પુરુષોના આ અંગને જોઈને ચુડેલ પણ ભાગી જાય છે, અને ફરી કયારેય પાછી નથી આવતી

0
2360

આજકાલ લોકોના પહેરવેશમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અને છોકરીઓ હવે છોકરાઓ જેવા કપડાં પહેરવા લાગી છે. પણ એવામાં જો તમને કોઈ પુરુષ જોવા મળે જેણે મહિલાઓના કપડાં પહેરેલા હોય, તો તમારા મગજમાં સૌથી પહેલા એ જ પ્રશ્ન આવે છે કે આ શું ગાંડપણ છે? પણ હકીકતમાં એવું થઈ રહ્યું છે.

અને આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમને મહિલાઓના કપડાં પહેરેલા ઘણા બધા પુરુષો જોવા મળી જશે. અને એ કોઈ નાટક માટે નહિ કે ન કોઈ જાતના મનોરંજન માટે. તેઓ ડરને લીધે એવું કરે છે. આવો તમને જણાવીએ કે ક્યાં છે એવા લોકો, અને શું છે એની પાછળનું કારણ.

હકીકતમાં થાઈલેન્ડના નાખોન ફેનમ પ્રદેશના એક ગામમાં આવા દૃશ્ય જોવા મળે છે. અને અહી આવા દ્રશ્ય દેખાવા ઘણી સામાન્ય વાત છે. અહી પુરુષો મહિલાઓના કપડાં પહેરે છે. જણાવી દઈએ કે એની પાછળ એક ડર અને મજબૂરી છે જે ઘણી રોચક છે. જાણકારી અનુસાર આ ગામના લોકો એક વિધવાના ભૂતથી ડરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે અહીના લોકોનું માનવું છે કે, મહિલાઓના કપડાં પહેરવાથી એમને એ ભૂતથી કોઈ ભય નથી. એ કારણે આ લોકો મહિલાઓના કપડાં પહેરીને રહે છે. ત્યાંના સ્થાનિક લોકોના કહેવા અનુસાર છેલ્લા થોડા દિવસોમાં એક જ રીતે લગભગ 5 લોકોનું મૃત્યુ થયું હતું. જેનાથી તેઓ ગભરાયેલા છે અને આવી રીતે મહિલાઓના કપડા પહેરીને ફરી રહ્યા છે.

અને અહીના લોકો આ રીતે 5 લોકોનું મૃત્યુ પાછળનું કારણ એક વિધવા મહિલાના ભૂતને માની રહ્યા છે. અને એ ભૂત ફક્ત પુરુષોને જ પોતાનો શિકાર બનાવી રહી છે. ત્યાની સ્થાનિક મહિલાઓનું માનવું છે, કે જો પુરુષોને મહિલાઓના કપડાં પહેરાવી દેવામાં આવે તો એમના પર એ ભૂત હુમલો નથી કરતો. અને ત્યારબાદ બધા પુરુષો એવું કરવા લાગ્યા.

તેમજ એ ભૂતને ઘરમાંથી ભગાડવા માટે ત્યાની મહિલાઓએ પોતાના ઘરની બહાર ચાડિયો પણ મુક્યો છે. એટલું જ નહિ ઘરની મહિલાઓએ ચાડિયાનું એક ગુપ્તાંગ બનાવ્યું છે. જેની લંબાઈ લગભગ 80 સેન્ટિમીટર છે. લોકોનું કહેવું છે કે ચાડિયો મુક્યા પછી ગામમાં કોઈનું મૃત્યુ નથી થયું. એટલે એનું ગુપ્તાંગ જોઈએ એ ભૂત ભાગી જાય છે એવું ત્યાના લોકોનું માનવું છે. હકીકત શું છે એ તો સાબિત થયું નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પંજાબ કેસરી ન્યુઝ ટ્રેક લાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.