વડોદરામાં પ્રોફેસરે યુવતીને પૂછ્યા અસલીલ પ્રશ્નો, કહ્યું ‘તારા મમ્પી-પપ્પાએ એવું તે શું કર્યુ, તો તારી….’ જાણો વધુ વિગત

0
785

દેશની દીકરીઓ સુરક્ષિત છે એવું માનવું ધીરે ધીરે અઘરું થતું જાય છે. હાલમાં જ ગુજરાતમાં બરોડા ખાતે આવેલ મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના પ્રોફેસર ડો.એસ.કે.નાગરે ફિઝીયોથેરાપી કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને માનસિક હેરાનગતિ થાય તેવા પ્રશ્નો પુછયા હતા. ત્યારબાદ એમના પર આક્ષેપ કરવાની સાથે પુછાયેલા પ્રશ્નોની યાદી યુનિવર્સીટીના સત્તાધીશોને સોંપવામાં આવી હતી. એ પ્રશ્નો નીચે મુજબ છે.

ડો. નાગર દ્વારા એક વિદ્યાર્થીનીને પ્રશ્ન પુછાયો હતો કે, ફિલ્મ અભિનેત્રી બિપાશા બાસુ કેવા છોકરાને પસંદ કરે છે. એ વિર્દ્યાથિનીએ જવાબ આપ્યો, બોડીવાળા. ત્યારબાદ ડો. નાગરે વિદ્યાર્થીનીને પ્રત્યુતરમાં કહ્યું કે, આજની છોકરીઓને બોડીવાળા છોકરા જોઇએ છે, તો મારા જેવાને બિપાશા બાસુ જોઇતી હોય તો કયાં જાય?

એમણે વિદ્યાર્થીનીને કહ્યું કે, તને પથરી છે તો જલદીથી ઓપરેશન કરાવી લે. નહી તો લગ્ન પછી પ્રેગનન્સીમાં પ્રોબ્લેમ થશે. તારી હાઇટ ઉંચી છે, તો વાઇવા પછી મને તારા મમ્મી પપ્પાની હાઇટ જણાવજે. મારે એ જાણવુ છે કે, તારા મમ્પી પપ્પાએ શું કર્યુ, તો તારી હાઇટ આટલી થઇ.

એક વિદ્યાર્થીનીને ડો.નગારે કહ્યું કે, તારી ઉંચાઇ સારી છે. તું સાડીમાં ખુબ સરસ દેખાઇશ. અને તારો સાડીમાં ફોટો દેખાડીશ તો તને બહુ સારો બોયફ્રેન્ડ મળશે. તને બોયફ્રેન્ડ શોધવામાં કોઇ તકલીફ નહી પડે. મારા જેવો ચાલશે?

એમણે કહ્યું કે, તું મને બહુ ગમી ગઇ છે. યાર બહુ ખુશ કરી દીધો તે મને. આજે મને તારો નંબર આપ ને રોજ કોલેજ આવે છે ને, તો કોલ કરૂ તો 5 મિનિટ આવી જજે તારો ફોટો પેલા મેડમ સાથે પાડીશુ.

વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, એ પછી એમણે મને ગ્રેસીલીસ મસલ્સ વિશે કહ્યું અને આગળ વધતા તેમણે જણાવ્યુ કે, એને કસ્ટોડીયન ઓફ વરજીનીટી (કૌમાર્યની સલામતી) કહેવાય છે. અને એ વાત વધારતા કહ્યુ કે, છોકરીઓનુ રેપ થાય તો આજ મસલ્સ કામ કરે છે.

એમણે કહ્યું કે, તારી સ્માઇલ બહુ સારી છે. તું ફોરેનર જેવી લાગે છે. તારે કુર્તી નહી પહેરવાની ખાલી શર્ટ અને પેન્ટ પહેરવાના.

એમણે મને કહ્યું કે તારો એક કલાક માટે વાયવા લઉં તો તને કોઇ વાંધો છે. ત્યારબાદ તેઓ બોલ્યા કે, તને કોઇ દિવસ ઇચ્છા નથી થઇ કે લાવ હું નાગર સરને મળવા જાઉ.

હવે તમે જ કહો કે આવા વાતાવરણમાં આપણા દેશની દીકરીઓ કઈ રીતે સુરક્ષિત રહી શકે છે?

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.