જીવનમાં સમસ્યા આવે તો તેના વિષે વધારે વિચારો નહિ, શાંત મગજની સાથે આગળ વધતા રહો.

0
1121

જીવનમાં આગળ વધવા માટે એક માર્ગદર્શન આપતી વાર્તા :

એક વ્યક્તિ પોતાના જીવનથી ઘણો દુઃખી હતો. કારણ કે તે વ્યક્તિના જીવનમાં જયારે પણ કોઈ ખુશીની પળ આવતી હતી, તો તેના થોડા જ દિવસ પછી કોઈ ને કોઈ સમસ્યા પણ આવી જતી હતી. તે વ્યક્તિ હંમેશા દુ:ખી જ રહેતો હતો, અને એવું વિચારતો હતો કે ન જાણે હવે કઈ તકલીફ જીવનમાં આવવાની છે. એક દિવસ તે વ્યક્તિને દુઃખી જોઈ, તેના મિત્રએ એને દુઃખી થવાનું કારણ પૂછ્યું.

તે વ્યક્તિએ પોતાના મિત્રને જણાવ્યું કે, મારા જીવનમાં ઘણી બધી તકલીફો છે અને દરેક વખતે હું અશાંત રહું છું. એક તકલીફ દુર થાય છે તો બીજી આવી જાય છે. એ સાંભળ્યા પછી તે વ્યક્તિના મિત્રએ એને કહ્યું, તું મારા ગુરુ પાસે આવ. તે તારી તકલીફોનો ઉકેલ કાઢી આપશે. પોતાના મિત્રની વાત માનીને તે વ્યક્તિ સંત પાસે જતો રહે છે.

સંત પાસે જઈને તે વ્યક્તિ તેને કહે છે કે, હું મારા જીવનથી દુઃખી છું. તમે મારી મદદ કરો. વ્યક્તિની વાત સાંભળ્યા પછી સંત કહે છે, તું મારા આશ્રમમાં થોડા દિવસો માટે રોકાઈ જા. શું ખબર અહિયાં રહીને દુઃખોનો ઉકેલ મળી જાય. સંતની વાત માનીને તે વ્યક્તિ આશ્રમમાં રોકાઈ જાય છે.

પરંતુ છતાંપણ દુઃખી જ રહે છે. પછી એ વ્યક્તિ એક દિવસ સંત પાસે જઈને કહે છે, અહિયાં રોકાઈને પણ મને કોઈ ઉકેલ નથી મળી રહ્યો. તે સાંભળ્યા પછી સંત તે વ્યક્તિને કહે છે કે, કાલે તારે મારી સાથે એક જગ્યાએ આવવાનું છે. ત્યાં જઈને તને તારી તકલીફોનો ઉકેલ મળી જશે.

બીજા દિવસે સંત તે વ્યક્તિને પોતાની સાથે એક નદીના કાંઠે લઇ જાય છે. નદીના કાંઠે પહોંચીને સંત કહે છે, આપણે આ નદી પાર કરવાની છે. નદી પાર કરવાની વાત કહીને તે સંત ત્યાં જ ઉભા રહી જાય છે. તે વ્યક્તિ સંતને કહે છે, તમે અહિયાં ઉભા કેમ છો? જો આપણે નદી પાર કરવી છે તો નદીની અંદર જવું પડશે. નદીમાં ગયા વગર આપણે તેને કેવી રીતે પાર કરી શકીશું.

સંત કહે છે હું આ નદીને સુકાવાની રાહ જોઈ રહ્યો છું, જેવી નદી સુકાઈ જશે આપણે સરળતાથી તેને પાર કરી શકીશું અને આપણા ધ્યેય સુધી પહોંચી જઈશું. તે વ્યક્તિ દંગ રહી જાય છે અને કહે છે કે, તે કેવી રીતે બની શકે છે? આ નદીનું પાણી તો ન જાણે ક્યારે સુકાશે. એટલા માટે આપણે પાણી સુકાવાની રાહ ન જોવી જોઈએ, અને તરત જ નદી પાર કરી લેવી જોઈએ.

એ વાત સાંભળતા જ સંતે કહ્યું, તને હું એ તો સમજાવવા માગું છું. જીવનમાં સમસ્યાઓ તો આવતી રહે છે, પરંતુ આપણે ક્યારે પણ અટકવું ન જોઈએ અને હંમેશા ખુશ રહેવું જોઈએ. જીવનમાં આગળ વધવાથી જ તકલીફોનો ઉકેલ મળે છે, નહિ કે દુઃખી થવાથી. એટલા માટે તું પણ તારી તકલીફો વિષે વધુ ન વિચાર, અને જીવનમાં શાંત મગજ સાથે આગળ વધતો રહે. સંતની આ વાત સાંભળીને વ્યક્તિનું મન શાંત થઇ જાય છે, અને તે તેમના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.