ભારતીય મૂળના રઘુરામ રાજન બની શકે છે IMF ના નવા ચીફ

0
578

દુનિયામાં કોઈ પણ ખૂણે જાવ ભારતીય દરેક જગ્યાએ જોવા મળે છે. તે પછી કોઈ પ્રતિષ્ઠિત દેશ હોય કે અન્ય કોઇપણ દેશ હોય, દરેક સ્થળે ભારતીય લોકોનો દબદબો જોવા મળે છે. આવા એક આંતરરાષ્ટ્રીય સમાચાર જાણવા મળ્યા છે. એ મુજબ આંતરરાષ્ટ્રીય નાણા વિભાગના IMF ચીફ બનવા જઈ રહ્યા છે એક ભારતીય, જે આપણે સર્વે ભારતવાસીઓએ ગર્વ લેવા જેવી વાત છે. અને લેવો જ જોઈએ. તો આવો આજે અમે તમને એ ભારતીય વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જાણીએ વિગતવાર તે અંગે.

યુરોપ અને અમેરિકાની બહારના વ્યક્તિને IMF ચીફ બનાવવાની માંગણી :

ભારતીય રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ આંતરરાષ્ટ્રીય નાણા વિભાગ (IMF) ના નવા મેનેજીંગ ડાયરેક્ટર બની શકે છે. જો એવું બને છે તો રાજન આ હોદ્દા ઉપર પહોંચવા વાળા પહેલા મૂળ ભારતીય વ્યક્તિ હશે.

આ પણ છે IMF ચીફની હરીફાઈમાં :

રાજન ઉપરાંત બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્નીં ડેવિડ કેમરુન સરકારમાં ચાંસલર રહી ચુકેલા જોર્જ ઓસવાર્ન અને નેધરલેંડના ભૂતપૂર્વ નાણામંત્રી જેરોઇન ડીજસ્સેલબ્સોએમનું નામ પણ આઈએસએફના એમડી પદની હરીફાઈમાં છે. આમ તો આઈએમએફ ચીફની રેસમાં રાજનનું નામ સૌથી આગળ છે.

યુરોપ અને અમેરિકાની બહારના વ્યક્તિને IMF ચીફ બનાવવાની માંગણી :

આ વખતે IMF ચીફ યુરોપ અને અમેરિકાની બહારના વ્યક્તિને બનાવવાની માંગણી થઇ રહી છે. સંડે ટાઈમ્સ સમાચાર પત્રના જણાવ્યા મુજબ બ્રિટનના વિદેશી બાબતોની સમિતિના ચેરમેન ટીમ ટુગેનઢતે અને વિદેશ મંત્રી હંટે એક પત્ર લખીને આ માંગણી કરી.

લેગાર્ડનું રાજીનામું :

IMF ના નિવૃત્ત એમડી ક્રિસ્ટીન લેગાર્ડ ગયા અઠવાડિયે રાજીનામું આપી ચુક્યા છે. તેમનું રાજીનામું ૧૨ સપ્ટેમ્બરથી અમલમાં ગણાશે. તે પહેલા રઘુરામને બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવાની ચર્ચા હતી. પરંતુ રાજને પોતે તેનો અસ્વીકાર કરી દીધો.

ક્યા દેશના લોકોનો IMF ચીફના હોદ્દા ઉપર રહ્યો દબદબો :

૧૯૪૬-૫૧ – બેલ્જીયમ

૧૯૫૧-૫૬ – સ્વીડન

૧૯૬૩-૭૩ – ફ્રાંસ

૧૯૭૩-૭૮ – નેધરલેંડ

૧૯૭૮-૮૭ – ફ્રાંસ

૧૯૮૭-૨૦૦૦ – ફ્રાંસ

૨૦૦૦-૨૦૦૪ – જર્મની

૨૦૦૪-૨૦૦૭ – સ્પેન

૨૦૦૭-૨૦૧૧ – ફ્રાંસ

૨૦૧૧-સપ્ટેમ્બર ૨૦૧૯ – ફ્રાંસ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.