આ જીવને પ્રકૃતિએ આપ્યું છે ‘અજર-અમર’ થવાનું વરદાન, પણ એની પાસે આ વસ્તુ જ નથી, જાણો શું નથી?

0
759

કહેવાય છે કે આ ધરતી પર જેટલા પણ જીવ છે એમનું મૃત્યુ નિશ્ચિત છે. પ્રકૃતિએ એમનું આયુષ્ય પહેલાથી ન નિશ્ચિત કરી રાખ્યું છે. એટલે એ નિર્ધારિત આયુષ્ય પૂરું થતા જ એમનું મૃત્યુ થઈ જશે. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ મૃત્યુને અંતિમ સત્ય માનવામાં આવ્યું છે. પણ આ ધરતી પણ એક એવો પણ જીવ રહેલો છે, જેના પર પ્રકૃતિનો આ નિયમ લાગુ નથી થતો. કહેવાનો અર્થ છે કે, પ્રકૃતિએ તેને અમરતાનું વરદાન આપ્યું છે.

એને જેલીફિશ કહેવામાં આવે છે, જે પોતાના અજીબોગરીબ ગુણના કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. માનવામાં આવે છે કે, જેલીફિશનું જીવન સમુદ્રમાં 65 કરોડ વર્ષ પહેલા શરૂ થઈ ચૂક્યું હતું. તે દરેક સમુદ્રમાં છે, સમુદ્રના ઊંડાણમાં પણ છે અને ઉપરની સપાટી પર પણ જોવા મળે છે.

હકીકતમાં જેલીફિશ એક પ્રકારની માછલી છે. દુનિયાભરમાં એની 1500 કરતા પણ વધારે પ્રજાતિઓ છે. તે દેખાવમાં પારદર્શક હોય છે, પણ માણસ માટે તે ઘણી ખતરનાક પણ હોય છે. તે પોતાના ડંખથી કોઈ પણ માણસને ક્ષણભરમાં મોતની ઊંઘ સુવડાવી શકે છે.

જેલીફિશ સમુદ્રના ઊંડાણમાં મળી આવે છે, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ નથી પહોંચી શકતો. એટલા માટે માણસોને એનાથી વધારે ભય અનુભવાતો નથી. કહેવામાં આવે છે કે, ધરતી પર જેલીફિશનું અસ્તિત્વ સદીઓ જૂનું છે. તે ડાયનોસોરના કાળથી ધરતી પર રહેલી છે.

જેલીફિશ દુનિયાની એકમાત્ર એવી માછલી છે, જેમાં 95 % સુધી પાણી હોય છે. આ ગુણને કારણે તે માછલી પારદર્શક દેખાય છે. કહેવામાં આવે છે કે, જેલીફિશ પાસે મગજ નથી હોતું. આ કારણે એની આસપાસ હંમેશા નાની-મોટી માછલીઓનું ટોળું જમા રહે છે, કારણ કે તે એની આસપાસ પોતાને સુરક્ષિત અનુભવે છે.

જેલીફિશની લંબાઈ સરેરાશ 6 ફૂટ સુધી હોય છે અને એનું વજન 200 કિલોગ્રામ સુધી હોય છે. અત્યાર સુધીની સૌથી મોટી જેલીફિશ અમેરિકાના સમુદ્રમાં મળી હતી, જેની લંબાઈ 7.6 ફૂટ હતી અને એની મૂછો 120 ફૂટ લાંબી હતી.

જેલીફિશ દેખાવમાં તો ઘણી સુંદર દેખાય છે, પણ જો એની મૂછ કોઈ માણસની ત્વચાને સ્પર્શી જાય, તો તેનો તાત્કાલિક ઈલાજ કરવો પડે છે. કારણ કે એમની મૂછો એટલી ઝેરીલી હોય છે કે, તે ત્વચાને ખુબ નુકશાન પહોંચાડે છે.

જેલીફિશને ક્યારેય ન મરવાવાળો જીવ કહેવામાં આવે છે. કારણ કે એની અંદર એવી ખાસિયત હોય છે કે, જો તેને બે ભાગોમાં કાપવામાં આવે તો તે મરતી નથી, પણ એ બે ભાગોમાંથી અલગ અલગ જેલીફિશનો જન્મ થાય છે.

આ માહિતી ફિરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.