દયાબેનના પાછા આવવા પર બોલ્યા પ્રોડ્યુસર : પાછી નહિ આવે તો તેના વગર શો….

0
206

તારક મેહતા શો ના પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો – ‘દયાબેન શો માં આવે કે ન આવે પણ હવે….’

ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેન એટલે દિશા વાકાણીના પાછા આવવાની વાત ઘણા સમયથી સસ્પેન્સ રહી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પર સૌથી પ્રખ્યાત ટીવી શો માંથી એક છે. આ શો ને લઈને ફેન્સના મનમાં ઘણા સવાલ છે. તેમાં સૌથી મોટો સવાલ તો એ છે કે, દયાબેન પાછ ક્યારે આવશે? તેના પર હજી કાંઈ કહી શકાતું નથી, કારણ કે દિશા વાકાણી એટલે દયાબેન પાછી આવશે તેમ લાગતું નથી. શો ના પ્રોડ્યુસરે પણ સ્પષ્ટ કરી દીધું છે કે, દિશા પાછી આવવા માંગતી ન હોય તો નવી દયાબેન સાથે શો આગળ વધશે.

એક મીડિયા એજન્સી મુજબ, શો ના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું છે કે, ‘મને લાગે છે કે હવે મારે જ દયાબેન બની જવું જોઈએ. ઘણા વર્ષોથી તેમના પાછા આવવાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અમે હજુ પણ તેમની રાહ જોઈ રહ્યા છીએ અને જો તે (દિશા વાકાણી) શો છોડવાની ઈચ્છા જાહેર કરે છે, તો નવી દયા સાથે શો આગળ ચાલશે.’

જ્યારે અસિત મોદીને શો ના સુ ટિંગ અને આ મહામારીની સ્થિતિ વિષે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, ‘હમણાં મને એવું લાગે છે કે, દયાનું પાછુ આવવું અને પોપટલના લગ્ન જરૂરી નથી. આ મહામારી દરમિયાન એટલા સિરિયસ ઈશ્યુ છે અને મને લાગે છે કે તે બધી મેટર રાહ જોઈ શકે છે. અમે સેફટી પ્રોટોકોલ અને સુ ટિંગ ચાલુ રાખવા વિષે વિચારી રહ્યા છીએ, જેથી લોકોની આજીવિકા પ્રભાવિત ન થાય. બાયો બબલ ફોર્મેટ પણ સારી છે અને જો અમને તેના માટે પરમિશન મળી જાય છે તો અમે આ ફોર્મેટમાં કામ કરીશું.

જણાવી દઈએ કે, દિશા 2017 માં મેટરનીટી લિવ પર ગઈ હતી, જેના પછી તે શો માં પાછી આવી નથી. તે એક બે વખત થોડી ક્ષણો માટે એપિસોડમાં દેખાઈ ચુકી છે. અને ખાસ વાત એ છે કે, આટલો સમય પસાર થઈ ગયા પછી પણ મેકર્સ દિશા વાકાણીની જગ્યાએ શો માં કોઈ બીજી કોઈ એક્ટ્રેસ લાવ્યા નથી. તેનું કારણ એ છે કે, દિશા વાકાણીએ જ આ રોલને ખુબ અલગ બનાવી દીધો હતો, જેને તેમના સિવાય લગભગ જ કોઈ બીજું નિભાવી શકે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.