પાઇપમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, જોયું તો 18 ફૂટનો અજગર નીકળ્યો

0
535

ઓડિશાના ઢેંકનાલમાં તે સમયે સનસની ફેલાઈ ગઈ જયારે એક પાઇપમાંથી એક પછી એક એનાકોંડા જેવા વિશાળકાય અજગર નીકળવા લાગ્યા. પાઇપમાંથી એવા કુલ 6 સાંપ નીકળ્યા. જેને જોઈને આસપાસના લોકો ખુબ ડરી ગયા.

સામાન્ય રીતે શિયાળામાં સાંપ ઓછા નીકળે છે, પણ ઓડિશા તટવર્તી રાજ્ય હોવાને કારણે ત્યાં ઠંડી ઓછી પડે છે. અને જંગલ સતત ઓછા થઈ રહ્યા છે, એ કારણે અજગર જેવા સાંપની રહેણાંક વિસ્તારમાં આવવાની ઘટના સામે આવી છે.

આ વિશાળકાય અજગર ઢેંકનાલમાં ગજમારમાં એક વસ્તીમાં મળ્યા, જ્યાં રહેલી પાઈપલાઈનમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યા હતા. જયારે લોકોને તે અવાજ સાંભળીને કાંઈ સમજ ન પડી, તો તેમણે નજીક જઈને પાઇપની અંદર જોયું. અંદરનું દ્રશ્ય જોઈને તેમની હાલત ખરાબ થઈ ગઈ.

ત્યાં એક બે નહિ પણ 6 અજગર હાજર હતા, જેને જોઈને લોકો ખરાબ રીતે ડરી ગયા. તેના તરત પછી ગામના લોકોએ વન વિભાગને તેની જાણકારી આપી.

સાંપોના રેસ્ક્યુ માટે આવેલ વિભાગની ટીમના સભ્ય શેખ લાલુએ જણાવ્યું કે, બધા સાંપોને ત્યાંથી કાઢીને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ત્યાંથી મળેલા 6 અજગરોમાંથી એકની લંબાઈ તો 18 ફૂટ કરતા વધારે હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.