માણસને ખરાબ ટેવો તરફ ધકેલે છે કુંડળીમાં બેઠેલા કેતુ, આ ઉપાય કેતુના પ્રકોપથી બચાવશે.

0
556

જેમની કુંડળીમાં કેતુ દોષ હોય છે, તેમના અંદર ખરાબ આદતો વધે છે, જાણો બચવાના ઉપાય

જો કુંડળીમાં રાહુ ઉપરાંત કેતુ દોષ લાગી જાય તો જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લોકો ઘણી ખરાબ ટેવોનો ભોગ બની જાય છે. એટલું જ નહિ રાહુ અને કેતુની ખરાબ દશામાં હોવાને કારણે કાલસર્પ દોષનો પણ સામનો કરવો પડે છે.

જો લોકોની કુંડળીમાં કેતુ મહાદશામાં છે, તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેતુનો સ્વભાવ ક્રૂર હોય છે જેથી તે તર્ક, બુદ્ધી, જ્ઞાન, વૈરાગ્ય, વીક્ષોભ અને બીજા માનસિક ગુણોના કારક માનવામાં આવે છે. તેથી જાણો કેતુના દોષ માંથી મુક્ત થવાના ઉપાય, સાથે જ જાણો તેના લક્ષણ.

કેતુના પ્રકોપના લક્ષણ

જો તમારી કુંડળીમાં કેતુ ગ્રહ ખરાબ સ્થિતિમાં છે, તો તમારે આ સંકેતોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. તેની સૌથી વધુ અસર આરોગ્ય ઉપર પડે છે.

ચામડીના રોગની સંભાવના

સાંધામાં દુઃખાવો

શરીરની નસોમાં નબળાઈ આવવી

સાંભળવાની ક્ષમતા ઉપર અસર પડવી

હંમેશા ખાંસીની સમસ્યા રહેવી

ખરાબ ટેવો પડવી

સંતાન પ્રાપ્તિના અડચણ ઉભી થવી

ગરદનના હાડકામાં કોઈને કોઈ પ્રકારની સમસ્યા ઉભી થવી

પથરીની સમસ્યા

સંતાનને કોઈને કોઈ રીતે તકલીફ પડવી

કેતુ શાંત કરવાના ઉપાયો

કેતુ દોષ માંથી છુટકારો મેળવવા માટે દરરોજ આ મંત્રના 108 વખત જાપ કરવા જોઈએ – ओम स्त्रां स्त्रीं स्त्रौं स: केतवे नम:

કેતુ ગ્રહને શાંત કરવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો.

શનિવારના દિવસે એક લોટા પાણીમાં થોડી એવી કુષા અને દુર્વા રાખીને પીપળાના થડમાં અર્પણ કરો.

કેતુનો પ્રકોપ ઓછો કરવા માટે ભગવાન હનુમાન, ગણેશજી અને માં દુર્ગાની પૂજા કરો.

રવિવારના દિવસે કન્યાઓને ગળ્યું દહીં અને હલવો ખવરાવો.

વદ પખવાડિયામાં રાંધેલા ચોખામાં થોડું એવું દહીં, કાળા તલ ભેળવીને એક દોણીમાં ભરી લો અને તેને પીપળાના ઝાડ નીચે મૂકી કો અને કેતુને શાંત થવાની પ્રાર્થના કરો.

તેરશ તિથીના રોજ કેતુ સંબંધી વ્રત રાખી શકો છો.

કેતુને શાંત કરવા માટે તમે લહસુનીયા રત્ન ધારણ કરી શકો છો.

કેતુ ગ્રહને શાંત કરવા માટે અડદ, ગરમ કપડા, લોખંડ, છત્રી, કામળો વગેરેનું દાન કરો.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતું.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.