ઘરે બનાવાતા પંજાબી શાકનો હોટલ જેવો સ્વાદ લાવવા માટે આ રીતે બનાવો યલો ગ્રેવી, જાણી એની રેસિપી

0
8366

ઘરે પંજાબી શાક બનાવવું છે પણ હોટલ જેવો સ્વાદ નથી આવતો, તો તેના માટે આ રીતે બનાવો યલો ગ્રેવી, જાણી એની રેસિપી.

નમસ્કાર મિત્રો, અમારા રસોઈ વિશેષ લેખમાં તમારું સ્વાગત છે. તમને બધાને અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાવાનો શોખ હશે. પણ ઘણા લોકોને બીજા રાજ્યની પ્રખ્યાત વાનગીઓ બનાવતા ફાવતું નથી હોતું. એટલે અમે તમારા માટે એની રેસિપીઓ લઈને આવતા રહીએ છે. અને આજે અમે પંજાબી શાકની ગ્રેવીની રેસિપી લઈને આવ્યા છીએ.

ઘણા બધા લોકો પંજાબી શાક ઘરે જ બનાવતા હોય છે, પણ અમુક લોકોથી એનો સ્વાદ હોટેલ જેવો બની શકતો નથી. તો એમના માટે અમે ખાસ આ રેસિપી લઈને આવ્યા છીએ. તો હવે તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. નીચે જણાવેલી રીતે તમે પંજાબી શાક માટે યલો ગ્રેવી બનાવી એમાં શાક તૈયાર કરો તો તમારી સમસ્યાનું સમાધાન થઇ જશે. જો તમે આ સ્ટાઈલથી ગ્રેવી બનાવશો તો હોટેલ જેવો જ એનો ટેસ્ટ આવશે.

પંજાબી શાકની ગ્રેવી બનાવવા માટે જરૂરી સામગ્રી :

બટર : બે ચમચી,

સમારેલા ટામેટાં : બે નંગ,

તેલ : એક ચમચી,

સમારેલી ડુંગળી : એક નંગ,

તમાલપત્રના પાન : બે નંગ,

સુકા લાલ મરચાં : બે નંગ,

લવિંગ : ત્રણ નંગ,

ધાણાજીરું પાઉડર : એક ચમચી,

તજના ટુકડાં : બે નંગ,

આદુ-મરચાની પેસ્ટ : એક ચમચી,

લાલ મરચું પાઉડર : એક ચમચી,

સુકા ધાણા પાઉડર: એક ચમચી,

મીઠું : સ્વાદ અનુસાર.

પંજાબી શાકની ગ્રેવી બનાવવાની રીત :

પંજાબી શાકની ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા એક પેન લઇ એને ગેસ પર ગરમ કરવા મુકો. એ પેન ગરમ થાય એટલે તેમાં બટર અને તેલ ઉમેરી ગરમ થવા દો. પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં તમાલપત્રના પાન, તજના ટુકડાં, લવિંગ અને સુકા લાલ મરચાં ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી એને ચડવા દો. ત્યારબાદ તેમાં આદુ અને મરચાંની પેસ્ટ, સુકા ધાણાં પાઉડર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ડુંગળી ચડી જાય એટલે તેમા ટામેટાં મિક્સ કરી ચડવા દો. તેમાંથી બટર છુટુ પડવા લાગે એટલે ગેસ બંધ કરી દો, અને મિશ્રણને ઠંડુ થવા દો.

તમારું મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી તમાલપત્રના પાન, તજના ટુકડાં, લવિંગ અને સુકા લાલ મરચાં બહાર કાઢી લો. પછી એ મિશ્રણને મિક્સરના જારમાં ભરી એની બારીક પેસ્ટ બનાવી લો. પેસ્ટ બની જાય એટલે તેને ચારણીથી ગાળી લો. તો આ રીતે તૈયાર જશે તમારી યલો ગ્રેવી. હવે શાક બનાવવા માટે એક પેનમાં તેલ અને બટર લઈ એને ગરમ કરો. પછી એમાં તમે તૈયાર કરેલી યલો ગ્રેવી ઉમેરી થોડી વાર ચડવા દો.

ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં તળેલા પનીરના ટુકડાં ઉમેરો અને એને ચડવા દો. આ રીતે તમારું પનીર બટર મસાલા શાક પણ તૈયાર થઇ જશે. તમે તેને કસૂરી મેથી અને ક્રીમથી ગાર્નિશ કરી પરાઠાં સાથે સર્વ કરો. આ રીતથી શાક બનાવવાથી એકદમ હોટેલ જેવો સ્વાદ આવશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.