પ્રખ્યાત ડાયરેક્ટર રાકેશ રોશનના ટકલા પણાનું કારણ જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે, વાંચો આખો લેખ.

0
1725

મિત્રો એવું કહેવામાં આવે છે કે, બોલીવુડમાં દરેક સ્તરના સફળ વ્યક્તિની પાછળ કોઈ ને કોઈ વ્યક્તિનો હાથ જરૂર હોય છે. હવે તમે બોલીવુડના સુપર હીરો “ક્રિશ” ને જ જોઈ લો. એ ફિલ્મના અભિનેતા એટલે કે ઋતિક રોશનને સફળતાની સિડી પર તેમના પિતા રાકેશ રોશને પહોંચાડયો છે.

જી હા, રાકેશે પોતાના દીકરાના કરિયરને સુપરફિટ બનાવવાના માટે ઘણી ફિલ્મો બનાવી છે. એમાં “ક્રિશ” સિરીઝ સૌથી ઉપર છે. મિત્રો, જણાવી દઈએ કે હમણાના દિવસોમાં પોતાના પિતાના લાડલા ઋતિક રોશન પોતાની આવનારી ફિલ્મ “સુપર 30” ને લઈને ખુબ વ્યસ્ત ચાલી રહ્યા છે. ઘણા લાંબા સમયથી આ ફિલ્મ અટકીને રહી ગઈ છે. તેના સિવાય તેમની “ક્રિશ 4” પણ રિલીઝ થવાની છે. પરંતુ આજે અમે ઋતિક રોશનની નહિ પણ તેમના સુપર સ્ટાર પિતા એટલે રાકેશ રોશનની વાત કરવા જઈ રહ્યા છે.

શા માટે રાકેશ રોશન ટકલા છે?

તમે બધા જાણો છો કે, એક સમયમાં સતત સુપરહીટ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા રાકેશ રોશનના માથા પર હવે વાળ નથી રહ્યા. આનું કારણ તેમનું કુદરતી ટકલાપણું નથી પણ કંઈક બીજું છે. પરંતુ તેના પહેલા અમે તમને જણાવી દઈએ કે, રાકેશ રોશને પોતાના ફિલ્મી કરિયરમાં “આખિર ક્યુ”, “શ્રીમાન શ્રીમતી”, “હોટ” વગેરે ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે.

અને રાકેશ રોશન એક અભિનેતા હોવાની સાથે સાથે એક સારા નિર્માતા અને નિર્દેશક પણ છે. ઋતિક રોશન અને અમિષા પટેલ સ્ટાર ફિલ્મ “કહો ના પ્યાર હૈ” રાકેશ રોશનના નિર્માતાની પહેલી સુપર ડુપર હિટ ફિલ્મ હતી. રાકેશની ફિલ્મનું ગીત “દુશ્મન ના કરે દોસ્તને જો કામ કિયા હે” આજે દરેકના મોં પર રાજ કરે છે.

આ છે વાળના રાખવાનું કારણ :

મિત્રો, તમે બધા એ વિચારી રહ્યા હશો કે, રાકેશ રોશન કુદરતી રીતે ટકલા છે એટલા માટે તેમના માથામાં વાળ નથી. પણ જણાવી દઈએ કે, આની પાછળનું કારણ બીજું જ છે. મિત્રો, નિર્દેશક બન્યા પછી રાકેશ રોશનને સફળતા મળતી ન હતી. જેના કારણે તેમણે તિરુપતિ બાલાજી જઈને માનતા માની હતી કે, જો તેમની ફિલ્મ હિટ થઇ જાય તો તે પોતાના માથાના વાળ કઢાવી લેશે. આ માનતા પછી વર્ષ 1989 માં રાકેશ રોશનની ફિલ્મ “ખુદગર્જ” સુપર ફિટ થઇ ગઈ અને તેમને તેમની માનતા પુરી કરી.

માનતા પુરી કરવાની હતી જીદ :

એમની ફિલ્મને સફળતા તો મળી ગઈ હતી, પરંતુ પોતાની માનતા પુરી કરવામાં રાકેશ રોશન શરમ અનુભવી રહ્યા હતા. પછી જયારે તેમણે આ બાબતે પોતાની પત્ની પિંકી રોશન જોડે વાત કરી, તો પિંકીએ પણ તેમને માનતા પુરી કરવાની જ સલાહ આપી.

પણ રાકેશે પિંકીની વાતને સાંભળી નહિ. અને સમય વીતતો ગયો અને રાકેશને નવી ફિલ્મ “ખુન ભરી માંગ” મળી. પણ પોતાની ફિલ્મો ડૂબી ના જાય એ ડરથી રાકેશે ફિલ્મ શરુ થવાના પહેલા માનતા પુરી કરી નાખી, અને વાળ કઢાવી નાખ્યા. જેના પછી તેમને આખી ઉંમર આવુ જ રહેવાનું નક્કી કરી નાખ્યું. અને હમણાં પણ તે વગર વાળના જ દેખાય છે.

જણાવી દઈએ કે, બોલીવુડમાં એવા ઘણા બધા કલાકારો છે, જે સફળતા માટે ભગવાનથી અજીબો ગરીબ માનતા માંગી લે છે. પરંતુ તે કયારેક જ પુરી કરી શકે છે. જયારે રાકેશ રોશને ના ફક્ત માનતા પુરી કરી પણ આખું જીવન માનતાના નામ પર કરી દીધું.