પ્રેરણાદાયક વાર્તા : ખરાબ કરવા વાળાઓને જવાબ આપવામાં સમય બરબાદ કરસો નહિ.

0
1372

સફળ થયા પછી હંમેશા લોકો તમારી ઈર્ષા કરવા લાગી જાય છે અને તમારી ઈર્ષા કરતા રહે છે.

એક રાજ દરબારમાં ઘણા બધા મંત્રી કામ કરતા હતા. તે મંત્રીઓમાંથી એક મંત્રી ઘણો તેજ હતો અને રાજા એ મંત્રી ઉપર ઘણો વિશ્વાસ કરતા હતા. તે મંત્રીનું નામ ગોપાલ હતું અને રાજા કોઈપણ મહત્વની બાબત ઉપર નિર્ણય લેતા પહેલા ગોપાલની સલાહ જરૂર લેતા હતા. ગોપાલ રાજાનો ઘણો જ નજીક જેથી બીજા કોઈ મંત્રીઓ ગોપાલને પસંદ કરતા ન હતા.

એક દિવસ રાજાએ ગોપાલને રાજ મહેલ બોલાવ્યો અને તેને તમામ મંત્રીઓ સામે સન્માનિત કરતા પોતાના વિશેષ સલાહકાર બનાવી દીધા. ગોપાલની આ પ્રગતી જોઈ મંત્રી તેની ઈર્ષા કરવા લાગ્યા. થોડા દિવસો પછી એક મંત્રીએ ગોપાલ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવાનું શરુ કરી દીધું અને ગોપાલને રાજમહેલ અને ગામમાં બદનામ કરવાનો પ્રયાશ કર્યો. એક દિવસ ગોપાલની પત્નીને એ વાતની ખબર પડી અને તે ગુસ્સામાં ગોપાલ પાસે ગઈ.

ગોપાલની પત્નીએ ગુસ્સે થઈને ગોપાલને કહ્યું, શું તમને ખબર છે કે એક મંત્રીએ તમારા વિષે ખોટી વાતો ફેલાવવાનું શરુ કરી દીધું છે. તમે વહેલાસર રાજા પાસે જાવ અને તે મંત્રીની ફરિયાદ રાજાને કરો. જેથી હવે પછી તે આવું વર્તન ન કરે.

પોતાની પત્નીની આખી વાત સાંભળ્યા પછી ગોપાલે કહ્યું, મને ખબર છે કે કોઈ મારા વિષે ખોટી વાતો ફેલાવવામાં લાગ્યા છે. જયારે આપણે જીવનમાં સફળ થઈએ છીએ, તો આપણી ઈર્ષા કરવા વાળા લોકો આવું વર્તન કરતા હોય છે. એટલા માટે એવા લોકોનીં વાત ઉપર ધ્યાન ન આપવું જોઈએ અને આપણો સમય તેમાં બગાડવો ન જોઈએ.

આજે હું એ મંત્રીની ફરિયાદ રાજાને કરી પણ દઉં તો શું ફાયદો, કેમ કે કાલે કોઈ બીજો મારા વિષે ખોટી અફવા ફેલાવવાનું શરુ કરી દેશે. ગોપાલે કહ્યું, માણસે હંમેશા આગળ વધવાનું વિચારવું જોઈએ નહિ કે એવા લોકો વિષે વિચારીને પોતાનો સમય બગાડવો જોઈએ.

ગોપાલે પોતાની પત્નીને સમજાવીને કહ્યું, જયારે એક હાથી ચાલે છે, તો ઘણા બધા કુતરા ભસે છે. જો હાથી દરેક કુતરાને ચુપ કરાવવામાં લાગી જાય, તો હાથીનું જ કદ નાનું પડશે અને તે આગળ નહિ વધી શકે. એટલા માટે ક્યારે પણ કુતરાના ભસવા ઉપર ધ્યાન ન આપવું અને શાંતિથી આપણા રસ્તા ઉપર ચાલવાનું છે. ગોપાલની એ વાત સાંભળીને તેની પત્નીનો ગુસ્સો શાંત થઇ ગયો અને તે સમજી ગઈ કે ખોટી અફવા ફેલાવવા વાળાને જવાબ દેવામાં આપણો સમય ન બગાડવો જોઈએ.

વાર્તાનો ઉપદેશ :-

જયારે આપણે આપણા જીવનમાં સફળ થતા હોઈએ છીએ તો લોકો ઈર્ષાને કારણે આપણી ખરાબ વાતો કરવામાં લાગી જાય છે. જો તમારી સાથે પણ ક્યારેય આવું બન્યું છે. તો તમે તમારો સમય ખરાબ વાતો કરવા વાળાને જવાબ આપવામાં બગાડશો નહિ. અને તમારું ધ્યાન માત્ર તમારા ધ્યેય ઉપર જ લગાવી રાખો. કેમ કે તમારી સફળતા જ એવા લોકો માટે યોગ્ય જવાબ હોય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.