આપણા પૂર્વજોની શોધ છે ખાટલા, જાણો એનું વિજ્ઞાન, ખાટલામાં સુવાનાં સ્વાસ્થ્ય લાભ જરૂર વાંચજો

0
27915

મિત્રો આપણે જે ખાટલાને જુના જમાનાનો કહીને વાપરવાનો બંધ કરી દીધો છે, અને ઘણાએ તો જુનો ખાટલો વેચી પણ દીધો છે. પણ એ ખાટલો હકીકતમાં ઘણો ઉપયોગી છે. ઓસ્ટ્રેલીયામાં ડેનિયલ નામનો ત્યાંનો માણસ એક પેમ્પલેટ છપાવીને ભારતીય ટ્રેડીશનલ બેડ ત્યાના ૯૯૦ ડોલર એટલે કે આપણા ૬૨ હજાર રૂપિયામાં વેચે છે. અને આપણે OLX માં મૂકીને આપણા ઘર માંથી એને વિદાય આપીએ છીએ. પણ એકવાર ખાટલાનાં સ્વાસ્થ્ય લાભ પર આ લેખ જરૂર વાંચજો.

આધુનકતાના વિકાસની ભેટ ફક્ત જીવ જંતુઓ, કેટલાય પ્રકારની વનસ્પતિઓ અને પર્યાવરણને જ નથી ચડી. પણ આપણને નિરોગી રાખતો કેટલોય સામાન પણ ભેટ ચડી ગયો છે. અને એમાં જ એક છે મહાન ભારતીય ખોજ ખાટલો.

ખાટલા સાથે જોડાયેલ કેટલાય કિસ્સા, વાર્તા, લોકગીતો હશે જે અંગ્રેજી ભણેલા લોકોની કલ્પનામાં પણ નહિ આવે.
ખાટલો સુવા માટે સર્વોત્તમ શોધ છે જે આપણા પૂર્વજોની શોધ હતી. પરાજિત દેશોની સભ્યતા પણ વિજેતા દેશોની દરેક સારી ખરાબ વસ્તુઓની નકલ કરે છે.

શું આપણા પૂર્વજોને લાકડું કાપતા ચીરતાં નહોતું આવડતું? ડબલ બેડ શું છે? ડબલ બેડ બનાવવો કોઈ રોકેટ સાયન્સ છે? લાકડાના ચાર પાટિયા પાર ચાર ખીલી જ લગાવવાની છે. આ બધું તો એમને ખબર હતી પણ ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ ખુબ જ માઈન્ડ અને શારીરિક મુશ્કેલ કામ છે.

આ ખાટલાને આપણે સૌ જાણીયે છીએ બસ હવે એને બહુ ઓછા લોકો ઘરમાં રાખે છે. જ્યારે આપણે સુઈ જઈએ ત્યારે લોહીનો પ્રવાહ માથા કે પગના બદલે લોહી પેટ તરફ વધુ જવું જોઈએ કારણ કે પેટમાં પાચન ક્રિયા આપળે સુતા હોય ત્યારે  પણ ચાલુ હોય છે. એટલે કે સૂતી વખતે પણ આપણને સ્વાસ્થ્ય લાભ પહોંચાડે તો એ એકમાત્ર ખાટલો જ છે.

આ દુનિયામાં જેટલી પણ મન ગમતી આરામ ખુરશીઓ જોઈ લો તેમાં પણ ખાટલાની જેમ જ માથું અને પગ બન્નેને ઉપર અને પેટને નીચે રાખતા જોવા મળશે. ખાટલા ઉર સુવા વાળાને કમરનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો પણ નથી થતો. ખાટલાના પાયા તે મુજબ બનાવવામાં આવે છે કે તેની ઉપર કીડીઓ કે સાંપ, વીંછી કે અન્ય ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે.

પણ આજે તો દરેક ઘરમાં ડબલ બેડ ઘુસી ગયા છે ને તે પણ ઘણી બીમારીઓનું ઘર છે. તમે તો અનુભવ્યું જ હશે કે ડબલ બેડની નીચે દિવસે પણ અંધારું રહે છે. અને ત્યાં સાફ સફાઈ પણ સારી રીતે નથી થઇ શકતી. હવે પહેલા કરતા ઘણી વધુ બીમારીઓ થાય છે કેમ કે આજકાલ તાપમાન કે હવામાં ભેજની માત્રા કોઈ પણ જીવ જંતુ માટે જીવવા સારી સ્થિતિ ઉભી કરી દે છે અને ડબલ બેડની નીચેના અંધારું તેને વધુ સારી સુવિધા આપે છે.

