PUBG રમતા રમતા ફાંસી પર લટકી ગયો 17 વર્ષનો પિયુષ, રૂમ માંથી મળી સુસાઇડ નોટ.

0
1846

હાલના સમયમાં ઈન્ટરનેટ ઉપર અનેક પ્રકારની મોબાઈલની રમતો ઉપલબ્ધ છે અને તેને કારણે યુવા પેઢીનું ઘણું નુકશાન થઇ રહ્યું છે. હમણાં હાલમાં જ એક અહેવાલ સામે આવ્યો છે કે પબજી મોબાઈલ દુનિયાની સૌથી વધુ કમાણી કરવા વાળી એપ્લીકેશન બની ગઈ છે.

એક ધંધાની દ્રષ્ટીએ તો તે સારા સમાચાર છે પરંતુ પબજીની બીજી બાજુ એ પણ છે તેને કારણે લોકોની ટેવ બગડતી જાય છે અને તેના ગાંડપણમાં લોકો પોતાનો જીવ પણ આપી રહ્યા છે. તાજા સમાચાર બિહારના ભાગલપુર જીલ્લાના છે જ્યાં એક ૧૭ વર્ષના છોકરાએ પબજી રમતા રમતા આત્મહત્યા કરી લીધી છે. આવો જાણીએ પૂરી વિગત.

આ ઘટના બિહારના ભાગલપુરના દાઉદબાટની છે. અહેવાલના જણાવ્યા મુજબ પીયુષ નામનો એક છોકરો સાંજથી જ પોતાના ફોન ઉપર પબજી રમી રહ્યો હતો. રાત્રે ૧૦ વાગે તેની માંએ તેને જમવા માટે બોલાવ્યો અને પબજી રમવાની ના કહી.

માંના ના કહેવાથી પીયુષે ગુસ્સામાં કહ્યું – જયારે મને ઈચ્છા થશે, હું ખાઈ લઈશ. મને ટેન્શન ન આપો. ત્યાર પછી રાત્રે ૧૧ વાગ્યે તેના પિતા ખાવાનું લઈને ધાબા ઉપર તેના રૂમમાં ગયા તો જોયું કે તેનો દીકરો દોરડા સાથે લટકી રહ્યો છે. ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી અને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો.

પોસ્ટમોર્ટમ પછી એસએસપી આશિષ ભરતીનું કહેવું છે કે પબજી રમતી વખતે તેના ગ્રુપના સભ્યો સતત મારતા રહેતા હતા. જેથી તે ઘણો દુઃખી હતો અને તેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. ભારતીએ બીજા લોકોને પણ પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવાનું કહ્યું છે. નીચે વાંચો પીયુષની આત્મહત્યા નોંધ.

મીડિયાના અહેવાલ મુજબ પીયુષના રૂમમાંથી એક આત્મહત્યા નોંધ હાથ લાગી છે, તેમાં તેણે મૃત્યુ માટે પોતાને જ જવાબદાર ગણાવ્યો છે. તેણે નોંધમાં માતા પિતાને પોતાના બાળકો ઉપર કોઈ વસ્તુને લઈને દબાણ ન કરવાની અપીલ પણ કરી છે. પીયુષે નોંધમાં લખ્યું છે કે બાળકો ઉપર દબાણ કરવાથી તે વધુ ખરાબ થઇ જાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.