સરહદ પર દેશની રક્ષા કરવાની સાથે કરતા હતા UPSC ની તૈયારી, બની ગયા IAS અધિકારી

0
765

આપણા વડીલો આપણને હંમેશા કહે છે કે, કોઈ પણ કાર્ય અશક્ય નથી હોતું. જો તમારી અંદર કંઈક પામવાનું ઝુનૂન હોય તો ગમે એટલી મુશ્કેલીઓ કેમ ન આવે તમે સફળ થાવ જ છો. અને સફળ થનાર લોકો મુશ્કેલીઓ વચ્ચેથી નીકળીને પોતાનો ધ્યેય પ્રાપ્ત કરે છે. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવવાના છીએ, જેનુ નામ છે હરપ્રીત સિંહ.

જણાવી દઈએ કે, બોર્ડર સિક્યોરીટી ફોર્સના આ જવાને સિમા પર આપણા દેશ અને દેશવાસીઓની સુરક્ષા કરતા કરતા સંઘ અને લોક સેવા આયોગની તૈયારી કરી. પોતાની ડ્યૂટી નિભાવતા સમયે પણ ભણવામાં ધ્યાન આપીને પાંચમાં પ્રયત્નમાં યુપીએસસીની અઘરી મનાતી પરિક્ષા પાસ કરી. એટલું જ નહી, તેમણે દેશના ટોપ 20માં જગ્યા પણ મેળવી લીધી છે.

હરપ્રીત સિંહ વર્ષ 2016માં બીએસએફમાં આસિસ્ટંટ કમાન્ડરના પદ પર નોકરીમાં જોડાયા હતા. એમને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડર પર રાખવામાં આવ્યા હતા. એમને આ નોકરી ખુબ જ પસંદ હતી, પરંતુ તે વધારે મહેનત કરવા માંગતા હતા. એમનું લક્ષ્ય એક IAS ઓફિસર બનવાનું હતું. અને એના માટે તે સીમા પર ડ્યૂટી બાદ સમય નીકાળીને પોતાના લક્ષ્યની તૈયારી કરવામાં લાગી જતા હતા.

એમણે પોતાની સફળતા વિષે જણાવતા કહ્યું કે, દિવસ-રાતના વ્યસ્ત શિડ્યૂલમાં પણ હું ભણવા માટે સમય કાઢી લેતો હતો. દિવસ-રાત હું વાંચતો હતો. મને નોકરીમાંથી થોડો પણ સમય મળતો એટલે હું નોટ્સ બનાવવા બેસી જતો હતો. હું પરીક્ષા માટે સતત પ્રયત્ન કરતો રહેતો હતો. મેં મારું લક્ષ્ય મારા મગજમાં સ્પષ્ટ કરી લીધું હતું. એટલા માટે હું મારા લક્ષ્ય પર સટિક રહ્યો. હું જયારે વર્ષ 2007માં BSFની નોકરી કરી રહ્યો હતો ત્યારે મેં પહેલી વાર UPSCની પરિક્ષામાં બેઠો હતો. તે સમયે મેં 454 રેન્ક મેળવ્યા હતા અને ઈન્ડિયન ટ્રેડ સર્વિસમાં મારુ સિલેક્શન થઈ ગયું હતુ.

ત્યારબાદ મેં BSF ની નોકરી છોડી દીધી અને ITS ની નોકરી જોઈન કરી લીધી. તે બાદ પણ હું તૈયારીઓ કરતો રહેતો અને પરિક્ષા આપતો રહેતો હતો. અને વર્ષ 2008માં એ દિવસ આવી જ ગયો જેની હું રાહ જોઈ રહ્યો હતો.એ સમયે મેં દેશભરમાં 19મી રેન્ક મેળવ્યો. મિત્રો હરપ્રીત સિંહના પરિવારની વાત કરવામાં આવે, તો એમના પિતા બિઝનેસમેન છે, અને મમ્મી ટીચર છે. પોતાની આ સફળતા વિશે વાત કરતા હરપ્રીત જણાવે છે કે, મને લાગે છે કે આપણે આપણા સપનાને પાછળ ન છોડવા જોઈએ, તે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય સતત મહેનત કરતા રહો. સફળતા મળશે જ.

મળેલી જાણકારી અનુસાર એમની ટ્રેનિંગ મસૂરીના લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં થઈ હતી. તેમણે ગ્રીન ગ્રોવ પબ્લિક સ્કૂલમાંથી ભણતર પૂરું કર્યા પછી ઈલેક્ટ્રોનિક્સમાં BE ની ડિગ્રી મેળવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.