પેટ્રોલ પંપની જગ્યાએ હવે ઈ-ચાર્જિંગ સ્ટેશન ખોલીને કરી શકશો મોટી કમાણી, જાણો વધુ વિગત.

0
980

હવે પેટ્રોલ પંપની જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન ખોલીને કમાણી કરવાની સારી તક મળી રહી છે. આવો જાણીએ તેના વિષે.

ગુડસ એંડ સર્વિસીસ ટેક્સ (GST) કાઉન્સીલની ૩૬મી બેઠકમાં ઈ-વ્હીકલ ચાર્જર ઉપર લાગુ પડતા જીએસટીના દરો ઘટાડી દેવામાં આવ્યા છે. સાથે જ, ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જીએસટી દરો ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવી છે. આમ તો તેવામાં ઇલેક્ટ્રિક વ્હીકલનું ચલણ ઝડપથી દેશમાં વધવાનું છે. તેનો ફાયદો તમે પણ ઉઠાવી શકો છો. તેવામાં હવે પેટ્રોલપંપને બદલે ચાર્જીંગ સ્ટેશન ખોલીને કમાણી કરવાની સારી તક મળી રહી છે.

ભારતમાં જાપાનની ઇલેક્ટ્રોનીક કંપની પેનાસોનિક ૨૫ શહેરોમાં ૧ લાખ સ્ટ્રોંગ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનો ફોકસ ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેની સરખામણીમાં ચાર્જીંગ સ્ટેશન પુરા પાડવાનું છે. કંપની પાર્કિંગ સ્ટેશન મોલ, પેટ્રોલ પંપ વગેરે ઉપર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરશે. તે ઉપરાંત ફ્રેન્ચાઇઝી પણ આપશે.

કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે ૨૦૩૦ સુધી દેશ આખામાં ૨૫ થી ૩૦ ટકા વાહન ઇલેક્ટ્રિક હોય. જેથી પદુષણ ઓછું કરી શકાય. અને ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનો ઉદેશ્ય લગભગ ૪૫૦૦ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાનો છે. તે બધા રાષ્ટ્રીય અને રાજ્યોના રાજમાર્ગો ઉપર બનાવવામાં આવશે.

શું છે પ્લાન – પેનાસોનિકે એક નિવેદનમાં જણાવ્યું કે પહેલા ત્બ્બક્કામાં, પેનાસોનિકે ઇલેક્ટ્રિક મોબેલીટી સર્વિસ આપવાના સ્માર્ટ ઈ અને કયુંક્વિક સાથે ભાગીદારી કરી છે.

તેની હેઠળ પેનાસોનિક દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ૧૫૦ સ્માર્ટ ઈ-ઇલેક્ટ્રિકથ્રી વ્હીલર્સ અને ૨૫ કયુંક્વિક ૨ વ્હીલર ઉપર ઈવી ચાર્જીંગ સર્વિસ ઉભા કરશે.

Nymbus હેઠળ ફીજીકલ કંપોનેંટ જેવા ચાર્જીંગ સ્ટેશન, સ્વેપ સ્ટેશન, ઓનબોર્ડ ચાર્જ, ટેલીમેટીક્સ સીસ્ટમ અને વર્ચુઅલ કંપોનેંટ જેવા કલાઉડ સર્વિસ, એનાલીટીક્સ, ઈંટયુટીવ ડેશ બોર્ડ અને આર્ટીફીશીયલ ઈંટેલીજેંસ સેવા આપવામાં આવશે.

આ સર્વિસનો હેતુ વ્યક્તિગત ઈવી યુઝર્સ, ઈવી ફલિટ ઓનર્સ, ઈકોમર્સ એંડ લોજીસ્ટીક કંપનીઓની મદદ કરવાનું છે. નીંબસ વાહન ઉપર ટેલીમેટીક્સ સેંસર્સ સાથે આવશે. તેથી ફલિટ માલિક અલગ અલગ ગાડીઓમાં બેટરીના ઉપયોગને ટ્રેક કરી શકશે.

પેનાસોનિક ઇન્ડિયાના પ્રેસીડેંટ અને સીઈઓ મનીષ શર્માએ જણાવ્યું કે આ સર્વિસના લોન્ચ થતા જ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વપરાશ કરતા લોકોને મદદ મળશે. પેનાસોનિક એવી પહેલી કંપની છે. જે આવા પ્રકારના કોમન પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે.

અહિયાં ખોલવામાં આવશે સ્ટેશન – કંપની પહેલા દિલ્હી, પુણે બેંગલુરુ, ચેન્નઈ, અમરાવતી, હૈદરાબાદ, ગુરુગ્રામ, નોઇડા અને ગાઝીયાબાદમાં ચાર્જીંગ સ્ટેશ હબ બનાવશે. ત્યાંથી તેનો વિસ્તાર થશે.

કંપનીએ ભારતમાં પોતાની જેવું પહેલુ સ્માર્ટ ઈવી ચાર્જીંગ સર્વિસ, નીંબસ લોન્ચ કર્યું છે.

તેની હેઠળ ફીજીકલ કંપોનેંટ જેવા ચાર્જીંગ સ્ટેશન, સ્વેપ સ્ટેશન, ઓન બોર્ડ ચાર્જ, ટેલીમેટીક્સ સીસ્ટમ અને વર્ચુઅલ કંપોનેંટ જેવી સર્વિસ આપવામાં આવશે.

