લગ્ન જીવનમાં આવી રહી છે સમસ્યા? તો કુંડળીમાં હોઈ શકે છે આ બે મોટી ખામી.

0
156

કુંડળીમાં આ બે સમસ્યાનું નિવારણ કરી તમે પણ સુખી લગ્ન જીવનનો આનંદ લઇ શકશો. લગ્નનો સીધો સંબંધ આપણા સંસ્કારો સાથે હોય છે. તમે લગ્નમાં કેટલી પણ ગણતરી કરો લો, પણ લગ્ન ત્યાં જ થાય છે જ્યાં થવાના હોય છે. તેથી કોઈ પણ લગ્ન ખોટા કે સાચા નથી હોતા. તેમ છતાં પણ આપણે દાંપત્ય જીવન સુખી રહે તેના માટે પ્રયત્ન કરીએ છીએ. જો લગ્ન થઇ ગયા છે અને વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી રહી છે, તો તેનું કારણ શોધી તેનું નિરાકરણ લાવો.

જો કુંડળીમાં ગ્રહોની મૈત્રી ન હોય : જ્યોતિષ અનુસાર કુંડળીમાં ગ્રહોની મૈત્રી ન હોય તો પતિ-પત્નીના વિચાર મળતા નથી. તેઓ કારણ વગર એક બીજાની વાત કાપતા રહે છે. નાની નાની વાતો પર ઝઘડતા રહે છે.

ઉપાય : એવી સ્થિતિમાં પતિ-પત્નીએ પોતાનું નામ ગ્રહ મૈત્રી વાળું કરી દેવું જોઈએ. સાથે જ એક બીજાને તે નામ દ્વારા બોલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

એક વ્યક્તિની કુંડળી માંગલિક હોય અને બીજાની ન હોય : આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે ઘણા વધારે ઝઘડા થવા લાગે છે. કેટલીક વાર હિંસા, વાદ-વિવાદ અને મુકદ્દમાની નોબત આવી જાય છે. બંનેમાંથી કોઈ એકની તબિયત હંમેશા ખરાબ રહે છે. જે વ્યક્તિ માંગલિક નથી, તેમના જીવનમાં દેવું અને ધનના નુકશાનની સમસ્યા થઈ જાય છે.

ઉપાય : આવી સ્થિતિમાં પતિ-પત્નીએ વર્ષમાં એકવાર રુદ્રાભિષેક કરવો જોઈએ. પતિ-પત્નીએ એક સાથે ઘરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. ઉપરાંત જે વ્યક્તિ માંગલિક છે તેણે સલાહ લઈને એક ઓપલ અથવા મોતી ધારણ કરવો જોઈએ.

જો કુંડળીમાં ગુરુ ચાંડાળ યોગ હોય : આ યોગ થવા પર બે લગ્નની શક્યતાઓ જરૂર બને છે. પહેલા લગ્ન ચરિત્ર દોષ અથવા વિશ્વાસના અભાવને કારણે તૂટી જાય છે. જેની કુંડળીમાં ગુરુ ચાંડાળ યોગ છે, તેના જીવનસાથીની કુંડળીમાં જીવન પર પણ સંકટ આવે છે.

ઉપાય : આવી સ્થિતિમાં ઉપાય તે વ્યક્તિ કરશે જેની કુંડળીમાં દોષ છે. દરરોજ સવારે અને સાંજે યથાશક્તિ ભગવાન શિવની પૂજા કરો. અઠવાડિયામાં એક દિવસ ભગવદ્ ગીતા વાંચો. સલાહ લઈને એક પન્ના રત્ન ધારણ કરો. તામસિક આહારનો એકદમ ત્યાગ કરી દો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.