જયારે પણ આપણે સવારે ઉઠ્યા પછી આપણો ખાટલો ઉભો કરી દેતા હોઈએ છીએ. અને પથારી પણ વાળીને મૂકી દઈએ છીએ. અને ખાટલાની જગ્યાએ સૂર્ય પ્રકાશ કે કુદરતી પ્રકાશ પડ્યા કરે છે, જે આખા વિશ્વનો સર્વોત્તમ અને સૌથી સસ્તો વિષાણું નાશક છે, સાથે ત્યાં બુહારી પણ સારી રીતે નીકળી જાય છે. ખાટલાનો દીકરો ખાટલીની વાત કરવી પણ જરૂરી છે, કેમકે બાળકો કે ઘરડાની તો આ હળવી ફૂલ જેવી ખાટલી હોય છે. જ્યાં મરજી ત્યાં ઉપાડી અને જ્યાં મરજી ત્યાં ઢાળી દીધી.

ખાટલો, ખાટલી, પીઢ, ડરી કે બિસ્તરોથી જોડાયેલ એક ખુબ જ મોટું સ્વાસ્થ્ય વર્ધક સ્વદેશી ધંધો હતો. સુદ્ધ ઇકો ફ્રેન્ડલી જો કે તે હવે પોતાનો અંતિમ શ્વાસ લઇ રહ્યા છે. પાયા, બાહી, વાણ વટીનો ખાટલો ભરવા અલગ અલગ પ્રકારની દોરી બનાવવાથી કેટલા બધાને રોજગાર મળતો હતો.

અને જયારે ભરેલો ખાટલાની દોરી ઢીલી થઇ જાય છે તો તેને ખેંચતી વખતે કસરત થાય છે, તે ઘણા બધા યોગાસન કરવાથી થાય એટલી આ દોરી ભરવાથી થઇ જાય છે. એટલે કે યોગાસન કરવો પણ આપણી જરૂરિયાત સાથે જોડી દીધો છે તેથી આપણે બીમાર થઈએ જ નહિ. બહિ ઉપર પગ રાખીને એકદમથી જોર લગાડવું પડે છે જેનાથી આપણું પેટ અને હાથ પગની માસપેશીઓની પુરેપૂરી કસરત થઇ જતી હતી.

અમારું કહેવું એ છે કે, શું આ સ્વાસ્થ્ય વર્ધક, ઇકો ફ્રેન્ડલી ધંધો આપણા પાઠ્યપુસ્તકનો ભાગ ન બની શકે?? શું તેને ચલાવવા માટે ઠેક ઠેકાણે સ્પર્ધાઓ સરકાર અને સમાજ દ્વારા ન કરાવવી જોઈએ?? અંતમાં એટલું જ કહેવા માંગીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે આપણે પણ માં ખાટલો અને દોરી ફરી વખત લઇ આવીએ. કેમ કે પહેલું સુખ તે જાતે નર્યા… હજાર બે હજારનો ખટલો ખરીદીને તમે હજારો રૂપિયાની દવાનો ખર્ચ અને સેકડો રૂપિયા ડોક્ટરોની ફી થી બચી શકો છો. અને ખુબ સારી ઊંઘનું સુખ મેળવી શકશો. ઘણા એવા વડીલો છે જેમને આજે પણ ખાટલા સિવાય બીજે મોઘા ડબલ બેડ પર સારી ઊંઘ નથી આવતી.

જે પણ ભારતીય વેજ્ઞાનિક ભાઈ ખાટલા બનાવવા, ભરાવવો હોય તે મને મળવા આવો રવિવાર વેદિક ભવન રોહતક માં સંપર્ક કરો જેથી આપને આપના સ્તર ઉપર આ દુનિયાને સર્વશ્રેષ્ટ વિજ્ઞાનને પ્રચારિત પ્રસારિત કરીને, તેનો વેપાર કરીને દુનિયાને સુવાનું સૌથી સારું સાધન ઉપલબદ્ધ કરાવી શકીએ.

ડો. શિવદર્શન મલિક, વૈદિક ભવન, રોહતક, 9812054982 (એમના લેખનો ગુજરાતી અનુવાદ ગુજ્જુ ફેન ક્લબ, અને ગુજરાતી મસ્તી ફેશ્બુક પેજ દ્વારા).

આવી જ બીજી ઘણી બધી સ્વાસ્થ્ય વર્ધક જાણકારિઓ માટે અમારા પેજને જરૂર લાઈક કરજો.