NEET નું રીઝલ્ટ આવ્યા પછી MBBS માં એડમીશન લેવા માટે શું કરવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

0
205

અત્યારે નીટનું રિઝલ્ટ આવ્યા બાદ દરેક વિદ્યાર્થી અને વાલીઓના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે, હવે એડમિશન માટે શું કરવું?

તો તમે અહીં નીચે થોડા સ્ટેપ્સ અને ટાઇમ લાઇન જોશો તો એમાં આપના પ્રશ્નોના ઉતર મળી રહેશે.

1. AIQ. (ઓલ ઇંડિયા કોટા) સામાન્ય રીતે રિઝલ્ટના એક અઠવાડિયામાં એપ્લાઈ કરવાનું હોય છે. Apply કરવા માટે સામાન્ય રીતે www.mcc.nic.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આનું cut ઓફ ઘણું ઊંચું જાય છે. Usually 550+

2. Deemed. જેનુ રજિસ્ટ્રેશન ઉપર AIQ માટે કહ્યા મુજબ વેબસાઇટ પરથી અને AIQ સાથે શરૂ થાય છે. ગુજરાતમાં એકમાત્ર કોલેજ છે વાઘોડિયા. ફી અંદાજે વાર્ષિક 16 લાખ.

3. ગુજરાત સ્ટેટ એડમિશન.

A. રિઝલ્ટના એક અઠવાડિયામાં પ્રોવીઝનલ સ્ટેટ મેરીટ બહાર પડશે. આ લિસ્ટમાં આગળ ફેરફાર થઈ શકે છે.

B. રજિસ્ટ્રેશન :

સામાન્ય રીતે ८ થી ૧૦ દિવસમાં રજિસ્ટ્રેશન શરૂ થાય છે. ગયા વખતે વેબસાઇટ www.medadmgujarat.org ૫૨ રજીસ્ટ્રેશન કરવાનુ હતું. પહેલા દિવસે Pin ખરીદવાની રહેશે જે સામાન્ય રીતે axis બેંકમાંથી લેવાની રહે છે. બીજા દિવસે રજિસ્ટ્રેશન કરવાનુ હોય છે, જેમાં Pin થી રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે. રજિસ્ટ્રેશન પૂરું થયા બાદ તમને યુઝર ID અને પાસવર્ડ મળશે. આ ઉપરાંત હેલ્પ સેન્ટર ૫૨ જઈ documents ખરાઈ કરવાના રહેશે. 1 અઠવાડિયા સુધી આ પ્રક્રિયા ચાલુ રહી શકે છે.

C. ચોઈસ ફીલિંગ (Choice filling) :

આ ટાઇમમાં બીજું નવું મેરીટ લિસ્ટ બહાર પડી શકે છે. આ પ્રક્રિયામાં ઉપર જણાવ્યા પ્રમાણે મળેલ યુઝર ID અને પાસવર્ડ દ્વારા કોલેજની ચોઇસ નકકી કરવાની હોય છે. આ ઘણુ અગત્યનું છે, ખોટી ચોઇસ કદાચ તમારું વર્ષે પણ બગાડી શકે છે, માટે કોઈ અનુભવીની સહાય લેવી જો તમને કોઈ જગ્યાએ ડાઉટ રહેતો હોય તો. સામાન્ય રીતે એકાદ અઠવાડિયું પ્રક્રિયા ચાલુ રહે છે, પછી ચોઇસ લોક થઇ જશે, એટલે કે તમે ચોઇસમાં હાલ પુરતો કોઈ ફેરફાર કરી શકશો નહીં

D. મોક રાઉંડ :

આ પ્રક્રિયામાં ડેમો બતાવવામાં આવશે. તમે ભરેલી ચોઇસ પ્રમાણે એડમિશન આપવામાં આવશે. પણ આ ખરેખર એડમિશન નથી પણ ડેમો માત્ર રહેશે. એ પછી ફરી એક વખત તમને ચોઇસ બદલવા માટે એક વખત ઓપ્શન મળશે. જો કોઈ ભૂલ હોય તો હજુ સુધારી શકાશે.

E. એક થી બે દિવસમાં ફાઇનલ પહેલો રાઉંડ બહાર પડશે. અને એમાં મળેલું એડમિશન માન્ય ગણાશે. તમે તમને મળેલી કોલેજમાં એડમિશન લેવું હોય તો ફી ભરી ઓરિજનલ documents રજુ કરવા હેલ્પ સેન્ટર જવાનું રહેશે. ત્યારબાદ જ એડમિશન ફાઇનલ ગણાશે. એડમિશન લઇ લીધા બાદ પણ આગલા રાઉંડમાં તમે ભાગ લઈ શકો છો, જો તમને ઇચ્છા મુજબ કોલેજ ન મળી હોય. અને જો તમારી પસંદગી મુજબ કોલેજ મળી ગયેલ હોય તો તમારે આગળના રાઉંડમાં ભાગ લેવો જરૂરી નથી.

F. બીજો રાઉંડ :

આ પણ પહેલા રાઉંડની જેમજ રહેશે, પણ મોક રાઉંડ નહીં હોય. આમાં તમને એડમિશન મળી જાય તો ફી ભરી Document જમા કરવાના રહેશે. જો પહેલા રાઉંડમાં એડમિશન લઇ અને ફી ભરી દીધી હોય અને બીજા રાઉંડમાં સારી કોલેજ મળે તો હેલ્પ સેન્ટર ૫૨ જઈ ફી ડિફરન્સ ભરવાની રહેશે, અને confirmation કરવાનું રહેશે

બીજા રાઉંડમાં એડમિશન મળ્યું હોય તેઓ હજુ પણ સારી ચોઈસ માટે મોપ અપ રાઉંડમાં ભાગ લઈ શકે છે.

G. આ રાઉંડ ઓફલાઇન રહેશે અને રૂબરૂ ગાંધીનગર (અથવા જણાવ્યા મુજબ) જવાનું રહેશે. આ રાઉંડ પુરો થયે MBBS એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે.

– કેતન હિંડોચા