રાધાષ્ટમી : આ શ્રાપના કારણે રાધા પાસે નહોતા આવતા તેમના પતિ, જાણો કોને આપ્યો હતો તે શ્રાપ.

0
1348

હિંદુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતા હોય છે. જે તમારી જુદી જુદી મનોકામનાઓ સાંભળે છે અને તેને પૂરી કરે છે. પરંતુ એક સત્ય એ પણ છે કે જો તમે તમારૂ કર્મ સારું રાખો છો, તો તમારી સાથે બધું પોતાની જાતે ઠીક થઇ જાય છે. આપણે આપણું કર્મ જાતે જ સુધારીએ અને બગાડીએ છીએ.

દરેક દેવી અને દેવાનો જન્મ થાય છે, પરંતુ સામાન્ય રીતે ઉત્સવ માત્ર અમુક મુખ્ય દેવતાઓ અને દેવીના મનાવવામાં આવે છે. અહિયાં અમે તમને રાધાષ્ટમી ઉપર જણાવીશું કે આ શ્રાપને કારણે રાધા પાસે ન આવતા હતા તેના પતિ, તે ઉપરાંત છેવટે કેમ રાધાજીએ પ્રેમ કૃષ્ણ સાથે અને લગ્ન કોઈ બીજા સાથે કર્યા હતા?

આ શ્રાપને કારણે રાધા પાસે ન આવી શક્યા હતા તેમના પતિ

હિંદુ ધર્મમાં સૌથી વધુ ભગવાન વિષ્ણુને પૂજવામાં આવે છે અને તેમના કૃષ્ણાવતાર વિષે તો દરેક જાણે છે. કૃષ્ણજીનો નટખટ અંદાઝ અને તેમની પ્રેમ લીલાઓથી તો આખી દુનિયા પરિચિત છે, પરંતુ જો વાત રાધાજીની આવે છે, તો તે સામે આવે છે કે છેવટે ભગવાન થઈને પણ શ્રીકૃષ્ણજીએ રાધા સાથે લગ્ન કેમ કર્યા ન હતા?

જયારે પણ કૃષ્ણજીનું નામ લેવામાં આવે છે, તો સાથે રાધાકૃષ્ણ લોકો બોલી જ દે છે. જેવો કે તે કોઈ મંત્ર હોય. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુજીનો અવતાર કૃષ્ણ અને લક્ષ્મીજીનો અવતાર રાધા હતા, પરંતુ છતાં પણ એક ન થઇ શક્યા તે પ્રશ્ન દરેક ભક્તના મગજમાં થાય જ છે.

કૃષ્ણજીએ રુખમણી સહીત ૮ લગ્ન કર્યા હતા અને રાધાજીને અયન નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. રાધાના પતિનું વર્ણન બ્રહ્માવેવર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે અને તે વૈદ્વ્યાસ દ્વારા રચિત ૧૮ પુરાણોમાં એક છે. એક પ્રાચીન કથા મુજબ રાધાના પતિ અયન બરસાંના મહા પંડિત ઉગ્રપતના પુત્ર હતા અને ઉગ્રપત રાધાના પિતા વ્રજભાનના સારા મિત્ર હતા.

કોઈ યજ્ઞમાં વૃજભાનને મદદ કરવાને કારણે ઉગ્રપતને તે વરદાન પ્રાપ્ત થયું હતું કે તે જીવનમાં એક વખત વૃજભાન પાસે જે પણ માગશે એ તેને મળી જશે. પોતાના આ વરદાનનો ઉપયોગ કરવા મહાપંડિત ઉગ્રપતે રાધા અને કૃષ્ણના લગ્ન તોડાવીને રાજા વૃજભાજન પાસેથી રાધાનો હાથ પોતાના પુત્ર માટે માગી લીધો હતો અને અયન પણ રાધા સાથે નાનપણથી જ લગ્ન કરવા માગતો હતો.

તેના મનમાં બરસાનાના ભાવી રાજા બનવાની લાલચ પહેલાથી જ હતી આને તે નાનપણથી જ કૃષ્ણજીની ઈર્ષા પણ કરતા હતા. કંસ સાથે મળીને ઘણી વખત તેણે રાધા અને કૃષ્ણને અલગ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાધા અને કૃષ્ણના લગ્ન પણ તે પોતાના પિતા દ્વારા તોડાવી દીધા અને છેલ્લે રાધાના અયન સાથે લગ્ન થઇ ગયા હતા. પરંતુ પ્રશ્ન એ છે કે છેવટે તેના લગ્ન થયા કેમ?

તો તમને જણાવી આપીએ કે પુરાણોમાં તો આ વિષયમાં કોઈ કથા ખાસ કરીને નથી પરંતુ ચર્ચિત ટીવી સીરીયલ રાધાકૃષ્ણ મુજબ અયનને મહાઋષિ દુરવાસાનો શ્રાપ મળ્યો હતો કે તે રાધા રાનીના હાથ લગાવતા જ ભષ્મ બની જાય. ખાસ કરીને અયન અને રાધાના લગ્ન પછી પણ કૃષ્ણને મળતી રહેતી હતી. તેની પ્રેમ લીલાઓથી દુઃખી થઇને અયને પોતાનો પતિ હોવાનો અધિકાર રાની ઉપર દર્શાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.

અયન દગાથી રાધાને એક એવું ફળ ખવરાવવા માંગતા હતા. જેનાથી રાધા પોતાનું સર્વસ્વ તેને આપીને પૂર્ણ રીતે તેની થઇ જાય. પરંતુ તે એવું કરી શકે તે પહેલા ઋષિ દુરવાસાએ અયનને શ્રાપ આપી દીધો હતો કે તે જે નિયતથી રાધાને આ ફળ ખવરાવવા જઈ રહ્યા હતા. તે ક્યારે પૂરું ન થઇ શકે કેમ કે તે જેવી રાધા હાથ લગાવશે તો તે પોતે ભષ્મ થઇ જશે.

તેને કારણે જ લગ્ન પછી પણ તે રાધાના પતિ અયન નામના એક ગોવાળે ભગવાન વિષ્ણુની ઘણી તપસ્યા કરી હતી અને જયારે વિષ્ણુજીએ તેમની પાસે વરદાન માગવાનું કહ્યું તો તેણે લક્ષ્મીજી સાથે લગ્ન કરવાની વાત કહી. પહેલા તો વિષ્ણુજીને ગુસ્સો આવ્યો પરંતુ પાછળથી તેમણે તથાસ્તુ કહીને જણાવ્યું કે દ્વાપર યુગમાં લક્ષ્મીજીનો જન્મ રાધા તરીકે થશે ત્યારે તેના લગ્ન થઇ જશે. પાછળથી તે કારણ બની ગયું હતું રાધા અને કૃષ્ણ ક્યારે એક થઇને પણ એક ન થઇ શક્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.