહિ આવી રીતે કોઈ ગેર કાયદેસર કે પછી દેશ વિરોધી ષડ્યંત્ર પણ હોઈ શકે છે, તેવામાં પોલીસે જાગૃત રહેવાની જરૂર છે.

પોલીસને નથી મળી હજુ સુધી કોઈ માહિતી :

રોડ ઉપર આવી રીતે ચાંદી વેરાયેલું જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત રહી ગઈ. ત્યાર પછી તેણે આ ટુકડીની તપાસ કરવાનું શરુ કરી દીધું. પરંતુ હાલમાં પોલીસના હાથ ખાલી છે. કેમ કે તેમને કોઈ સાબિતી નથી મળી શકી. જેથી ચાંદીના માલિક સુધી પહોંચી શકાય. આ આખી ઘટનાને લઈને બિહારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, તેવામાં વહેલી તકે આ ઘટનામાં પીલીસ કોઈને કોઈ સાબિતી મળી જ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.