પત્નીનું બ્લડ કેન્સરથી થયું હતું મૃત્યુ, તેની યાદમાં બનાવડાવી આરસની વિશાળ કદની મૂર્તિ

0
552

ચંડીગઢ, આરતી એમ અગ્નિહોત્રી. મોગલ બાદશાહે પોતાની મનપસંદ બેગમ મુમતાઝ મહલની યાદમાં આગ્રાનો તાજમહેલ બનાવરાવ્યો હતો. ચંડીગઢના ૭૦ વર્ષના વિજય કુમરાએ પોતાની સ્વર્ગવાસી પત્નીની યાદમાં આરસમાંથી તેની વિશાળ મૂર્તિ બનાવરાવી છે. તે સવાર સાંજ ઉઠતા બેસતા મૂર્તિ સાથે વાતો કરે છે. દિવસભર તેને જોતા રહે છે. ૧૫ ઓગસ્ટના દિવસે તેમની સ્વર્ગવાસી પત્નીનો જન્મ દિવસ હતો. તેને પણ પોતાના બાળકો સાથે કેક કાપીને સેલીબ્રેટ કર્યો. વીણા સાથે પસાર કરેલા ૪૮ વર્ષ વિજયને આજે પણ એટલા જ જીવંત લાગે છે.

વિજયના જણાવ્યા મુજબ વીણાએ તેને આ ૪૮ વર્ષમાં ક્યારે પણ દુઃખી નથી કર્યો. વિજયના ગુસ્સાને હંમેશા ધ્યાન બહાર કરી દેતી. તે કારણ છે કે વિજય આજે પણ વીણાને ભૂલવા નથી માંગતો, પરંતુ તેની સાથે સમય પસાર કરવા માગે છે. એટલા માટે કહે છે, તે મારા માટે મૂર્તિ નહિ મારી વીણા જ છે. તે શરીર છોડીને ગઈ છે, તેનો આત્મા તો મારી સાથે જ છે. એ ઉદાહરણ બેસાડવા માંગે છે કે પતિ પત્ની વચ્ચે અતુટ સંબંધમાં પણ ઘણો પ્રેમ હોઈ શકે છે. પત્ની કે પતિ કોઈના જવા પછી પણ તેમની યાદોને જીવંત રાખી શકે છે.

વિજય જણાવે છે કે વર્ષ ૨૦૦૨માં તે પોતાની તમામ જવાબદારીઓ માંથી મુક્ત થઇ ગયો. ત્યાર પછીથી અત્યાર સુધી તેમણે વિણા સાથે દેશ વિદેશના પ્રવાસ કર્યા. લગભગ ૧૦ વર્ષ પહેલા જયારે બંને પોતાની કારમાં કન્યાકુમારી માટે નીકળ્યા તો વચ્ચે આગ્રાથી લગભગ ૬૦ કી.મી.ના અંતરે આવેલા દઉસા પહોચ્યા. ત્યાં આરસમાંથી બનેલી દેવી દેવતાઓની મૂર્તિઓ જોઈ. એક વિચાર તો ત્યારે મનમાં આવ્યો હતો કે વીણા મારા પહેલા આ દુનિયામાંથી ચાલી જાય તો તેની મૂર્તિ બનાવરાવીશ.

બે ક્રેનની મદદથી લાવ્યા ઘરના પહેલા માળ ઉપર

વિજયે જણાવ્યું કે જુલાઈ ૨૦૧૨માં તેમની પત્નીને બ્લડ કેન્સર ડીડકટ થઇ ગયો. તે વર્ષે ૧૧ માર્ચના રોજ તે જીવનનો જંગ હારીને ચાલી નીકળી. તેના મૃત્યુ પછી ૧૩મુ કરવામાં વીણાના થોડા ફોટા લઇને એકલો જ ગાડી લઈને દઉસા જતો રહ્યો. ત્યાં કારીગરોને વીણાનો ફોટો દેખાડીને આબેહુબ બનાવવાની વાત કરી. સામેથી જવાબ આવ્યો કે અમે તો દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવી છે. આ અમે બનાવી શકીશું કે નહિ, કાંઈ કહી નથી શકતા. તમે અમને પથ્થર લાવીને આપો, તો પ્રયાસ કરી શકીએ છીએ. બની ગઈ તો સારી વાત, નહિ તો પથ્થર નકામો.

