પુલ નીચેથી આવતો હતો મહિલાની બુમોનો અવાજ, લોકોએ નજારો જોયો તો આંખ કરવી પડી બંધ

0
8186

નમસ્કાર મિત્રો તમારા બધા લોકોનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો એક પુલ નીચેથી મહિલાના બૂમો પાડવાના અવાજથી ત્યાંથી પસાર થઇ રહેલા લોકો સન્ન રહી ગયા હતા. દરેક વ્યક્તિએ એવું વિચાર્યુ કે એ મહિલા મુશ્કેલીમાં ફસાયેલી હશે. અમુક લોકોએ હિમ્મત કરીને નીચે જઈને જોયું તો ત્યાં દેખાયું ઓડિશાનું શાસન, ત્યાં દેખાયું ઓડિશાનું અસલ પ્રશાસન. જે પણ ત્યાં દેખાયું તે કોઈની પણ આંખો માંથી આંસુ પાડવા માટે પુરતું હતું. કારણ કે રાજનીતિના આરોપ પ્રત્યારોપમાં પીસાઈ રહી હતી એક મહિલા.

આ ઘટના ઓડિશાના મયુરભંજ જીલ્લાની છે. તમને જણાવી દઈએ કે ત્યાંના રાજ્યમાં હોસ્પિટલની સુવિધાથી વંચિત એ મહિલા પુલની નીચે એક બાળકને જન્મ આપી રહી હતી. જે પણ વ્યક્તિ એની મદદ માટે નીચે ઉતર્યા હતા તે ધર્મ સંકટમાં પડી ગયા હતા. તેઓ એ મહિલાની મદદ કરે તો કઈ રીતે કરે. એ મહિલા જ્યાં 1 બાળકને પુલ નીચે જન્મ આપી રહી હતી તે જિલ્લો હતો ઓડિશાનો મયૂરભંજ અને ગામનું નામ હતું સુરુબિલ.

મળેલી જાણકારી મુજબ જણાવી દઈએ કે આ મહિલાએ વર્ષોની જમા કરેલી મૂડી એક ઘાંસ ફૂસનું ઘર બનાવવા માટે લગાવી દીધી હતી. પરંતુ જંગલી હાથીએ તેના ઘરને પણ તોડી નાખ્યું. ત્યાર પછી મહિલા બેઘર થઇ ગઈ. અને પોતાના બાળકો સાથે આમ તેમ ભટકતી રહી. ત્યાં સુધી કે ખાવા માટે પણ ફાફા પડી ગયા હતા. એને ઘર પણ નસીબ થયું નહિ. જો કે હાથી દ્વારા ઘર મોટી નાખવાની ઘટનાને ત્યાંના સ્થાનિક સાંસદ ધારાસભ્ય, જિલ્લા અધિકારી અને સ્થાનિક અધિકારી બધા જાણતા હતા.

આમ તેમ ભટકતી એ મહિલા ૯ મહિનાની ગર્ભવતી હતી. મહિલાને પ્રસુતિની પીડા પણ થઇ રહી હતી. પરંતુ હોસ્પિટલથી વંચિત રહીને મહિલા પુલ નીચે જતી રહી હતી. અને પોતાના બાળકને જન્મ આપવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલાને પ્રસુતિની પીડા થઇ હતી. જેના કારણે જ મહિલા પુલ નીચે ઘણી વારથી બુમો પાડી રહી હતી. એના બાળકનો જન્મ એ પુલ નીચે જ થયો. આ મહિલાને કોઈ પણ રીતે સ્થાનિક સરકારે એના પુનર્વાસનો પ્રયત્ન નથી કર્યો. એને કોઈ પણ પ્રકારની કોઈ સરકારી મદદ પ્રાપ્ત નથી થઇ.

આ ઘટના જયારે મીડિયા સામે આવી તો ત્યાંના જિલ્લા અધિકારીની ઊંઘ ઉડી અને એમણે ફક્ત એટલું જ કહ્યું કે, એની તપાસ કરવામાં આવી રહી છે. અને દોષીને સજા અવશ્ય મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.