રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જલ્દી જ 2 દિવસ માટે આવશે ગુજરાતની મુલાકાતે, આવીને કરશે આ ખાસ કામ.

0
210

આપણા ભારત દેશના પ્રથમ નાગરીક કહેવાતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જલ્દી જ ગુજરાતની મુલાકાતે આવી શકે છે એવી માહિતી મળી રહી છે. જાણવા મળ્યું છે કે, રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યની સ્પીકર કોન્ફરન્સમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 અને 26 નવેમ્બરે ગાંધીનગરમાં આવી શકે છે.

મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં 25 અને 26 નવેમ્બરે સ્પીકર કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં દેશના તમામ રાજ્યોના સ્પીકર હાજર રહેશે. અને આ કોન્ફરન્સમાં PM મોદી વર્ચ્યુલ રેલીને સંબોધન કરશે. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવશે. તેઓ 25 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં ગુજરાતમાં આવી શકે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 26 નવેમ્બરના રોજ સ્પીકર કોન્ફરન્સમાં ભાગ લઇ શકે છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. અને સાથે સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ આ કોન્ફરન્સમાં હાજરી આપશે.