જો તમારી રેલ્વે ટીકીટમાં આ કોડ લખ્યો છે તો પાક્કું કંફર્મ થશે તમારી ટીકીટ, જાણો તેના કોડનો અર્થ.

0
179

રેલ્વે રીઝર્વેશન ટીકીટ પરના દરેક કોડનું હોય છે મહત્વ, આ કોડ જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે ટીકીટ કંફર્મ થશે કે નહિ.

ભારતમાં રેલ્વે પરિવહનનું કેન્દ્ર છે. બિઝનેસ ક્લાસથી લઈને મજુરી કરવા વાળા પણ તેમાં પ્રવાસ કરે છે. અને બધા પોત પોતાના બજેટ મુજબ પ્રવાસ માટે ટીકીટનું રીઝર્વેશન કરાવે છે. પ્રવાસ પહેલા ટીકીટ કંફર્મ થઇ જાય તો મજા જ મજા, પણ વેટીંગ રહી ગઈ તો લોકો ચિંતામાં પડી જાય છે.

તમે પણ ક્યારેક ને ક્યારેક તમારા પ્રવાસ પહેલા સ્લીપર, 2એસ અને એસીમાં ટીકીટ બુક કરાવી હશે. પણ ક્યારેય તમે ધ્યાન આપ્યું છે કે, આરએનડબ્લ્યુએલ (RNWL), સીકેડબ્લ્યુએલ (CKWL) નો અર્થ શું છે?

ટ્રેનની રીઝર્વેશન ટીકીટમાં ઘણી બધી માહિતી હોય છે જેને આપણે હંમેશા ધ્યાનબહાર કરી દઈએ છીએ. પણ તે કોડ આપણને જણાવે છે કે આપણી ટીકીટની સ્થિતિ શું છે? તો આવો જાણીએ કે કઈ વેટીંગ ટીકીટની શ્રેણીમાં લખેલા શબ્દનો શું અર્થ થાય છે.

પીએનઆર : તેનો અર્થ થાય છે પેસેન્જર નેમ રેકોર્ડ. તે રીઝર્વેશન ટીકીટની ડાબી બાજુ ઉપર લખેલો હોય છે. તેમાં શરુઆતના એકથી નવ અંક દર્શાવે છે કે ટ્રેન કયા ઝોનની છે. બીજા અંક સંબંધિત સ્ટેશનના છે જે જણાવે છે કે પ્રવાસી ક્યાંથી બોડીંગ કરશે અને તેણે ક્યાં ઉતરવાનું છે. તે ઉપરાંત સીટની સંખ્યા, પ્રવાસીની સંખ્યા, પહોંચવા વાળા સ્ટેશનનું સંપૂર્ણ વિવરણ રેલ્વે પાસે સુરક્ષિત રહે છે.

જીએનડબ્લ્યુએલ : ટીકીટમાં શોર્ટ ફોર્મમાં લખેલા આ શબ્દનો અર્થ થાય છે જનરલ વેટીંગ લીસ્ટ. જયારે કોઈ પ્રવાસી કોઈ સ્ટેશન કે આસપાસના સ્ટેશનથી યાત્રા શરુ કરે છે, ત્યારે વેટીંગ લીસ્ટનો તે સૌથી સામાન્ય કોડ છે. જેનો અર્થ થાય છે કે આવી ટીકીટ વહેલી તકે કંફર્મ થશે.

ટીકયુડબ્લ્યુએલ : વર્ષ 2016 પહેલા તત્કાલ કોટા લીસ્ટને સીકેડબ્લ્યુએલ કોડ તરીકે માનવામાં આવતો હતો, જેને બદલીને હવે ટીકયુડબ્લ્યુએલ કરી દેવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે તત્કાલ કોટાનું વેટીંગ લીસ્ટ. જો કોઈ કંફર્મ ટીકીટ રદ થાય છે તો આવી ટીકીટ વાળાને કંફર્મ સીટ મળવાની પ્રાથમિકતા મળે છે.

આરએસી : તેનો અર્થ થાય છે રીઝર્વેશન અગેંસ્ટ કેંસીલેશન. એટલે પ્રવાસ પહેલા જો ટીકીટ કંફર્મ નથી થઇ તો તે આપોઆપ જ કેન્સલ થઇ જશે અને સંબધિત પ્રવાસીના પૈસા તેના બેંક ખાતામાં આવી જશે.

પીકયુડબ્લ્યુએલ : તેનો અર્થ થાય છે પુલ્ડ કોટા વેટીંગ લીસ્ટ. એટલે નાના સ્ટેશનો માટે જે કંફર્મ સીટનો કોટો જાહેર કરવામાં આવે છે. આ શ્રેણીમાં ટીકીટના કંફર્મ થવા માટે કોઈ પણ સ્ટેશન ઉપર કંફર્મ ટીકીટ જો રદ થાય છે તો પીકયુડબ્લ્યુએલ વાળા પ્રવાસીની ટીકીટ કંફર્મ થઇ જાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(ફોટા પ્રતીકાત્મક છે.)