વિજયે જણાવ્યું કે ત્યાર પછી મકરાના જતો રહ્યો અને ૩૦૦ ફૂટ ઊંડા ખડકમાં જઈને જાતે પથ્થર શોધીને લાવ્યો. તે આરસનો પથ્થર ૨૪૦૦ કિલોનો હતો. ત્યાર પછી કારીગરોએ મૂર્તિ બનાવવાનું શરુ કર્યું. તે બનાવવામાં દોઢ મહિનો લાગ્યો. ૨૩ માર્ચના રોજ તે તેના પોતાના ઘરે લઇ આવ્યો. વીણાની ઉંચાઈ ૫ ફૂટ ૧ ઇંચની આ મૂર્તિ ૧૧૦૦કિલોની છે. બે ક્રેનની મદદથી તેને ઘરના પહેલા માળ ઉપર લાવવામાં આવી.

મારી ભાવનાઓની કોઈ કિંમત નથી, એટલા માટે મૂર્તિની કિંમત તેનું મહત્વ નથી ધરાવતી. વિજયે જણાવ્યું કે મૂર્તિ બનાવરાવવા માટે તેમણે પહેલા મેડમ તુસાદ ગેલેરીનો પણ સંપર્ક કર્યો હતો. પણ ભારતમાં ગરમ હવામાનને કારણે મીણની મૂર્તિને વધુ દિવસો સુધી સાંચવી રાખવી મુશ્કેલ રહે એટલા માટે તેમણે મીણને બદલે આરસની મૂર્તિ બનાવરાવી, મીણની મૂર્તિ બનાવરાવવામાં લગભગ ૪૪૦૦ પાઉન્ડનો ખર્ચ આવે.

આ મૂર્તિને બનાવવમ તમારે કેટલો ખર્ચ થયો? ત્યારે જવાબ મળ્યો કે ભાવનાઓની ક્યારેય કોઈ કિંમત થઇ નથી શકતી શું? તે માત્ર મૂર્તિ નહિ મારી વીણા છે અને મારી વીણા અનમોલ છે.

વીણા માટે મારો પ્રેમ અને ભાવનાઓ અનમોલ છે. તેની કિંમત ૧૦ કરોડ હોય તો પણ સસ્તી છે. તે પોતાની પત્નીની યાદમાં વિજય પાંચ પુસ્તકો લખી ચુક્યા છે. કહ્યું પહેલા લોકોએ તેની મજાક પણ ઉડાવી અને મૂર્તિ બનાવવા ઉપર પણ પ્રશ્ન પણ ઉભા કર્યા. પણ તેને કોઈ ફરક ન પડ્યો, તે કામમાં તેના બાળકોએ મદદ કરી.

માતાના જન્મ દિવસ ઉપર લંડનથી કેક લાવશે દીકરો :

વિજયના બે દીકરા અને એક દીકરી છે. ત્રણે પરણિત છે. એક દીકરો ચંડીગઢમાં રહે છે અને બીજો ઇંગ્લેન્ડમાં. દીકરી અમૃતસરમાં રહે છે. દર વર્ષે વીણાના જન્મ દિવસ ઉપર ૭ થી ૮ કેક કાપતા હતા. આ ૧૫ ઓગસ્ટના દિવસે પણ એટલી જ કેક કપાશે. બધા બાળકો હાજર રહેશે. એક દીકરો વીણાના જન્મ દિવસ ઉપર ખાસ લંડનથી આવી રહ્યો છે. તે સવા છ વાગે લંડનથી કેક લઈને આવશે. ૧૭ તારીખે પાછા જતા રહેશે.

વહેલી તકે વિઝીટ કરશે ગિનીજ બુક ઓફ રેકોર્ડ્સની ટીમ : વિજયે જણાવ્યું કે જયારે મૂર્તિ ઘરે આવી તો મેં ગિનીજ બુક ઓફ રેકોર્ડ્સને ઈમેલ કર્યો. જવાબ આવ્યો કે અમારી પાસે એવો કોઈ રેકોર્ડ નથી. તમે મૂર્તિની ડાઈમેંશંસ મોકલો. ત્યાર પછી મેં તમામ ડીટેલ મોકલી દીધી. ૩૦ મે ના રોજ અસેપ્ટેંસનો ઈમેલ આવી ગયો, જેમાં કહેવામાં આવ્યુ કે ૧૨થી ૧૬ અઠવાડિયામાં અમારી ટીમ તમારા ઘરે વિઝીટ કરશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.