6 પગ વાળા આ ડોગીને જોઈને ડોક્ટર પણ થઇ ગયા ચકિત, દુનિયાનો પહેલો તેવો કેસ

0
108

સંપૂર્ણ રીતે સ્વસ્થ જન્મ્યું 6 પગ વાળું આ પપી, જાણો ડોકટરોનું શું કહેવું છે. અમેરિકાના ઓલ્કાહોમા રાજ્યમાં એક એવી કુતરીએ જન્મ લીધો છે, જેને જોઈને ડોક્ટર પણ ચકિત રહી ગયા છે. અહીંની એક એનિમલ હોસ્પિટલમાં જન્મેલી કુતરીના 6 પગ છે.

ડોક્ટરોનું કહેવું છે કે, આ કદાચ એવો પહેલો કેસ છે જયારે 6 પગ વાળું કૂતરાનું બચ્ચું જીવતું અને સ્વસ્થ છે. ઓલ્કાહોમા સીટી (ઓલ્કાહોમા રાજ્યમાં) માં આવેલી નીલ વેટેરિનરી હોસ્પિટલે કહ્યું કે, સ્કિપર ‘Skipper’ નામની આ કુતરીનું એક જ માથું છે અને એક જ ચેસ્ટ કેવિટી છે, પણ તેના કુલ મળીને 6 પગ, પેટની નીચેના 2 ભાગ અને 2 જનનાંગ પણ છે.

સંપૂર્ણ રીતે સ્વસ્થ છે કૂતરી : હોસ્પિટલનું કહેવું છે કે, આ કદાચ આ પ્રકારનો પહેલો કેસ છે, જ્યાં 6 પગવાળું કૂતરું જન્મ લીધાના અઠવાડિયા પછી પણ જીવતું છે. જાણકારી અનુસાર, એકાદ નાની-મોટી સમસ્યાને છોડી દેવામાં આવે, તો આ કુતરીના બધા અંગ સારી રીતે કામ કરી રહ્યા છે અને તે સ્વસ્થ છે.

એક ફેસબુક પોસ્ટમાં હોસ્પિટલે લખ્યું, સ્કિપરના બધા પગ એક સામાન્ય કુતરાની જેમ જ કામ કરી રહ્યા છે, અને એવી જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવી શક્યતા છે કે, જેમ જેમ આ કૂતરી મોટી થશે તેને હરવા ફરવા માટે ફિઝિકલ થેરેપી અને મદદની જરૂર પડશે.

અમે તેની સ્થિતિ પર નજર રાખીશું : હોસ્પિટલે કહ્યું કે, કૂતરાનું બચ્ચું ઘણું મજબૂત છે, અને હાલમાં તે પોતાના માલિકના ઘરે સારી સ્થિતિમાં છે. હોસ્પિટલે ફેસબુક પોસ્ટમાં આગળ કહ્યું, અમે તેની સ્થિતિ પર સતત અભ્યાસ કરતા રહીશું. અમે તેના વિકાસ પર પણ નજર રાખીશું, અને તે સુનિશ્ચિત કરીશું કે તેનું આગળનું આખું જીવન આરામથી પસાર થાય. હોસ્પિટલ તફરથી આપવામાં આવેલી જાણકારીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, પોતાના જન્મના એક અઠવાડિયા પછી સ્કિપરની સ્થિતિ ઘણી સારી છે અને તે આરામથી હલી શકે છે

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.