આમણે રજુ કર્યા ભગવાન રામચંદ્રજી ના વંશજ હોવાના પુરાવા અને સાર્વજનિક કર્યા નકશા અને વંશાવલી

0
3104

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટના રોજ કોર્ટે રામલલાના વકીલને પૂછ્યું હતું કે – શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા અથવા દુનિયામાં છે? આ વાત પર વકીલે કહ્યું હતું કે અમને જાણકારી નથી. પણ જયપુરના રાજપરિવારનું કહેવું છે કે, અમે ભગવાન રામના મોટા દીકરા કુશના નામથી ઓળખાતા કચ્છવાહા/કુશવાહા વંશના વંશજ છીએ. આ વાત ઇતિહાસના પાનામાં પણ લખાયેલી છે.

પૂર્વ રાજકુમારી દીયાકુમારીએ એના ઘણા પુરાવા પણ આપ્યા છે. એમણે એક પત્રાવલી દેખાડી છે, જેમાં ભગવાન શ્રીરામના વંશના બધા પૂર્વજોના નામ ક્રમાનુસાર લખેલા છે. એમાં 289 માં વંશજના રૂપમાં સવાઈ જયસિંહ અને 307 માં વંશજના રૂપમાં મહારાજા ભવાની સિંહનું નામ લખ્યું છે. એના સિવાય પોથીખાનાના નકશા પણ છે.

દીયાકુમારીએ આપ્યા ત્રણ પુરાવા :

જયપુરના મહારાજ સવાઈ જયસિંહ ભગવાન રામના મોટા દીકરા કુશના 289 માં વંશજ હતા.

9 દસ્તાવેજ, 2 નકશા સાબિત કરે છે કે અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન, સવાઈ જયસિંહ બીજા(દ્વિતીય) ને આધીન છે.

1776 ના એક હુકમમાં લખ્યું હતું કે, જયસિંહપુરાની જમીન કચ્છવાહના અધિકારમાં છે.

કુશવાહા વંશના 63 માં વંશજ હતા શ્રીરામ, રાજકુમારી દીયાકુમારી 308 મી પેઢી છે.

સીટી પેલેસના ઓએસડી રામુ રામદેવ અનુસાર કચ્છવાહા વંશને ભગવાન રામના મોટા દીકરા કુશના નામ પર કુશવાહા વંશ પણ કહેવામાં આવે છે. એમની વંશાવલી અનુસાર 62 માં વંશજ દશરથ, 63 માં વંશજ શ્રી રામ, 64 માં વંશજ કુશ હતા. 289 માં વંશજ આમેર જયપુરના સવાઈ જયસિંહ, ઈશ્વરી સિંહ અને સવાઈ માધો સિંહ અને પૃથ્વી સિંહ રહ્યા. ભવાની સિંહ 307 માં વંશજ હતા.

ઇતિહાસકાર બોલ્યા : રામજન્મ સ્થળ પર જયપુરના કચ્છવાહા વંશનો હક :

સીટી પેલેસના પોથીખાનામાં મુકવામાં આવેલા 9 દસ્તાવેજ અને 2 નકશા સાબિત કરે છે કે, અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન સવાઈ જયસિંહ બીજા(દ્વિતીય) ના આધીન હતા. પ્રસિદ્ધ ઇતિહાસકાર આર નાથના પુસ્તક ‘ધ જયસિંહપુરા ઓફ સવાઈ રાજા જયસિંહ એટ અયોધ્યા’ ના એનેક્સચર – 2 અનુસાર અયોધ્યાના રામજન્મ સ્થળ મંદિર પર જયપુરના કચ્છવાહા વંશનો અધિકાર હતો.

સવાઈ જયસિંહે 1717 માં અયોધ્યામાં મંદિર પણ બનાવડાવ્યું હતું :

1776 માં નવાબ વજીર અસફ-ઉદ-દૌલાએ રાજા ભવાની સિંહને હુકમ આપ્યો હતો કે અયોધ્યા અને ઈલાહાબાદ સ્થિત જયસિંહપુરામાં કોઈ દખલ કરવામાં નહિ આવે. એ જમીનો હંમેશા કચ્છવાહાના અધિકારમાં રહેશે. ઔરંગઝેબના મૃત્યુ પછી સવાઈ જયસિંહ બીજાએ હિંદુ ધાર્મિક વિસ્તારોમાં મોટી મોટી જમીન ખરીદી. 1717 થી 1725 માં અયોધ્યામાં રામ જન્મસ્થાન મંદિર બનાવાયું હતું.

કોર્ટે પૂછ્યું એટલા માટે સામે આવ્યા : પૂર્વ રાજમાતા.

જયપુર રાજપરિવારની પૂર્વ રાજમાતા પદ્મિની દેવીએ કહ્યું કે રામ મંદિર પર જલ્દી સમાધાન થાય. કોર્ટે પૂછ્યું કે ભગવાન રામના વંશજ ક્યાં છે? એટલા માટે અમે સામે આવ્યા છીએ. હા, અમે એમના વંશજ છીએ. દસ્તાવેજ સીટી પેલેસના પોથીખાનામાં છે. અમે નથી ઈચ્છતા કે વંશનો મુદ્દો અડચણ ઉભી કરે. રામ દરેકની આસ્થાનું પ્રતીક છે.

અમે શ્રી રામના દીકરાના વંશજ : દીયાકુમારી.

જયપુરના પૂર્વ રાજપરિવારની સભ્ય દીયાકુમારીનું કહેવું છે કે, આખી દુનિયામાં ભગવાન રામના વંશજ છે. એમાં અમારો પરિવાર પર શામેલ છે, જે ભગવાન રામના દીકરા કુશનો વંશ છે. આ ઇતિહાસની ખુલ્લી ચોપડી જેવું છે. રામ મંદિર બાબતે સુનાવણી ઝડપથી થાય અને એના પર કોર્ટ જલ્દી જ પોતાનો નિર્ણય સંભળાવે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.