કલાઉડ સર્વિસ એનાલીટીક્સ, ઈંટ્યુટીવ ડેશબોર્ડ અને આર્ટીફીશીયલ ઈંટેલીજેંસ સેવાઓ આપવામાં આવશે.

ઈ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેસન ખોલવા માટે કંપની સમાચાર પત્રો અને ઈન્ટરનેટ દ્વારા જાહેરાત આપીને માહિતગાર કરશે. તેના માટે તમામ શરતોની જાણકારી આપવામાં આવશે.

એક સ્ટેશનનો ખર્ચ ૪ લાખ રૂપિયા એક અનુમાન મુજબ એક ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન ઉપર લગભગ ૪ લાખ રૂપિયા ખર્ચ લાગશે. તેના માટે અલગથી પાવર સપ્લાઈ કરવાની યોજના છે.

રેજીડેંશીયલ વિસ્તારમાં પણ થશે ચાર્જીંગ સ્ટેશન – સરકારતરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં રેજીડેંશીયલ વિસ્તારમાં પણ ચાર્જીંગ પોઈન્ટ્સની રજૂઆત કરવામાં આવી છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે હાઈવે ઉપર દર ૨૫ કી.મી. ઉપર બંને તરફ એક પબ્લિક ચાર્જીંગ સ્ટેશન હોવા જોઈએ. તેમાં જણાવવામાં આવ્યું છે, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જીંગ ઇન્ફાસ્ટ્રકચર ઉપર ગાઈડલાઈન્સ તમામ રાજ્ય સરકારો અને યુનિયન ટેરીટરીજને આદેશ કરી દેવામાં આવ્યા છે.

નોયડામાં પણ તૈયારીઓ શરુ – ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના સાર્વજનિક ઉપક્રમોને માહિતી ઉદ્યમ એનર્જી એફીશીએંસી સર્વિસીઝ લીમીટેડ (ઈઈએસએલ) એ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને ૧૦૦ સાર્વજનિક ચાર્જીંગ સ્ટેશ સ્થાપિત કરવા માટે નવીન ઓખલા ઓદ્યોગિક વિકાસ પ્રાધિકરણ (નોયડા) સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.

નોયડામાં ઇલેક્ટ્રિક પરિવહન (ઈવી) માટે જરૂરી મજબુત પાયાની સુવિધાને પ્રોત્સાહન આપીને અહિયાં ઈવીને અપનાવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આ કરાર સારી મદદરૂપ સાબિત થશે. ઇઇએસએલે પોતાના ઈવી કાર્યક્રમ હેઠળ ૧૦,૦૦૦ ઈ-કારની ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી લીધી છે.

અત્યાર સુધી દેશ આખામાં ૧,૫૧૦ ઈ-કાર રજીસ્ટ્રેશન ગણતરી મુજબ કાઢવામાં આવી શકી છે. ઈ-કારોના ચાર્જીંગ માટે ૨૯૫ એસી અને ૧૬૧ ડીસી ચાર્જરને પણ મંજુરી આપવામાં આવી ચુકી છે. ઈઈએસએલે જુદા જુદા સાર્વજનિક વિસ્તારોની કંપનીઓ (પીએસયુ) સરકારી વિભાગો અને આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાના જેવા રાજ્યો સાથે કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

શું છે સરકારનો પ્લાન

સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ઝડપથી કામ કરી રહી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે નેશનલ હાઈવેઝ ઉપર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાના કામમાં ઝડપ આવી શકે છે. તેને બનવવા માટે ૧૫ રાજ્યોએ નોડલ એજન્સીઓની જાહેરાત કરી દીધી છે. એક વર્ષની અંદર હાઈવે ઉપર ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં ૪,૦૦૦થી વધુ EV ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે.

દર ૩૦ કી.મી. ઉપર બનશે એક ચાર્જીંગ સ્ટેશન – દર ૩૦ કી.મી. ઉપર ચાર્જીંગ સ્ટેશન બનશે. જેના માટે સરકાર ૧,૦૫૦ કરોડ રૂપિયાની સબસીડી પણ આપશે. આ ચાર્જીંગ સ્ટેશન એનટીપીસી, પાવર ગ્રીડ સાથે મળીને બનાવવામાં આવશે. ૨૦૩૦ સુધી ૪૦ ટકા ઇલેક્ટ્રિક વ્હીકલનો લક્ષ્યાંક છે.

આ કંપનીઓ બનાવશે ચાર્જીંગ સ્ટેશન – દિલ્હી ટ્રાંસકો લીમીટેડ, ગુજરાત એનર્જી વિકાસ એજન્સી, ઉત્તરાખંડ પાવર કોર્પોરેશન લીમીટેડ, પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લીમીટેડ, BESCOM, TSREDCO જેવી નોડલ એજન્સીઓ ચાર્જીંગ ઇન્ફાસ્ટ્રકચર બનાવશે. આ કંપનીઓએ ૩ વર્ષ સુધી ચાર્જીંગ સ્ટેશનનું મેન્ટેનન્સ કરવાનું રહેશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.