પૂજા પાઠ કે હવન દરમિયાન થઇ જાય ભૂલ, આ મંત્રથી માગો ઈશ્વર પાસે માફી.

0
1532

૩૩ કરોડ દેવી-દેવતા

હિંદુ ધર્મમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનું વર્ણન જોવા મળે છે. કોઈ તેને અતિશયોક્તિ કહે છે, તો કોઈ માટે આસ્થાનો પ્રશ્ન છે. દેવી-દેવતાઓની સંખ્યા જેટલી છે, એટલા જ વધુ પ્રમાણમાં તેની પૂજા આરાધના કરવાની સુવિધા છે. તમે હંમેશા સાંભળ્યું હશે કે સંબંધિત દેવતાને પ્રસન્ન કરવા હોય, તો તેની પૂજામાં થોડી વિશેષ વસ્તુઓનો ઉમેરો કરવો જોઈએ, વિશેષ મંત્રોના જાપ કરવા જોઈએ, તે ઉપરાંત અમુક સમર્પિત દિવસ અને તહેવાર પણ હોય છે.

હિંદુ પરિવાર :-

દરેક હિંદુ પરિવારમાં પૂજા અર્ચના કરવાના રીત રીવાજ છે, તેનાથી દરેક હિંદુ પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિ નાનપણથી જ ઇષ્ટ દેવની પૂજા કરવી સારી બાબત છે. પરંતુ કેટલા પણ જાણકાર કેમ ન હોય, ઘણી વખત પૂજા દરમિયાન એવી ભૂલો કરી બેસીએ છીએ, જે પૂજામાંથી મળતા ફળને શૂન્ય કરી શકે છે અથવા જો ભૂલ વધુ મોટી હોય તો તે ઇષ્ટ દેવતાને ક્રોધિત કરી શકે છે.

ભૂલની માફી :-

પૂજા દરમિયાન ભૂલ થઇ જાય તો તેની માફી કેવી રીતે માગી શકાય તેનાથી કોઈ જાણકારી આપણી પાસે નથી હોતી, પરંતુ વિશ્વાસ રાખો આ તમામ પરિણામ અને સારા જીવન માટે ઘણું જરૂરી છે. તો આવો જાણીએ પૂજા દરમિયાન થયેલી ભૂલોની માફી માટે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ.

પૂજા મંત્ર :-

જો પૂજા દરમિયાન તમારાથી કોઈ ભૂલ થઇ જાય, તો તમારે જરૂર આ મંત્રનો જાપ કરી લેવો. જોઈએ.

“अपराधसहस्त्राणि क्रियन्तेऽहर्निशं मया।

दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वर।।

गतं पापं गतं दु:खं गतं दारिद्रय मेव च।

आगता: सुख-संपत्ति पुण्योऽहं तव दर्शनात्।।”

મંત્રનો અર્થ :-

આ મંત્રનો અર્થ છે, હે ઈશ્વર મારાથી દિવસ રાત ભૂલો થાય છે. હું તમારો દાસ છું, બસ એમ સમજીને મારા બધા ગુના અને ભૂલ માફ કરી મારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવજો. મને વરદાન આપો કે તમારા દર્શન કરવાથી મારા પાપ અને દુઃખોનો નાશ થાય. મંત્ર જાપ સાથે થોડી મહત્વની વાતોનું ધ્યાન જરૂર રાખો. જેમ કે જયારે પણ કોઈ પૂજા, હવન કરો તો ત્યાર પછી આ મંત્ર જરૂર બોલો, તેની સાથે જોડાયેલા દેવની કૃપા તમારી ઉપર જરૂર જળવાઈ રહેશે.

ધ્યાન રાખો :-

જો તમે કોઈ દેવીની પૂજા કરી રહ્યા છો, દેવની નહિ તો તમારા પરમેશ્વરના સ્થાન ઉપર પરમેશ્વરી બોલવું જોઈએ. જયારે તમે મંત્ર જાપ કરો કે કોઈ પાઠ કરો, તો પણ ઈશ્વર પાસે તમારા માટે ક્ષમા યાચના કરો, કેમ કે જાણે અજાણે આપણાથી કોઈ ને કોઈ ભૂલ થઇ જ જાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી સ્પીકિંગટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.