પ્રતિક ગાંધીથી લઈને પંકજ ત્રિપાઠી સુધી, 2020 માં અસલી ગેમચેંજર સાબિત થયા આ OTT સ્ટાર્સ.

0
257

2020 માં બોલીવુડ સ્ટાર્સ કરતા વધારે ચમક્યા આ OTT સ્ટાર્સ, પોતાની એક્ટિંગના દમ પર કર્યું લોકોના દિલ પર રાજ. 2020માં ઓટીટી પ્લેટફોર્મસની પ્રસિદ્ધી ચરમ ઉપર જઈ પહોચી છે. કોરોના લોકડાઉન પછી થીએટરમાં જઈને ફિલ્મ જોવાનું દુરનું સપનું સાબિત થઇ ગયું છે. તેથી ઓટીટી પ્લેટફોર્મસ મનોરંજન પીરસવા માટે નવા સાધન તરીકે ઉભરીને સામે આવ્યું અને છવાઈ ગયું.

પરિણામે વેબસીરીઝની લાઈન લાગી ગઈ, જેના કારણે ઘણા નવા કલાકારો અને એવા કલાકારો પણ તેની પ્રતિભા દેખાડવાની તક મળી જેને મોટા પડદા ઉપર પ્રતિભા મુજબ કામ મળી રહ્યું ન હતું. ઓટીટી દ્વારા ઘણા એવા કલાકારો ઉભરીને સામે આવ્યા છે. જે આવનારા સમયમાં ગેમ ચેંજર સાબિત થઇ શકે છે. આવો નજર કરીએ થોડા એવા જ કલાકારો ઉપર.

પ્રતિક ગાંધી : ગુજરાતી થીએટરમાં જાણીતું નામ પ્રતિકને મિત્રો અને લવયાત્રી જેવી ફિલ્મોમાં કોઈએ નોંધ નહિ લીધી હોય પરંતુ હાંસલ મેહતાની વેબસીરીઝ સ્કેમ 1992એ તેનું ભાગ્ય બદલી દીધું. તે ઘર ઘરમાં પ્રસિદ્ધ થઇ ગયા છે. હર્ષદ મેહતાના પાત્રને તેણે સારી રીતે નિભાવ્યું છે કે દરેક તેની પ્રસંશા કરતા થાકતા નથી.

પંકજ ત્રિપાઠી : ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલીવુડ કારકિર્દીની શરુઆત કરવા વાળા પંકજે સ્ત્રી, ગુંજન સક્સેના: ધ કારગીલ ગર્લ, અંગ્રેજી મીડીયમ, બરેલી કી બર્ફી સહીત ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને સાચી ઓળખ મિર્જાપુર વેબસીરીઝમાં નિભાવવામાં આવેલા કાલીન ભૈયા માટે મળી.

જયદીપ અહલાવત : ફિલ્મોમાં નાની મોટી ભૂમિકા કરવા વાળા જયદીપને સાચી ઓળખ પાતાલલોકમાં હાથીરામ ચોધરીનું પાત્ર નિભાવીને મળી. હવે તેને કોઈ પરિચયની જરૂર નથી અને ન તો તેને કામની કોઈ ખામી નથી.

દીવ્યેંદુ શર્મા : તમે દીવ્યંદુના નામથી ન ઓળખો પરંતુ જો તમારી સામે મિર્જાપુર વાળા મુન્ના ભૈયાનું નામ લેવામાં આવે તો તમે તરત તેને ઓળખી જશો. આ પાત્રને દીવ્યેંદુએ એટલી સરસ રીતે નિભાવ્યું છે કે દરેક તરફ તેને પ્રસંશા જ મળી.

શ્વેતા ત્રિપાઠી: મિર્જાપુરની ગોલુ એટલે શ્વેતા ત્રિપાઠી પણ 2020ની ગેમ ચેંજર કલાકાર છે. મસાન, ગોન જેશ, રાત અકેલી હૈ, જેવી ફિલ્મમાં કામ કરી ચુકેલી શ્વેતાને મિર્જાપુર સીરીઝમાં સૌથી વધુ વખાણવામાં આવ્યા છે.

રસિકા દુગ્ગલ : રસિકાને ઉભરતી કારકિર્દીમાં પણ મિર્જાપુર વેબસીરીઝમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલા પાત્ર બીના ત્રિપાઠીને ધ્યાન બહાર કરી શકાય નહિ. તે ઉપરાંત તેને ઓટીટી ઉપર રીલીઝ થયેલી ફિલ્મ લુટકેસ અને એ સુટેબલ બ્વોય માં પણ વખાણવામાં આવ્યા છે.

અભિષેક બેનર્જી : વેબસીરીઝ પાતાલલોકના હથોડા ત્યાગીને તમે ઓળખતા જ હશો, તો તમને એ પણ જાણ થાય કે આ રોલને અભિષેક બેનર્જીએ નિભાવ્યું હતું. અભિષેકે સ્ત્રી, ડ્રીમ ગર્લ, બાલા, રંગ દે બસંતી જેવી ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા પરંતુ તેને સાચી ઓળખ પાતાલલોકમાં હથોડા ત્યાગીના પાત્રથી જ મળી.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.