લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

0
338

પંજાબમાં રોજગાર છીનવાયો તો 3573 મહિલાઓએ માસ્ક સીવીને 25 લાખ રૂપિયા કમાણી કરી, ઝારખંડમાં પીપીઈ કીટ બનાવી રહી છે મહિલાઓ

કોરોના મહામારીએ એક તરફ દુનિયાને સંકટમાં મૂકી દીધી છે, તો બીજી તરફ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં લોકોએ તેને અવસરના રૂપમાં ફેરવવાનું શરુ કરી દીધું. પંજાબમાં 3573 મહિલાઓએ કોરોના કાળમાં માસ્ક બનાવીને અત્યાર સુધી 25.15 લાખ રૂપિયા કમાણી કરી છે, તેમજ ઝારખંડમાં પતિઓની નોકરી છૂટી ગયા પછી મહિલાઓ પીપીઈ કીટ બનાવીને પૈસા કમાઈ રહી છે.

લોકડાઉનમાં લોકોની મદદ કરવા માટે પંજાબમાં 647 સેલ્ફ હેલ્પ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યા છે. આ સમૂહોની 3573 ગ્રામીણ મહિલાઓએ બે મહિનામાં માસ્ક બનાવીને 25,15,333 રૂપિયા કમાણી કરી છે. પંજાબના બઠીંડા જિલ્લામાં પણ સમૂહની 198 મહિલા સભ્ય છે, જેમણે 3,17,160 રૂપિયા કમાણી કરી છે.

1 માસ્ક બનાવવાના 5 રૂપિયા મળે છે :

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત પંજાબ સ્ટેટ રુરલ લિવલીહુડ મિશન અંતર્ગત આ કામ કરવામાં આવ્યું છે. તેમાં ગામની એવી મહિલાઓને શામેલ કરવામાં આવી છે, જે સિલાઈ કામ જાણે છે. તેમને કાચો માલ આપીને માસ્ક બનાવડાવવામાં આવે છે. તેમને એક માસ્ક બનાવવાના 5 રૂપિયા આપવામાં આવે છે. બજારમાં માસ્ક વેચવાની સાથે જ તેમણે પોલીસને 6000, માર્કેટ બોર્ડને 12,100, મનરેગાને 10,000, પીએસપીસીએલને 1600 અને એસબીઆઈને 1500 માસ્ક આપ્યા છે.

પતિઓની નોકરી છૂટી તો પત્નીઓએ સાચવ્યું ઘર :

ઝારખંડના રાંચી જિલ્લાના નામકુમના કાલીનગરમાં રહેવાવાળી મહિલાઓ પીપીઈ કીટ અને માસ્ક બનાવીને પોતાના પરિવારની મદદ કરી રહી છે. તેમાંથી મોટાભાગે એવી મહિલાઓ છે, જેમના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે, પણ કોરોના કાળમાં લાગેલા લોકડાઉન પછી પતિઓની નોકરી છૂટી ગઈ. પૈસાની અછત થવા પર મહિલાઓએ પીપીઈ કીટ અને માસ્ક બનાવવાનો નિર્ણય લીધો. મહિલાઓએ પોતાના રોજગાર કેંદ્રનું નામ ‘સમરજીત’ રાખ્યું છે, જેનો અર્થ યુદ્ધ વિજેતા થાય છે.

પીપીઈ કીટ માટે હોસ્પિટલોમાંથી પણ મળવા લાગ્યા ઓર્ડર :

રાંચી જિલ્લાના નામકુમના કાલીનગરની મહિલાઓ પોતાના ઘરનું કામ પૂરું કર્યા પછી પીપીઈ કીટ બનાવવાનું કામ કરે છે. આ મહિલાઓ 5 કલાકમાં 6 પીપીઈ કીટ તૈયાર કરી લે છે. તેના બદલામાં તેમને 200 રૂપિયા સુધી વળતર મળી જાય છે. તેમને હવે હોસ્પિટલોમાંથી પણ પીપીઈ કીટ બનાવવાના ઓર્ડર મળવા લાગ્યા છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.