ટ્રેનોના અવાજથી 30 હજાર પક્ષીઓને તકલીફ ન થાય તે માટે આ દેશે કર્યું અનોખું કામ જાણો વિગત

0
4383

આજના સમયમાં દુનિયા ડીજીટલ વિકાસ તરફ ઘણી આગળ વધી ગઈ છે. અને તેમાં ખાસ તો મોબાઈલ નેટવર્કની વાત કરીએ તો તે વિજ્ઞાનની ઘણી મોટી સિદ્ધી છે. કેમ કે પહેલા એક સ્થળેથી બીજા સ્થળે સમાચાર પહોચાડવા હોય તો કેટલાય દિવસો લાગી જતા હતા, અને હાલના સમયમાં થોડી જ ક્ષણોમાં આપણે કોઈપણ જગ્યાએ સમાચારોની આપ લે કરી શકીએ છીએ.

આ સિદ્ધી ખુબ મોટી સિદ્ધી તો છે, પરંતુ આ સિદ્ધીની ભવિષ્ય ઉપર કેટલી ખરાબ અસર થવાની છે તેના વિષે કોઈ વિચાર પણ કરતું નથી. જો આમને આમ થોડા વર્ષો ચાલતું રહેશે તો આ ડીજીટલ વિકાસને કારણે પૃથ્વી ઉપરથી પક્ષીઓની ઘણી બધી જાતિઓ લુપ્ત થઇ જશે, અને તેની ગંભીર અસર પર્યાવરણ ઉપર પડશે. પક્ષીઓ માટે એવી જ એક અન્છેય મુશ્કેલી છે ટ્રેનનો અવાજ. પણ ચીનમાં આ સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવ્યું છે.

ચીનના જીઆંગમેંગ શહેરમાં દુનિયાનું પહેલું હાઈ સ્પીડ રેલ સાઉન્ડ બેરીયર બનાવવામાં આવ્યું છે. તે 2 કી.મી. લાંબુ છે. તેમાં ૪૨,૨૬૦ બેરીયર લગાવવામાં આવ્યા છે, જે હાઈ સ્પીડ ટ્રેનોનો અવાજ બહાર જવાથી અટકાવે છે. તે બેરીયર ૩૫૫ કી.મી. લાંબી હાઈસ્પીડ રેલ્વે ટ્રેકનો ભાગ છે. તે બનાવવામાં લગભગ ૧૯૨ કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

તેનો હેતુ છે રેલ્વે ટ્રેક પાસે બનેલા વેટલેન્ડમાં રહેવા વાળા ૩૦ હજાર પક્ષીઓને બચાવવાનો. મોટાભાગે જ્યાં આ બેરીયર બન્યા છે, ત્યાંથી ૮૦૦ કી.મી.ના અંતરે ટાપુ છે. અહિયાં ઝાડ ઉપર ૩૦ હજાર પક્ષીઓના માળા છે. જયારે આ ટ્રેક બનાવવાનું શરુ કર્યું તો લોકોએ વિરોધ કર્યો. લોકોએ કહ્યું, ટ્રેનોનો અવાજ પક્ષીઓ માટે જોખમ છે. તેને બચાવવા માટે ઉકેલ શોધવામાં આવે. એટલે સરકારે આ ઉકેલ શોધ્યો. તે બનાવવામાં ૩ વર્ષનો સમય લાગ્યો.

બેરીયર ૧૦૦ વર્ષ સુધી ટકી રહેશે :

ટેકનીક નિષ્ણાંતોના જણાવ્યા મુજબ , આ બેરીયર ૧૦૦ વર્ષ સુધી જળવાઈ રહેશે. તેની ઉપર તોફાની વાવાઝોડાની પણ અસર નહિ પડે. અને ખાસ વાત એ છે કે ટ્રેક શરુ કર્યા પછી સંશોધકો બેરીયર પાસે ગયા. જ્યાં તેમણે ચેક કર્યું કે બેરીયર હાઈસ્પીડ ટ્રેનોના અવાજને કેટલો ઓછો કરી શકે છે. તેમણે જોયું કે બેરીયરે ટ્રેનોના અવાજને ૦.૨ ડેસીમલ સુધી ઓછો કરી દીધો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.