ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી ભવિષ્યવાણી જે આજે સત્ય થતી દેખાય છે…

0
10749

દુનિયામાં હિંદુ ધર્મને સૌથી જુનો ધર્મ ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓએ જન્મ લીધો અને દુષ્ટોનો અંત કર્યો છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવા સદ્દગુરુઓએ પોતાના અવતારના જીવનકાળ દરમ્યાન લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો. દુનિયામાં ભારત દેશમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે. તેમજ હિંદુ ધર્મ સાથે જોડાયેલી ઘણી અવનવી વસ્તુ અને અજાણી વાતો આપણને જાણવા મળતી જ રહે છે, જે આ ધર્મની મહાનતાને દર્શાવે છે અને સાબિત કરે છે. આજે પણ આ ધરતી ઉપર ઘણા મંદિર એવા છે, જ્યાં લોકોએ ભગવાનના ચમત્કારોને અનુભવ્યા છે. શ્રીમદ્દભાગવત પુરાણમાં આ ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલ્લા પાડવામાં આવ્યા છે.

આ પવિત્ર ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે ઘણા હજારો વર્ષ પહેલા આ બધી વાતોનું એમાં વર્ણન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ મહાન ગ્રંથમાં જે કાંઈ પણ જીવ વિષે વર્ણન કરવામાં આવ્યું હતું તે ક્યાંકને ક્યાંક આજના સમયમાં સાચું થતું જોવા મળી રહ્યું છે. તમને આ વાતો વાંચવામાં થોડી વિચિત્ર લાગી રહી હશે, પણ તે એકદમ સાચી છે. આજના આ આર્ટીકલમાં અમે તમને થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેની ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પેહેલા શ્રીમદ્દભાગવત પુરાણમાં કરવામાં આવી હતી.

કળિયુગ માટે ભગવદ ગીતાની ભવિષ્યવાણી.

જે લોકોએ સારી રીતે ભગવદ ગીતા વાંચી લીધી છે, એમને ખબર છે કે આ પવિત્ર પાંડુલિપિ (કોઈ પુસ્તક કે લેખની હાથથી લખેલી પ્રત) ના અંતિમ ખંડમાં વર્તમાન યુગ એટલે કે કળિયુગ માટે ભવિષ્યવાળી કરવામાં આવી છે.

જો કે આ ભવિષ્યવાણી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અને તે એટલી ચોક્કસ છે કે તમે એને નકારી પણ નથી શકતા.

કળિયુગમાં ફક્ત ધન એક માણસના સારા જન્મ, યોગ્ય વ્યવહાર અને સારા ગુણોની નિશાની માનવામાં આવશે. અને કાયદા કાનૂન અને ન્યાય ફક્ત એક શક્તિના આધાર પર લાગુ કરવામાં આવશે.

પુરુષ અને મહિલા ફક્ત આકર્ષણને કારણે એક બીજા સાથે રહેશે. એક માણસ ફક્ત એક દોરો પહેરીને બ્રાહ્મણના રૂપમાં ઓળખાશે.

વાંચો એ ભવિષ્યવાણી જે આજકાલ દરેક વ્યક્તિ અનુભવે છે.

પૃથ્વી પર ભ્રષ્ટ લોકોની જનસંખ્યા વધશે અને જે લોકો પોતાને મજબૂત દેખાડશે એમને રાજનીતિની શકતી મળશે.

મનુષ્ય કળિયુગમાં દુકાળથી પરેશાન રહેશે. લોકોને ખોરાક માટે પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળ, ફૂલ અને બીજનો સહારો હશે.

દુષ્કાળથી મનુષ્ય સંપૂર્ણ રીતે બરબાદ થઇ જશે.

આગળ વાંચો એ ભવિષ્યવાણી જે દરેક માતા પિતા પોતાની આંખે જોઈ રહ્યા છે.

કળિયુગમાં મનુષ્યના જીવનની મહત્તમ ઉંમર 50 વર્ષ સુધી રહેશે.

કળિયુગમાં મનુષ્ય પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા નહિ કરે.

મનુષ્યએ ઠંડી, હવા, ગરમી, વરસાદ અને બરફથી ઘણું બધું નુકશાન ભોગવવું પડશે.

લોકો પોતાના ઝગડા, ભૂખ, તરસ, બીમારી અને ગંભીર ચિંતાને કારણે પરેશાન થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.