ઘરમાં લગાવી દો આ ફોટો, જોત જોતામાં બદલાઇ જશે નશીબ, જાણો વધુ વિગત

0
2249

આજના આધુનિક યુગમાં લોકો પોતાના ઘરમાં અનેક પ્રકારના સુશોભન કરતા જોવા મળે છે. એના માટે લોકો કુદરતી દ્રશ્યો, જાનવરો પક્ષીઓ જેવા ઘણા ચિત્રો અને ફોટાઓ લગાવતા હોય છે. પરંતુ મોટાભાગના લોકોને ઘરમાં કેવા ફોટા કે ચિત્રો વગેરે લગાવવા જોઈએ તેની સાચી જાણકારી હોતી નથી.

પોતાના ઘરને શણગારવા માટે દરેક કાંઈને કાંઈ કરે છે. કોઈ પેન્ટિંગ બનાવરાવે છે, કોઈ ઝાડ-છોડ લગાવે છે તો કોઈ ચિત્રો લગાવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા ઘરની સુંદરતા વધારતી ચિત્રો કે ફોટાઓ તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે?

જો તમે વાસ્તુશાસ્ત્રના હિસાબથી ઘરમાં ફોટા લગાવશો તો સકારાત્મક ઉર્જા મળશે અને ઘરમાં ખુશી આવશે. માનસાર અને વાસ્તુ મંડન ગ્રંથમાં વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરને શણગારવામાં સારા ફોટાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ ઘરમાં કેવા પ્રકારના ફોટા લગાવવા જોઈએ.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દેવી-દેવતાઓના ફોટા લગાવવાથી તમામ મુશ્કેલીઓ દુર થાય છે, અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. તે ઉપરાંત કુટુંબના ફોટા કે બીજા ફોટા ઘરમાં જરૂર લગાવવા જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. અને ઘરમાં સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે.

ઘરમાં દરિયા કાંઠે દોડતા 7 ઘોડાનું ચિત્ર લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. તે ઉપરાંત ઘરના બેઠક રૂમમાં હંસનું મોટું ચિત્ર લગાવવું જોઈએ. તેનાથી ઘરમાં પૈસાની કમી નહિ આવે. ડુંગર કે ઉડતા પક્ષીના ચિત્ર પણ લગાવી શકાય. રસોડામાં ફળો અને શાકભાજીના ચિત્ર લગાવવાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે.

ઘરમાં સિંહ, વાઘ, વાંદરો, સાંપ, ગીધ, કાગડો, ચામાચીડિયા, રીંછ, શિયાળ કે મગર જેવા હિંસક જાનવરોના ફોટા લગાવવાથી કુટુંબના લોકોનું વર્તન પણ હિંસક બની જાય છે. તે ઉપરાંત મહાભારત કે કોઈ યુદ્ધના ફોટા લગાવવાથી કુટુંબના લોકોમાં મતભેદ વધવાની શક્યતા ઉભી થાય છે.

ઘરમાં કોઈ પણ સમાધી કે મકબરાનો ફોટો લગાવવાથી મનમાં નકારાત્મક લાગણી આવવા લાગે છે. જેથી આત્મબળ નબળું થવા લાગે છે. સાથે જ વહેતા પાણી, ઝરણા કે પછી ફુવારાના ફોટા લગાવવાથી ધનનો ખોટો ખર્ચ થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.