આ છે રેલવેના એવા નિયમો, જેની જાણકારી તમને હોવી જ જોઈએ. ટચ કરીને જાણો કયા કયા છે એ નિયમો.

0
1747

તમારા માંથી ઘણા બધા લોકો રેલ્વેમાં મુસાફરી કરતા હશે. અને ન કરતા હોય તો શું ખબર ક્યારેક કરવી પણ પડે. તો એના માટે દરેક ભારતીય નાગરિકને રેલવેના નિયમો વિષે જાણકારી હોવી જોઈએ, જેથી એમને મુસાફરી દરમ્યાન કોઈ તકલીફ ન થાય. તો આવો જાણીએ રેલવેના એવા નિયમો વિષે જેની ખુબ ઓછા લોકોને જાણકારી હોય છે.

મિત્રો જણાવી દઈએ કે, જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો ટીટીઈ (TTE) તમને રાતના 10 વાગ્યા પછી ડિસ્ટર્બ કરી શકશે નહિ. ટીટીઈને સવારે 6 થી રાતના 10 વાગ્યાના વચ્ચે ટિકિટ વેરિફિકેશન કરવું જરૂરી છે. રાતના ઊંઘ્યાં પછી કોઈપણ પેસેન્જરને હેરાન કરવામાં આવતો નથી. અને આ ગાઇડલાઇન રેલવે બોર્ડની જ છે. રેલ્વે બોર્ડ સાઉથર્ન રેલવે માટે થોડા વર્ષ પહેલા આ નિયમ લાગુ કરી ચુક્યું છે.

તમને વેકઅપ કોલ લગાવીને આરામથી ઉંધી શકો છો :

એ વાત સ્વાભાવિક છે કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણા યાત્રીઓને એ વાતની ચિંતા રહેતી હોય છે કે, ઊંઘ આવવા પર એવું ન થાય કે એમનું સ્ટેશન નીકળી જાય. પણ મિત્રો તમે રેલવેની વેકઅપ કોલ ડેસ્ટિનેશન એલર્ટ સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો. તમારે ફક્ત 139 નંબર પર કોલ કરીને વેકઅપ કોલ ડેસ્ટિનેશન એલર્ટને એક્ટિવેટ કરવું પડશે. તમારું રેલવે સ્ટેશન આવવા પર રેલવે ફોન કરીને તમને ઉઠાડી દેશે.

જાણો રેલવેના બીજા નિયમ :

જાણકારી માટે જણાવી દઈએ કે, રેલવેના રીઝર્વેશન ફોર્મમાં દિવ્યાંગો અને થર્ડ જેંડરની ઓળખાણ આપવા માટે કોલમ જોડવામાં આવી છે. દિવ્યાંગ જો એકલો મુસાફરી કરતો હોય તો ફોર્મમાં આ વાતનો ઉલ્લેખ કરી શકે છે. આના સંબંધિત દિવ્યાંગને ટ્રેનમાં લોઅર બર્થ મળશે. જો કોઈ પ્રેગ્નેટ મહિલા છે તો તે પણ રીઝર્વેશન ફોર્મમાં આને ઓપશન પર માર્ક કરી શકે છે. આમાં મહિલાને લોઅર બર્થ મળવું કન્ફર્મ છે.

તેમજ શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પ્રવાસીને ખાવાનું લેવાનો, કે ન લેવાનો વિકલ્પ પણ મળશે. આના પહેલા રેલવેમાં પ્રવાસીએ ખાવાનાં પૈસા ચૂકવવા પડતા હતા.

અન્ય એક નિયમ એ છે કે, ટ્રેનનું રિઝર્વેશન થયા પછી જો ટ્રેન મિસ થઇ જાય છે, તો ટીટી તમારી સીટ આગળના બે સ્ટેશન સુધી બીજા કોઈને આપી શકતો નથી. બે સ્ટેશન પછી આરએસીના યાત્રીને તે સીટ આપી શકાય છે. ટ્રેન ચૂકાઈ ગઈ હોય તો તમે ટીડીઆર ફાઈલ કરી શકો છો. એવામાં બેસ ફેયરના 50 ટકા પાછું મળી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.