આજે કોઈ નવી ડીશ બનાવવાનું વિચારી રહ્યા છો, તો જાણો પરફેક્ટ બાસુંદી બનાવવાની રીત.

0
1502

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે બાસુંદી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. બાસુંદી એવી વસ્તુઓમાં આવે છે, જે નાના-મોટા દરેકને ખુબજ ભાવતી હોય છે. અને આજે અમે તમને જણાવવાના છીએ કે, ઘરેજ બહાર જેવી બાસુંદી કેવી રીતે બનાવી શકાય. આ રીતથી બાસુંદી બનાવવામાં આવે, તો એનો ટેસ્ટ લગ્ન પ્રસંગમાં હોય તેમજ મીઠાઈની દુકાન માંથી લાવીએ છીએ એના કરતા પણ વધારે સરસ લાગે છે. તો ચાલો ઘરે બાસુંદી સરસ રીતે અને ટેસ્ટી કેવી રીતે બનાવવાની તે જોઈ લઈએ.

જરૂરી સામગ્રી :

દૂધ : 500 ml

મલાઈ અથવા ક્રીમ : 2 મોટી ચમચી

સાકર : 3 મોટી ચમચી

માવો : 2 મોટી ચમચી

ઈલાયચી અને જાયફળનો પાઉડર : 1/2 નાની ચમચી

પિસ્તા

બદામ

કેસર

બનાવવાની રીત :

બાસુંદી બનાવવાનું શરુ કરો ત્યારે સૌથી પહેલા કેસરને થોડા ગરમ પાણીમાં પલાળી લેવાનું છે. પછી દૂધને મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે. જો તમે નોનસ્ટિક વાસણ વાપરતા હોય, તો ડાયરેક્ટ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને જો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમનું વાસણ વાપરતા હોય તો પહેલા એમાં નીચે ધી લગાવી દો, પછી દૂધ ગરમ કરવા મૂકી દો. અને તેને હલાવતા રહેવાનું છે. આના બે ઉભરા આવે એટલે તેમાં સાકર એડ કરવાની છે(તમારે ઘરના ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો).

એક વાતનું ધ્યાન રહે કે, તમારે આને હલાવતા રહેવાનું છે, અને સાકર ઓગળી ગયા બાદ તેમાં મલાઈ એડ કરવાની છે. મલાઈ તમારે એકદમ ફ્રેશ એડ કરવાની છે. જો મલાઈના બદલે તમારે ક્રીમનો ઉપયોગ કરવો હોય તો પણ તમે તેને ઉપયોગ કરી શકો છો. મલાઈ પુરી રીતે દૂધમાં ઓગળી ગયા બાદ આપણે જે કેસર પલાળીને રાખ્યું છે તેને તેમાં એડ કરવાનું છે. કેસર પલાળીને રાખવાથી કેસરનો કલર ખુબજ સરસ આવે છે.

તમારે ગેસને મીડીયમ ટુ હાઈ રાખવાનો છે, અને તેને વચ્ચે હલાવતા રહેવાનું છે. સારી રીતે હલાવ્યા બાદ એમાં ઈલાયચી અને જાયફળનો પાઉડર એડ કરવાનો છે, અને તેને પણ હલાવતા રહેવાનું છે. ત્યારબાદ એમાં માવો એડ કરવાનો છે. તમે એને તમારા હાથથી મસળીને તેને એડ કરો. હવે અને સરસ રીતે મિક્ષ કરી લો. આને લગભગ 15 મિનિટ સુધી ઉકાળી લેવાનું છે. તમે એને જોઈ શકો છો કે તમારી બાસુંદીમાં દાણા પણ પડી ગયા હશે. ત્યારબાદ ગેસને બંધ કરીને તેને પુરી ઠંડી થવા દેવાની છે.

જયારે બાસુંદી ઠંડી થઇ જાય એટલે તેને એક બાઉલમાં લઇ લેવાની છે. પછી એમાં જે બદામ અને પિસ્તાના નાના ટુકડા કરીને રાખ્યા છે તે એમાં એડ કરવાના છે. અને બદામ પિસ્તા એડ કરીને બાસુંદીને ફ્રિઝમાં ઠંડી થવા મૂકી દેવાની છે. 4 થી 5 કલાક ફ્રિઝમાં રાખ્યા બાદ બાસુંદી ઘટ્ટ થઇ ગયી હશે. તેના અંદર ખુબજ સરસ દાણા છે, એટલે એ ખાવામાં ખુબજ સરસ લાગે છે. હવે આપણી બાસુંદી સર્વિંગ માટે તૈયાર છે.

તમે એના ગાર્નીસિંગ માટે બદામ, પિસ્તા અને કેસરનો ઉપયોગ કરી શકો છો. બાસુંદીને હંમેશા ઠંડી કરીને ખાવી જોઈએ, તે ઠંડી હોય ત્યારે ઘણી ટેસ્ટી લાગે છે. તમે આને ફ્રિઝમાં 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અત્યારે જે પ્રમાણે સામગ્રી લીધી છે તેનાથી ઘરે 350 ગ્રામ બાસુંદી બને છે. આને બનાવવાનું પણ ખુબજ સરળ છે. અને આનો ટેસ્ટ જે માર્કેટ માંથી જે બાસુંદી આવે છે તેના કરતા પણ સારો આવે છે.

નીચે વિડીયોમાં જોઇને પણ તમે બાસુંદી બનાવતા શીખી શકો છો.

જુઓ વિડીયો :